ગુજરાત

gujarat

રાજકોટમાં ભારે વરસાદને પગલે 200 અબજની મિલકતનું રેકર્ડ પલળી ગયા

By

Published : Jul 28, 2021, 1:23 PM IST

રાજકોટ શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ ભારે નુકસાન થયું છે. ભારે વરસાદને પગલે રાજકોટમાં આવેલી જૂની કલેક્ટર કચેરીની જર્જરીત બિલ્ડીંગમાં પાણા ભરાતા ઈ-ધરા કેન્દ્રની અંદર રાખવામાં આવેલા અબજોનું મિલ્કતોનું રેકર્ડ પાણીમાં પલળી ગયાનું બહાર આવતા સન્નાટો પ્રસરી ગયો હતો.

રાજકોટમાં ભારે વરસાદને પગલે 200 અબજની મિલકતનું રેકર્ડ પલળી ગયા
રાજકોટમાં ભારે વરસાદને પગલે 200 અબજની મિલકતનું રેકર્ડ પલળી ગયા

  • રાજકોટ જૂની કલેક્ટર કચેરીની જર્જરીત બિલ્ડીંગ પાણી પાણી
  • વરસાદને પગલે કેટલીક જગ્યાએ ભારે નુકસાન થયું
  • કર્મચારીઓએ સ્વખર્ચે સમારકામ કરાવ્યું

રાજકોટ: શહેર અને જિલ્લામાં ભારે વરસાદને પગલે કેટલીક જગ્યાએ ભારે નુકસાન થયું છે. જ્યારે આ ભારે વરસાદને પગલે રાજકોટ જૂની કલેક્ટર કચેરીની જર્જરીત બિલ્ડીંગ ઈ-ધરા કેન્દ્રની અંદર રાખવામાં આવેલા અબજોનું મિલ્કતોનું રેકર્ડ પાણીમાં પલળી ગયાનું બહાર આવતા સન્નાટો પ્રસરી ગયો છે. જ્યારે આ મામલે અરજદારો-વકીલોમાં પણ હાહાકાર મચી ગયો છે. જ્યારે નવા ભળેલા વિસ્તારો તેમજ અજકોતની આસપાસના અનેક ગામોમાં આવેલા જમીન નોંધણી સહિતના દસ્તાવેજ વરસાદી પાણીમાં પલડી ગયા છે.

અહીં થાય છે 100થી વધુ ગામોની કામગીરી

રાજકોટ તાલુકા મામલતદાર કચેરીના ઈ-ધરા કેન્દ્રમાં 100થી વધુ ગામોની કામગીરી થાય છે. જ્યારે તાજેતરના 2 દિવસના વરસાદમાં આ કેન્દ્રમાં ચારેબાજુથી વરસાદનું પાણી ટપકવા માંડતા અહીં કામ કરતા કર્મચારીઓ રજાના દિવસે પણ દોડી આવ્યા હતા. જ્યારે વરસાદના કારણે અહીં રાખવામાં આવેલા મહત્વના દસ્તાવેજોને ભરવા નુકસાન થયું છે. પ્રાથમિક માહિતીમાં એવું પણ સામે આવ્યું રહ્યું છે કે, રાજકોટના માધાપરનું રૂપિયા 200 અબજની મિલકતનું રેકર્ડ પલળી ગયુ છે. જેના કારણે આ ચર્ચાનો વિષય બન્યો છે.

આ પણ વાંચો:Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી

રાજવી પરિવારના કેસનો દસ્તાવેજ પણ પલળી ગયો

કચેરીમાં ભારે વરસાદના કારણે મહત્વના માનવામાં દસ્તાવેજ પલળી ગયા છે. જેના કારણે હાલ જે પણ કેસ કોર્ટમાં શરૂ છે. તેને પણ ભવિષ્યમાં ગંભીર અસર થવાની શક્યઓ સેવાઇ રહી છે. જ્યારે રાજકોટના રાજવી માંધાતાસિંહવાળો જે કેસ સીટી પ્રાંત-2 સમક્ષ ચાલે છે. તેનું રોકર્ડ પણ પલળી ગયાનું બહાર આવ્યુ છે. આ ઈ-ધરા કેન્દ્રમાં દર મહિને 800થી 1000 નોંધ પડે છે. તેમજ રોજના 50થી 60 વકિલ સહિત 100થી 200 મુલાકાતીઓ આવે છે.

તાજેતરમાં જ ઈ-ધરાના સ્ટાફે પોતે રૂપિયા 10થી 12

હજારનો ખર્ચ કરી રીપેર કરાવ્યું પરંતુ ફરી પાછુ એ જ સ્થિતિ ઉદ્ભવી છે. તાલુકા મામલતદારે ઈ-ધરા કેન્દ્રમાં પતરા નાંખવાની દરખાસ્ત કરી છે. હાલ ઉપર તાલપત્રી નખાઈ છે પરંતુ એનાથી કોઈ ફેર પડયો નથી. જ્યારે નળીયા તૂટી ગયા હોય, પાણી સતત ટપકયા રાખે છે, એટલું જ નહિ કોઈ કોઈ વાર રાત્રે ઝેરી સાપ, જીવજંતુ
નીકળતા હોવાનું બહાર આવ્યુ છે. જેને લઈને આગામી દિવસોમાં કલેક્ટર, એડી. કલેકટર દ્વારા તાકિદે પગલા લેવાય તેવી માંગણી ઉઠી છે.

ABOUT THE AUTHOR

...view details