ગુજરાત

gujarat

ગાંધી જયંતીએ મુખ્યપ્રધાને રાજકોટ ગાંધી મ્યુઝિયમ ખાતે વિશેષ પોસ્ટલ કવર સ્ટેમ્પનું ઈ-અનાવરણ કર્યું

By

Published : Oct 2, 2020, 9:50 PM IST

મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધી જયંતીના અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ગાંધી મ્યુઝિયમના વિશેષ કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું ઈ-અનાવરણ કર્યું છે.

e-launching
e-launching

રાજકોટ: મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગાંધી જયંતીના અવસરે ભારતીય ટપાલ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ગાંધી મ્યુઝિયમના વિશેષ કવર અને પોસ્ટલ સ્ટેમ્પનું ઈ-અનાવરણ કર્યું છે. મુખ્યપ્રધાને વિશેષ પોસ્ટલ કવર સ્ટેમ્પ નું ઈ-અનાવરણ કરતાં મત વ્યક્ત કર્યો કે, વિશ્વ સમક્ષ ગાંધી શાશ્વત મૂલ્યો સાથે રાજકોટ અને ગાંધીજીના સંબંધોને આ કવર વધુ ઉજાગર કરશે.

વિજય રૂપાણીએ આ સંદર્ભમાં કહ્યું કે મહાત્મા ગાંધીએ રાજકોટમાં જે સ્થળે અભ્યાસ કર્યો હતો, તે આલ્ફ્રેડ હાઈસ્કૂલની જર્જરીત હાલતમાંથી હવે આપણે ગાંધી મ્યુઝિયમ તરીકે તેને વિશ્વકક્ષાના સ્મૃતિ મંદિર તરીકે પ્રસ્થાપિત કર્યું છે.

મુખ્યપ્રધાને વધુમાં જણાવ્યું કે, મહાત્મા ગાંધી સ્વચ્છતા, ગ્રામોત્થાન, મહિલા સશક્તિકરણ, અસ્પૃશ્યતા નિવારણ જેવા સિદ્ધાંતોથી આત્મનિર્ભરતાના હિમાયતી રહેલા હતા.

દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાંધી વિચારોને અનુસરતા જનધન, કન્યા કેળવણી, નલ સે જલ જેવા અનેક પ્રભાવી કાર્યક્રમો અને યોજનાઓથી આત્મનિર્ભર ભારત બનાવવા કૃત સંકલ્પ છે.

વધુમાં સીએમ રુપાણીએ રાજકોટ મહાનગરપાલિકા અને રાજકોટના નાગરિકોને અનુરોધ કર્યો કે, નવા રંગ રૂપથી આકાર પામેલું ગાંધી મ્યુઝિયમ નવી પેઢીમાં ગાંધી વિચાર-આચાર પ્રસરાવતું રહે, તેમજ લોકો તે મ્યુઝિયમ જોવા આવે અને તેની જાળવણી સુવ્યવસ્થિત થાય અને આ સ્થાન ચિરંજીવ સ્મૃતિ રૂપ બને તેની કાળજી લેવી. આ સાથે જ સ્પેશિયલ પોસ્ટલ કવર અને સ્ટેમ્પ રિલીઝ માટે ઈન્ડિયન પોસ્ટ ડિપાર્ટમેન્ટને અભિનંદન પાઠવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કાર્યક્રમ દરમિયાન રાજકોટના મેયર સહિત પદાધિકારીઓ રાજકોટ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details