ગુજરાત

gujarat

Gujarat Rain Update: રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી

By

Published : Jul 25, 2021, 4:34 PM IST

Updated : Jul 25, 2021, 11:30 PM IST

રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર
રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર

હવામાન વિભાગે રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજકોટ(Rajkot)માં આજે બપોરે બાર વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ આવ્યો હતો. જ્યારે ગઈકાલે પણ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

  • રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો
  • સારો વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે
  • એક દિવસમાં અંદાજીત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો
  • રાજકોટમાં ભારે વરસાદ, રસ્તાઓ પર ગોઠણ સુધીના પાણી ભરાયા

રાજકોટ: આજે બપોરે બાદ ભારે વરસાદ વરસ્યો હતો. જે દરમિયાન શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે શહેરના 150 ફૂટરિંગ રોડ પર આવેલો BRTSનો રૂટ પાણી-પાણી થયો હતો. રસ્તા પર ગોઠણ સુધીના પાણી ભરાયા હતા, જ્યારે શહેરના સ્વામિનારાયણ ચોક, રૈયા ચોકડી, મવડી ચોકડી, ગોંડલ ચોકડી, સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા, જ્યારે આજે રવિવાર હોય રાજકોટવાસીઓ વરસાદની મજા માણવા રસ્તાઓ પર ઉતરી આવ્યા હતા.

રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર, ખેડૂતો રાજી

હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની કરાઇ આગાહી

હવામાન વિભાગ (Meteorological Department)દ્વારા રાજ્યમાં કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ(Rain) ની આગાહી કરવામાં આવી છે, ત્યારે આજે બીજા દિવસે પણ રાજકોટ શહેર સહિત ગ્રામ્ય જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો. રાજકોટ(Rajkot)માં આજે બપોરે બાર વાગ્યા બાદ કેટલાક વિસ્તારોમાં ધીમીધારે તો કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ (Rain) આવ્યો હતો. જ્યારે ગઈકાલે પણ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારમાં ભારે વરસાદ જોવા મળ્યો હતો.

રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર

આ પણ વાંચો-Rain Forecast: ગુજરાતમાં 10 જુલાઈથી વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાતમાં પડશે ભારે વરસાદ

સારો વરસાદ આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો

છેલ્લા કેટલાક દિવસોથી ચોમાસુ બેસી ગયું હોવા છતાં વરસાદ ન આવતા લોકો અને ખેડૂતો ચિંતામાં મુકાયા હતા, ત્યારે બે દિવસથી શહેર અને જિલ્લામાં સારો વરસાદ આવતા લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર

સતત બીજા દિવસે પણ સારો વરસાદ

રાજકોટ(Rajkot)માં ગઈકાલે બપોરે વરસાદ(Rain) શરૂ થયો હતો. જે રાત સુધી વરસ્યો હતો, જ્યારે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ઓન જોવા મળ્યો હતો. એવામાં ગઈકાલે રાજકોટમાં એક દિવસમાં અંદાજીત 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો, ત્યારે આજે પણ રાજકોટ(Rajkot)માં બપોર બાદ સારો વરસાદ જોવા મળી રહ્યો છે.

વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતોમાં જોવા મળ્યો રાજીપો

સતત બે દિવસથી રાજકોટ(Rajkot) શહેર અને જિલ્લામાં વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જ્યારે વાવણી બાદ સારો વરસાદ થતાં ખેડૂતો પણ રાજી જોવા મળી રહ્યા છે. ચોમાસુ શરૂ થયા બાદ લાંબા સમય પછી રાજકોટ(Rajkot)માં વરસાદી માહોલ જામ્યો છે.

રાજકોટ સહિત જિલ્લામાં બીજા દિવસે પણ મેઘમહેર

આ પણ વાંચો-ઉત્તર ભારતમાં ભારે વરસાદની શક્યતા, મહારાષ્ટ્ર-ગોવામાં ચોમાસું નબળું રહેશે

ભારે વરસાદના કારણે મનપાની પોલ ખુલી

રાજકોટ મહાનગરપાલિકા (Rajkot Municipal Corporation)દ્વારા દર વર્ષે ચોમાસા અગાઉ પ્રીમોન્સૂનની કામગીરી કરવામાં આવતી હોવાના દાવા કરવામાં આવે છે, ત્યારે શહેરમાં ભારે વરસાદ આવતા કેટલીક જગ્યાએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેર-ઠેર પાણી ભરાઈ ગયા હતા. જ્યારે મોટાભાગના અન્ડર બ્રિજમાં પણ આવી જ પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે મનપાની આ પ્રીમોન્સૂન કામગીરીની ભોગ સ્થાનિકો બન્યા હોય તેવું લાગી રહ્યું છે.

Last Updated :Jul 25, 2021, 11:30 PM IST

ABOUT THE AUTHOR

...view details