ગુજરાત

gujarat

રાજકોટમાં કોરોના કાબુમાં, એક પણ મોત નહિ

By

Published : Jan 29, 2021, 9:21 PM IST

સમગ્ર વિશ્વ હજુ પણ જ્યારે કોરોનાના ભરડામાં છે, ત્યારે રાજકોટ માટે એક ખુશીના સમાચાર છે. રાજકોટમાં ગુરુવારે સારવાર લઈ રહેલા કોરોનાના એક પણ દર્દીના મોત નોંધાયા નથી. જ્યાર જિલ્લામાં સતત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે.

Rajkot corona
Rajkot corona

  • કોરોનાને લઇ રાજકોટવાસીઓમાં રાહતના સમાચાર
  • કોરોના માત્ર ૫૫ દર્દી જ સારવાર હેઠળ
  • છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહીં

રાજકોટઃ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાના ભરડામાં આવ્યું છે, ત્યારે રાજકોટ માટે એક ખુશીના સમાચાર છે. રાજકોટમાં ગુરુવારે સારવાર લઈ રહેલા કોરોનાના એક પણ દર્દીના મોત નોંધાયા નથી. જ્યાર જિલ્લામાં સત્તત કોરોનાના કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. તેમજ વહીવટી તંત્ર દ્વારા પણ કોરોનાના બેડ જિલ્લા અને શહેરમાં ઘટાડવામાં આવી રહ્યા છે. જેને લઈને કહી શકાય છે કે, શહેર સહિત જિલ્લામાં હવે ધીમેધીમે કોરોના કાબુમાં આવી રહ્યો છે.

590 બેડ સામે માત્ર 55 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કોવિડ સેન્ટર ઉભું કરવામાં આવ્યું છે, ત્યારે અહીં દર્દીઓની સંખ્યા દિવસેને દિવસે વધતી જઈ રહી હતી. હોસ્પિટલના પાંચેય માળ દર્દીઓથી ભરેલા જોવા મળતા હતા. પરંતુ હાલ કોવિડ સેન્ટરના ત્રણ માળ ખાલી છે. તેમજ 590 બેડમાંથી હાલ 55 બેડ જ ભરેલા છે, એટલે કે 55 દર્દીઓ જ સારવાર હેઠળ છે. જ્યારે બીજી તરફ રાજકોટ વહીવટી તંત્ર દ્વારા શહેર અને જિલ્લાના અન્ય કોવિડ સેન્ટર બંધ કરવાની તજવીજ હાથ ધરાઇ છે.

છેલ્લા 24 કલાકમાં એક પણ દર્દીનું મોત નહિ

જિલ્લામાં 2 હજાર 580 જેટલી કોવિડ બેડની ક્ષમતા છે. જેમાંથી માત્ર 185 દર્દીઓ જ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. ગુરુવારની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારમાં માત્ર 8 અને શહેરમાં 41 સહિત કુલ 49 નવા કેસ નોંધાયા છે. તેમજ છેલ્લા 24 કલાકમાં એકપણ મોત નોંધાયું નથી. જેને લાઈને તંત્રએ પણ રાહતનો શ્વાસ લીધો છે.

ABOUT THE AUTHOR

...view details