ગુજરાત

gujarat

રાજકોટમાં પ્રાચીનકાળના સોનાના દાગીના બતાવી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી

By

Published : Jun 10, 2021, 11:59 AM IST

રાજકોટમાં મકાનના પાયા ખોદતી વખતે પ્રાચીનકાળના સોનાની માળા છે એવી વાત કરી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી કરી હતી. મકાનનું ખોદકામ કરતા સોનાનો ખજાનો મળેલો છે જે વેચવો છે તેમ કહી સોનાનું અસલ સેમ્પલ આપી સોનાનો મોટો જથ્થો વેચવાનું નકકી કરીને ડુપ્લીકેટ સોનાના દાગીના વેચાણ આપી મોટી રકમની છેંતરપીંડી કરતા શખ્સને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે.

રાજકોટમાં પ્રાચીનકાળના સોનાના દાગીના બતાવી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી
રાજકોટમાં પ્રાચીનકાળના સોનાના દાગીના બતાવી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી

  • રાજકોટમાં મકાનના પાયા ખોદતી વખતે પ્રાચીનકાળના સોનાના દાગીના મળી આવ્યા
  • વેપારી સાથે 12 લાખની છેતરપિંડી કરી
  • સોનાનો મોટો જથ્થો વેચવાનું નકકી કરી ડુપ્લીકેટ સોનાના દાગીના આપી છેંતરપીંડી

રાજકોટ:મકાનના પાયા ખોદતી વખતે પ્રાચીનકાળના સોનાની માળા છે એવી વાત કરી વેપારી સાથે 12 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. મકાનનું ખોદકામ કરતા સોનાનો ખજાનો મળેલો છે જે વેચવો છે તેમ કહી સોનાનું અસલ સેમ્પલ આપી સોનાનો મોટો જથ્થો વેચવાનું નકકી કરીને ડુપ્લીકેટ સોનાના દાગીના વેચાણ આપી મોટી રકમની છેંતરપીંડી કરતા શખ્સને રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ત્યારે B ડિવીઝન પોલીસે ગુનો નોંધી તેની પાસેથી સોના જેવી ધાતુની માળાનો ઝૂમખા કબજે કરાયો છે. રાજકોટના યુવાનને પણ છેતરપીંડીનો ભોગ બન્યો તેવી ઘટના સામે આવી હતી.

આ પણ વાંચો:STFએ એક કા ડબલ કૌભાંડનો કર્યો પર્દાફાશ, 250 કરોડ રૂપિયાની સાઈબર છેતરપિંડી પકડાઈ

રાજકોટમાં ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા

રાજકોટમાં મકાનમાં પાયા ખોદકામની મજૂરી કામ કરૂ છું અને અમારા શેઠ અમને હેરાન કરે છે. ખોદકામ દરમિયાન મને હાથીનો શણગાર વાળી એન્ટીક વસ્તુ મળેલી છે. જે મારે વેચી નાખવી છે કહી રાજકોટમાં ઘણા લોકોને શિકાર બનાવ્યા હતા. જ્યારે આરોપીએ ઘણા લોકોની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી હતી. ભાવેશભાઇ ઘિરજલાલની ફરિયાદ પરથી દિલીપ મારવાડી, અર્જુન પનાભાઇ મારવાડી અને દિલીપ મારવાડીની માતા તથા અજાણ્ય શખ્સ સામે છેતરપિંડીનો ગુનો નોંધી અર્જુનને સકંજામાં લીધો છે.

આ પણ વાંચો:દક્ષિણ આફ્રિકામાં મહાત્મા ગાંધીજીની પપૌત્રીને 62 લાખ રૂપિયાની છેતરપિંડી મામલે 7 વર્ષની જેલ

આરોપી અગાવ પણ મોરબીમાં મોબાઈલ ની ચોરીમાં ગુનામાં પકડાયેલો છે

ACP એસ. આર. ટંડેલે મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, રાજકોટના યુવાનને પણ છેતરપીંડીનો ભોગ બનાવ્યા હોવાની ઘટના સામે આવી હતી. અર્જુન પનાભાઇ સોલંકીને પકડી ઝડપી પાડ્યો હતો. પકડાયેલા આરોપીએ અન્ય એક યુવાન રાજકોટ રહેતાં અશ્વિનભાઇ પ્રવિણભાઇ ભાટીને પણ સોનાનું મોતી વેંચવાના નામે વિશ્વાસમાં લઇ છેતરપીંડી કર્યાનું ખુલ્યું છે. જ્યારે આરોપી અગાવ પણ મોરબીમાં મોબાઈલની ચોરીમાં ગુનામાં પકડાયેલો છે.

ABOUT THE AUTHOR

...view details