ગુજરાત

gujarat

રાજકોટ મનપાની ચૂંટણી, માલધારી સમાજને ભાજપમાંથી ટીકીટ ફાળવવાની માંગ

By

Published : Jan 30, 2021, 7:55 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ જોરશોરથી તૈયારી ચાલી રહી છે. રાજકોટ મનપા ચૂંટણી માટે માલધારી સમાજ દ્વારા ભાજપમાંતી ટિકિ ટની માગ કરવામાં આવી છે.

ds
ds

  • રાજકોટ મનપાની ચૂંટણીમાં ટિકિટ આપવાની પ્રક્રિયા શરૂ
  • માલધારી સમાજને ભાજપમાંથી ટીકીટ ફાળવવાની માગ
  • રાજકોટમાં માલધારી સમાજે કરી માગ

રાજકોટઃ આગામી દિવસોમાં રાજકોટમાં મહાનગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે. ત્યારે તમામ પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટએ સૌરાષ્ટ્રના પાટનગર સાથે મુખ્યપ્રધાન રૂપાણીનું પણ હોમટાઉન છે. જેને લઈને તમામ પક્ષોની નજર રાજકોટ પર જોવા મળી રહી છે. એવામાં અલગ અલગ સમાજ દ્વારા પોતાના વિસ્તારમાં પોતાના જ સમાજના લોકોને ટિકિક આપવાની માગણીઓ કરતા જોવા મળી રહ્યા છે. રાજકોટમાં માલધારી સમાજને ભાજપમાંથી ટિકિટ આપવાની માંગ કરવામાં આવી છે.

છેલ્લા 20 વર્ષથી માલધાર સમાજની માંગ

રાજકોટ શહેરના વોર્ડ નંબર 13માં મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકો વસવાટ કરી રહ્યા છે. ત્યારે હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા માલધારી સમાજ દ્વારા પોતાના સમાજના આગેવાનોને ચૂંટણી લડવા માટેની ટિકિટ આપે તેવી પ્રબળ માંગ ઉઠી છે. મુખ્યત્વે ભાજપ પક્ષ દ્વારા સમાજના આગેવાનોને ટિકિટ ફળવામાં આવે તે માટેની સમાજ દ્વારા માંગ કરવામાં આવી રહી છે. વોર્ડ નંબર 13માં અંદાજીત 5 હજારથી વધુ માલધારી સમાજના મતદારો પણ છે.

માલધારી સમાજને ભાજપમાંથી ટીકીટ ફાળવવાની માંગ
5 જેટલા લોકોએ નોંધાવી દાવેદારીવોર્ડ નંબર 13માં ભાજપમાં 5 જેટલા માલધારી સમાજના આગેવાનો દ્વારા દાવેદારી નોંધવામાં આવી છે. જેને લઈને વિસ્તારમાં ખોડિયારનગર ખાતે આવેલા રામદેવ ગૌશાળા ખાતે સમાજના અગેવાનોની બેઠક યોજાઈ હતી અને ભાજપમાંથી માલધારી સમાજના અગેવાનને ટિકિટ મળે તેવી માંગ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 વર્ષથી માલધારી સમાજ દ્વારા ટિકિટની માંગણી કરવામાં આવી રહી છે. ત્યારે ચૂંટણી આવતા ફરી માંગ પ્રબળ બની છે.

ABOUT THE AUTHOR

...view details