ગુજરાત

gujarat

રાજકોટમાં બે પુત્રી પર સાવકા પિતાએ ત્રણ વર્ષમાં અનેક વખત ગુજાર્યુ દુષ્કર્મ

By

Published : May 31, 2021, 3:17 PM IST

હેવાનિયતની હદ વટાવતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો હતો. નરાધમ પિતાએ બે દીકરીને તેની હવસનો શિકાર બનાવ્યો હતો. નરાધમ તેની સાવકી યુવાન પુત્રી પર ત્રણ વર્ષથી બળજબરી કરતો હતો.

રાજકોટમાં બે પુત્રી પર સાવકા પિતાએ ત્રણ વર્ષમાં અનેક વખત ગુજાર્યુ દુષ્કર્મ
રાજકોટમાં બે પુત્રી પર સાવકા પિતાએ ત્રણ વર્ષમાં અનેક વખત ગુજાર્યુ દુષ્કર્મ

  • રાજકોટને શર્મસાર કરે તેવી ઘટના આવી સામે
  • બે પુત્રી પર પિતાએ અનેક વખત આચર્યુ દુષ્કર્મ
  • બે યુવતીએ પિતા સમક્ષ નોંધાવી ફરિયાદ

રાજકોટ: કળિયુગમાં ન થાય એટલું ઓછુ. શહેરમાં બે પુત્રી પર પિતાએ છેલ્લાં ત્રણ વર્ષમાં અનેક વખત દુષ્કર્મ આચર્યુ હતુ. પુખ્ત વયની બે યુવતીએ પિતા સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. 14 વર્ષની સગી બહેને એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેના પિતાનું અવસાન થતાં 14 વર્ષ પહેલાં તેની માતાએ અન્ય વ્યક્તિ સાથે લગ્ન કર્યાં હતા. બંને બહેનો તેમને પપ્પા કહીને જ બોલાવતી હતી. પરંતુ ત્રણ વર્ષ પહેલાં એક રાત્રે પિતા તેની પાસે આવ્યો હતો અને મોઢે ડૂચો દઇ તેની સાથે બળજબરી કરીને શરીર સંબંધ બાંધ્યો હતો.

આ પણ વાંચો:વડોદરામાં લગ્નના વરઘોડા દરમિયાન સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ, વધુ 2 આરોપીઓ ઝડપાયા

પિતાએ બે દીકરીને તેના હવસનો શિકાર બનાવ્યો હતો

હેવાનિયતની હદ વટાવતો કિસ્સો રાજકોટમાં સામે આવ્યો હતો નરાધમ પિતાએ બે દીકરીને તેના હવસનો શિકાર બનાવ્યો હતો. છેલ્લા બે મહિનાથી સગીરા સાથે દુષ્કૃત્ય કરતો હતો. પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ નરાધમ તેની સાવકી યુવાન પુત્રી પર ત્રણ વર્ષથી બળજબરી કરતો હતો. પરંતુ તે પુત્રીને સાસરે વળાવવાનું નક્કી થતાં જ તેણે તેની નાની પુત્રી પર નજર બગાડી હતી અને બે મહિનાથી સગીરા સાથે દુષ્કૃત્ય કરતો હતો. યુવતીની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધીને આરોપીને સકંજામાં લીધો હતો અને વધુ તપાસ હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:અમદાવાદમાં પાડોશીએ કરી યુવતીની છેડતી, પોલીસે કરી ધરપકડ

ABOUT THE AUTHOR

...view details