ગુજરાત

gujarat

રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક બાદ સર્જાયો વિવાદ, જિલ્લાના રાજકારણમાં ગરમાવો

By

Published : Jun 2, 2021, 9:26 AM IST

કોટડા સાંગાણી તાલુકાના શૈલેષ વઘાસિયાને રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે નિમણુંક કરતા વિવાદ સર્જાયો છે. જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હારેલા ઉમેદવારની પસંદગી કરવામાં આવતા અચાનક સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. ગત શુક્રવારે આ પદ માટે તેમને નિમણુંક આપવામાં આવી હતી. શનિવારે આ નિમણુંકને રદ કરવામાં આવી છે. જોકે અચાનક તાલુકા પ્રમુખની નિમણૂક કર્યા બાદ તેને ફરી રદ કરવામાં આવતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

શૈલેષ વઘાસિયા
શૈલેષ વઘાસિયા

  • રાજકોટ તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક બાદ સર્જાયો વિવાદ
  • તાલુકા ભાજપ પ્રમુખની નિમણુંક બાદ રદ કરતા થયો વિવાદ
  • જિલ્લા પંચાયતની બેઠક પર હારેલા ઉમેદવારને પ્રમુખ બનાવતા વિવાદ

રાજકોટઃ જિલ્લા ભાજપ દ્વારા કોટડા સાંગાણી તાલુકા ભાજપના પ્રમુખની નિમણૂક બાદ તાત્કાલિક ફરી વખત નિમણૂક રદ કરી છે. જોકે આ તાલુકા ભાજપના પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી તેઓ અગાઉ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં હાર્યા હોવાના કારણે વિવાદ સર્જાયો હતો. જે અંગેની જાણ ભાજપ હાઈકમાન્ડને થતા તાત્કાલિક ફરી નિમણૂક રદ કરવામાં આવી હતી. ભાજપ દ્વારા રાતોરાત તાલુકા ભાજપ પ્રમુખની નિમણૂંકને રદ કરવામાં આવતા રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં રાજકારણ જબરુ ગરમાયું છે. જ્યારે જિલ્લા ભાજપને પ્રદેશ હાઇકમાન્ડનો ઠપકો પણ મળ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચોઃરાજકોટ મનપાના વિપક્ષી નેતાએ પદગ્રહણ કર્યું, લોકો માટે કામ કરવાની ભાવના

જિલ્લા પંચાયતની બેઠક પર હારેલા ઉમેદવારને પ્રમુખ બનાવતા વિવાદ

તાજેતરમાં જ રાજકોટ જિલ્લા પંચાયતની ચૂટણી યોજાઈ હતી. જેમાં કોટડા સાંગાણી બેઠક પરથી ભાજપના ઉમેદવાર શૈલેષ વઘાસીયાની હાર થઇ હતી, પરંતુ ભાજપ હાઈ કમાન્ડે ઘડેલા નિયમોનું ઉલ્લંઘન કરીને જિલ્લા ભાજપ દ્વારા શૈલેષ વઘાસિયાને કોટડા સાંગાણી તાલુકાના ભાજપ પ્રમુખ બનાવવામાં આવતા અચાનક સ્થાનિક નેતાઓમાં રોષ જોવા મળ્યો હતો. તેમજ ચૂંટણી હારેલા ઉમેદવારને સંગઠનમાં હોદ્દાઓ આપવામાં આવતાં રાજકારણ ગરમાયું હતું. જેને લઇને જિલ્લા ભાજપ દ્વારા તાત્કાલિક તેમને પ્રમુખ નિમણૂકને રદ કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃરાજકોટ ભાજપના તમામ કોર્પોરેટરોએ કુલ 3.40 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી

પ્રદેશ ભાજપ દ્વારા ઠપકો આપવામાં આવ્યો

જિલ્લા ભાજપ દ્વારા અચાનક કોટડા સાંગાણી તાલુકા પ્રમુખની નિમણૂક કરવામાં આવતાં સમગ્ર મામલો ભાજપ હાઈકમાન્ડમાં પહોંચ્યો હતો. ત્યારબાદ હાઈકમાન્ડ દ્વારા રાજકોટ જિલ્લા ભાજપને આ અંગે ઠપકો પણ આપવામાં આવ્યો હતો. આ નિમણુંકને રદ કરવામાં આવી હતી. ગત શુક્રવારે આ પદ માટે તેમને નિમણુંક આપવામાં આવી હતી. શનિવારે આ નિમણુંકને રદ કરવામાં આવી છે. જોકે અચાનક તાલુકા પ્રમુખની નિમણૂક કર્યા બાદ તેને ફરી રદ કરવામાં આવતાં જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું.

ABOUT THE AUTHOR

...view details