ગુજરાત

gujarat

કોંગ્રેસ પ્રમુખનો વળતો પ્રહાર : હાર્દિકભાઈ ભાજપની ચિઠ્ઠી વાંચી ગયા, જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે

By

Published : May 19, 2022, 4:54 PM IST

અમદાવાદમાં હાર્દિક પટેલે જાહેર માધ્યમો સમક્ષ કોંગ્રેસની જાતિવાદી માનસિકતા પર (Allegations of Hardik Patel) પ્રહાર કર્યાં છે. ત્યારે રાજકોટમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor) હાર્દિક ભાજપના કહેલા બોલ બોલતા હોવાનું જણાવી વળતો શબ્દ પ્રહાર કર્યો છે.

કોંગ્રેસ પ્રમુખનો વળતો પ્રહાર : હાર્દિકભાઈ ભાજપની ચિઠ્ઠી વાંચી ગયા, જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે
કોંગ્રેસ પ્રમુખનો વળતો પ્રહાર : હાર્દિકભાઈ ભાજપની ચિઠ્ઠી વાંચી ગયા, જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે

રાજકોટ- કોંગ્રેસ છોડ્યા પછી હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કોંગ્રેસ પર ગંભીર આક્ષેપો(Allegations of Hardik Patel) લગાવ્યા છે. આ મામલે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે (Gujarat Congress President Jagdish Thakor) વળતો પ્રહાર કરતા રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે તીખા કટાક્ષ કરતા કહ્યું હતું કે,'હાર્દિકભાઈ ભાજપની પ્રેસનોટ વાંચી ગયા છે. હવે જેને જનરલ ડાયર કહેતા તેને હવે ઈશ્વર કહેશે.

રાજકોટમાં સર્કિટ હાઉસ ખાતે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરે ખુલાસા કર્યા

કોંગ્રેસે સ્ટાર પ્રચારક બનાવ્યાં-વધુમાં તેમણે (Jagdish Thakor Statement ) જણાવ્યું હતું કે, કોંગ્રેસને હાર્દિક પટેલ (Hardik Patel) અને ભાજપ અંગેની પૂરી જાણકારી હતી. હાર્દિક પટેલનો પત્ર કમલમમાં લખાયો હતો. હાર્દિક પટેલનો કોંગ્રેસ છોડવાનો મુદ્દો એ હતો કે તેમના પર કેસ ચાલતો હતો. જેલમાં ન જાય તેના માટે તેમણે પ્રયાસો કર્યા. તેમણે વધુમાં (Gujarat Congress President Jagdish Thakor) જણાવ્યું કે કોંગ્રેસે હાર્દિક પટેલને હેલિકોપ્ટર, પ્લેન આપવા સહિતની વ્યવસ્થા કરી આપી હતી. તેમને પાંચ રાજ્યોમાં સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા હતાં.

આ પણ વાંચોઃ હવે શું છે હાર્દિક પટેલનો પ્લાન 'B'

રાજદ્રોહનો કેસ યાદ કરાવ્યો -વધુમાં તેમણે (Gujarat Congress President Jagdish Thakor) જણાવ્યું હતું કે, હાર્દિક પટેલસમાજનો સારો ચહેરો બન્યો હતો. પણ હાર્દિકનો મૂળ મુદ્દો એ હતો તેની સામે રાજદ્રોહને કેસ ચાલતા હતાં. પોતે જેલમાં ન જાય તે માટે હાર્દિકના પ્રયાસો હતાં. હવે હાર્દિક બધાને ફોન કરીને કહે છે કે તમે પણ મારી સાથે કોંગ્રેસ છોડો. બાકી હાર્દિકના મોઢામાં શબ્દો મુકવામાં આવ્યા છે. કમલમમાંથી તમામ ભાષા આવી રહી છે.

આ પણ વાંચોઃ નરેશ પટેલને પાર્ટીમાં સામેલ કરી કૉંગ્રેસ રમશે 'પાટીદાર કાર્ડ'...

હાર્દિકના આક્ષેપ-સામે પક્ષે અમદાવાદમાં હાર્દિક પટેલે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જ્યાં તેમણે જણાવ્યું (Allegations of Hardik Patel) હતું કે, કોંગ્રેસમાં મને કોઈ જવાબદારી સોંપાઈ નથી. આજે હું ખુલ્લા મનથી ચર્ચા કરવા આવ્યો છું. લોકો માટે નિષ્ઠાપૂર્વક આંદોલન કર્યું છે. કોંગ્રેસમાં સૌથી મોટી જાતિવાદની રાજનીતિ છે. અમારા આંદોલનથી ઘણાને ફાયદો થયો છે. કોંગ્રેસ માત્ર લોકોનો દુરુપયોગ કરીને તેમને ફેંકી દેવાની જ નીતિ અપનાવે છે. નરહરિ અમીન, ચીમનભાઈ પટેલને કોંગ્રેસમાં હટાવી દેવાયા છે. જ્યારે જ્યારે કોંગ્રેસમાં સાચી વાત કરવામાં આવી ત્યારે કેટલાક લોકો દ્વારા બદનામ કરવાનું કામ કરવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details