ગુજરાત

gujarat

વિજય રૂપાણીએ ચણાકામાં તેમના કુળદેવીના દર્શન કરી સામાન્ય ચૂંટણીમાં ભાજપના સારા દેખાવની કરી પ્રાર્થના

By

Published : Sep 23, 2021, 10:39 PM IST

Vijay Rupani in Chanaka
Vijay Rupani in Chanaka ()

મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપ્યા બાદ ગુરુવારે પ્રથમ વખત પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી તેમના ધર્મપત્ની સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં આવેલા તેમના કુળદેવી માતાના દર્શન માટે પધાર્યા હતા. તેમણે આગામી સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના સારા પ્રદર્શનની કુળદેવી સમક્ષ પ્રાર્થના પણ કરી હતી.

  • મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ વિજય રૂપાણી પ્રથમ વખત જૂનાગઢની મુલાકાતે
  • ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં રૂપાણી પરિવારના કુળદેવીના કર્યા દર્શન
  • વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના સારા પ્રદર્શનની કુળદેવી સમક્ષ કરી પ્રાર્થના

જૂનાગઢ: પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગુરુવારે તેમના ધર્મપત્ની અંજલી સાથે જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામમાં આવેલા રૂપાણી પરિવારના કુળદેવીના દર્શનાર્થે પધાર્યા હતા. મુખ્યપ્રધાન પદ છોડ્યા બાદ વિજય રૂપાણીની આ પ્રથમ જૂનાગઢ મુલાકાત હતી. પોતાના વતન ચણાકામાં આવતા ગામ લોકોએ રૂપાણી દંપતીનું ભારે ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું અને રૂપાણી દંપતી સાથે કુળદેવીના દર્શન માટે પણ સાથે જોડાયા હતા. રૂપાણી દંપતીએ તેમના કુળદેવી સમક ધ્યાનમગ્ન બનીને તેની પૂજા કરી હતી.

વિજય રૂપાણીએ ચણાકામાં તેમના કુળદેવીના દર્શન કરી સામાન્ય ચૂંટણીમાં ભાજપના સારા દેખાવની કરી પ્રાર્થના

આ પણ વાંચો: વિજય રૂપાણીએ નીતિન પટેલ અને નારણ કાછડીયા વચ્ચેના વિવાદની ઘટનાનને ગણાવી દુર્ભાગ્યપૂર્ણ

સામાન્ય ચૂંટણીમાં ભાજપના યશસ્વી પ્રદર્શન માટે કરી વિશેષ પ્રાર્થના

વર્ષ 2022 માં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આવી રહી છે. જૂનાગઢના ચણાકામાં ખાસ દર્શન માટે આવેલા પૂર્વ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીએ તેમના કુળદેવી સમક્ષ આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં ભાજપના યશસ્વી પ્રદર્શન થાય અને રાજ્યમાં ફરી એક વખત ભાજપની સરકારનું પુનઃ સ્થાપન થાય તે માટે કુળદેવીની વિશેષ પૂજા અને પ્રાર્થના કરી હતી. વિજય રૂપાણીની આજની મુલાકાત દરમિયાન તેમની સાથે તેમના ધર્મપત્ની અંજલી રૂપાણી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ સહિત ભેસાણ તાલુકાના ભાજપના અગ્રણી કાર્યકરો પણ જોડાયા હતા.

આ પણ વાંચો: વિજય રૂપાણી-નીતિન પટેલના નેતૃત્વમાં ચૂંટણી લડવાની વાત કરતું હતું ભાજપ, 27 દિવસમાં જ બદલાઈ ગયો આખો પ્લાન

ABOUT THE AUTHOR

...view details