ગુજરાત

gujarat

રાજકોટ જિલ્લાના 61 ગામોમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થયું

By

Published : Apr 17, 2021, 11:21 AM IST

રાજકોટમાં કોરોનાના કેસ વધતાની સાથે સાથે કોરોના વેક્સિનેશન પણ વધી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં 16 એપ્રિલ સુધીમાં 45 વર્ષથી વધુની ઉંમરના 1,91,088 લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે. જ્યારે 45થી 60 વર્ષ સુધીના 93,016 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. તો 60 વર્ષ કે તેથી વધુ વયના 98,072 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે.

રાજકોટ જિલ્લાના 61 ગામોમાં 100 ટકા કોરોના રસીકરણ થયું
રાજકોટ જિલ્લાના 61 ગામોમાં 100 ટકા કોરોના રસીકરણ થયું

  • રાજકોટ જિલ્લામાં 16 એપ્રિલ સુધી 61 ગામમાં 100 ટકા વેક્સિનેશન
  • 45 વર્ષથી વધુ ઉંમરના 1,91,088 લોકોએ કોરોનાની વેક્સિન લીધી
  • 45થી 60 વર્ષ સુધીના 93,016 લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

રાજકોટઃ જિલ્લામાં 16 એપ્રિલ સુધી 61 ગામોમાં 100 ટકા કોરોના વેક્સિનેશન થઈ ચૂક્યું છે. કોરોના સંક્રમણથી બચવા વેક્સિનેશન જ શ્રેષ્ઠ ઉપાય છે. આરોગ્ય તંત્ર દ્વારા 45 વર્ષથી વધુ ઉંમરના તમામ નાગરિકોને વેક્સિન આપવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારના 54 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, નગરપાલિકા વિસ્તારના 7 અર્બન હેલ્થ સેન્ટર અને 12 સામૂહિક આરોગ્ય કેન્દ્રો, તથા 5 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે જાહેર જનતાને વિનામૂલ્યે વેક્સિન આપવામાં આવી રહી છે. આ ઉપરાંત દરેક પેટા આરોગ્ય કેન્દ્ર ખાતે પણ કોરોનાની રસી આપવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃગીર સોમનાથ જિલ્લામાં ગુરુવારે કોરોનાનાં 22 કેસ નોંધાયા, 4,008 લોકોને અપાઈ કોરોનાની રસી


રાજકોટ જિલ્લામાં લોધિકા તાલુકાના 22 ગામ, પડધરી તાલુકાના 16 ગામ, કોટડાસાંગાણી અને જામકંડોરણા તાલુકાના 6 ગામ, રાજકોટ તાલુકાના 4 ગામ, ગોંડલ તાલુકાના 3 ગામ, ઉપલેટા તાલુકાના 2 ગામ તથા ધોરાજી અને જેતપુર તાલુકાના 1 ગામનો સમાવેશ થાય છે. જિલ્લામાં 45થી 60 વર્ષ સુધીના 93,016 લોકોએ પ્રથમ ડોઝ તો 60 વર્ષ કે તેથી વધુ ઉંમરના 98,072 લોકોએ પ્રથમ ડોઝ એમ કુલ 1,91,088 લોકોએ કોરોના રસી લીધી છે. આવા જાગૃત નાગરિકોએ પોતાની જાતને તો સુરક્ષિત કરી જ છે. આ ઉપારાંત પોતાના કુટુંબને પણ સંક્રમણથી બચાવ્યું છે.

આ પણ વાંચોઃપાટણના વેપારીઓએ કોરોના પ્રતિરોધક રસી લીધી

જેતપુરમાં આગામી સમયમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરાશે

જેતપુરમાં રાજ્યના કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં જણાવ્યું હતું કે, આગામી સમયમાં જેતપુરમાં કોવિડ કેર હોસ્પિટલ યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવશે. આ સાથે જ જ્યારે શહેરના વેપારી મંડળ સાથે બેઠકના અંતે શહેરના વેપાર-ધંધા સોમથી શુક્રવાર સુધી સવારના 8થી 2 વાગ્યા સુધી અને શનિ-રવિવારે સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય વેપારી મંડળ દ્વારા લેવામાં આવ્યો હતો. આ અંગેની જાણ અન્ય વેપારી મંડળોને કરી દેવામાં આવી હતી. જ્યારે જેતપુર માર્કેટિંગ યાર્ડના વેપારી એસોસિએશન દ્વારા 17થી 25 એપ્રિલ સુધી યાર્ડ બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો. યાર્ડમાં નવ દિવસ સુધી હરાજી જ બંધ રહેવાની હોવાથી કોઈ ખેડૂતો પોતાની જણશી લઈ યાર્ડ ન આવવા અપીલ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details