ગુજરાત

gujarat

કોરોના ઇફેક્ટઃ રાજકોટ પોલીસે 60થી વધુ સોશિયલ એકાઉન્ટ બંધ કરાવ્યાં

By

Published : May 15, 2020, 4:13 PM IST

કોરોના મહામારીએ લોકોની જીવનશૈલી અને સમજ પર પણ ખાસ અસર પાડી છે. હાલમાં લૉકડાઉનને લઇને પ્રત્યક્ષ સંપર્કને બદલે ઓનલાઈન સંપર્ક અને વ્યવહારો ચાલી રહ્યાં છે ત્યારે અમુક તત્વો એવા પણ છે જેઓ પરિસ્થિતિનો ગેરલાભ લેવાની કોશિશ કરી રહ્યાં છે. સોશિઅલ મીડિયાની વ્યાપકતાને જોતાં રાજકોટ પોલિસે એવા તત્ત્વો સામે કારવાઈ કરીને ગુનેગારોને નશ્યત કરી છે.

કોરોના ઇફેક્ટઃ રાજકોટ પોલીસે 60થી વધુ સોશિયલ એકાઉન્ટ બંધ કરાવ્યાં
કોરોના ઇફેક્ટઃ રાજકોટ પોલીસે 60થી વધુ સોશિયલ એકાઉન્ટ બંધ કરાવ્યાં

રાજકોટ: કોરોના વાઇરસના કેરના કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ત્યારે લૉક ડાઉન હોવાના કારણે મોટાભાગના લોકો પોતાના ઘરમાં જ સમય પસાર કરી રહ્યાં છે. જે દરમિયાન રાજકોટમાં સાયબર ક્રાઈમના ACPસાથે ઈટીવી દ્વારા વાતચીત કરવામાં આવી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજકોટમાં લૉક ડાઉન સમયે સાયબરક્રાઇમના ચાર ગુના સામે આવ્યાં છે. જ્યારે લૉકડાઉન સમયે ફેસબૂક, ટ્વીટર, વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાના 60 કરતાં વધુ ફેક એકાઉન્ટ છે તેને બંધ કરવામાં આવ્યાં છે.

કોરોના ઇફેક્ટઃ રાજકોટ પોલીસે 60થી વધુ સોશિયલ એકાઉન્ટ બંધ કરાવ્યાં

રાજકોટ શહેરમાં લૉકડાઉનમાં કોરોનાને લઈને ફેક ન્યૂઝ કે અફવાઓ વાઇરલ ન થાય તે માટે આ પ્રકારના એકાઉન્ટને બંધ કરવામાં આવ્યાં છે. જ્યારે રાજકોટમાં નાણાકીય છેતરપિંડી અંગેની અરજીઓમાં સાયબર ક્રાઈમ દ્વારા 70 જેટલાં અજદારોના નાણાં રિકવર કરીને અંદાજીત રૂ.26 લાખ કરતાં વધારે રકમ પરત કરવામાં આવી છે. આ સાથે જ રાજકોટ સાયબર સેલ દ્વારા 400 કરતા વધારે ચોરાઉ અને ગુમ થયેલ મોબાઈલ શોધી કાઢવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે રાજકોટમાં અત્યાર સુધીમાં કોરોનાના 80 જેટલા પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જેમાંથી રાજકોટ શહેરના 74 અને રાજકોટ ગ્રામ્યના 6 પોઝિટિવ કેસ છે.

આ પોઝિટિવ કેસમાંથી અત્યાર સુધીમાં બે કોરોનાના દર્દીના મોત થયાં છે. જ્યારે રાજકોટના કોરોના હોટસ્પોટ એવા જંગલેશ્વર વિસ્તારમાં જ 50થી વધુ કોરોનાના પોઝિટિવ કેસ જોવા મળ્યાં છે. રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો ન થયો હોવા પાછળ પોલીસતંત્રની જબરદસ્ત કામગીરી સામે આવી છે. જેમાં પોલીસ દ્વારા દરરોજ કડક બંદોબસ્ત ગોઠવીને લોકોને લૉકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે. આ સાથે જ ડ્રોન કેમેરા દ્વારા સતત અલગ અલગ સોસાયટી પર પણ નજર રાખવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details