ગુજરાત

gujarat

સમગ્ર ગુજરાતમાંથી 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા, સરકાર ઉંઘતી ઝડપાઇ

By

Published : Jan 26, 2021, 3:37 PM IST

દેશમાં કિસાન કાયદાનો વિરોધ કરતા ખેડૂતોનું પ્રદર્શન દિલ્હીમાં ચાલી રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે ગુજરાતમાંથી 600 ખેડૂતો 100 ટ્રેક્ટર સાથે પહોંચ્યા છે. ગુજરાતમાં કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો દ્વારા દિલ્હી જવા માટેની રણનીતિ બનાવામાં આવી હતી.

ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ
ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ

  • સમગ્ર ગુજરાતમાંથી 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા
  • ગુજરાત સરકાર ઉંઘતી ઝડપાઇ
  • ખેડૂતોને દિલ્હી જવા માટેની રણનીતિમાં સફળતા

રાજકોટ : દેશમાં કિસાન કાયદાનો વિરોધ કરતા ખેડૂતોનું પ્રદર્શન દિલ્હીમાં ચાલી રહ્યું છે. જેમાં ભાગ લેવા માટે રાજ્યમાંથી 600 ખેડૂતો 100 ટ્રેક્ટર સાથે પહોંચ્યા છે. ગુજરાતમાં કૃષિ કાયદાનો વિરોધ કરનારા ખેડૂતો દ્વારા દિલ્હી જવા માટેની રણનીતિ બનાવામાં આવી હતી. જેમાં ખેડૂતોને સફળ થયા હતા. જ્યારે પોલીસ દ્વારા ખેડૂત નેતાઓને નજરકેદમાં કરવામાં આવ્યા હતા, પરંતુ ખેડૂત આગેવાનો દ્વારા આ સમગ્ર મામલે બીજી ટીમ ઉભી કરવામાં આવી હતી. જે તમામ સભ્યો સહિત ગુજરાતના 600 ખેડૂતો મંગળવારે ટ્રેક્ટર રેલીમાં પહોંચ્યા હતા.

સમગ્ર ગુજરાતમાંથી 100 ટ્રેક્ટર સાથે 600 ખેડૂતો દિલ્હી પહોંચ્યા

600 ખેડૂતો 100 ટ્રેક્ટર સાથે દિલ્હી પહોંચ્યા

આ સમગ્ર મામલે કોંગ્રેસ કિસાન સેલના ચેરમેન પાલ આંબલિયા દ્વારા જણાવામાં આવ્યું હતું કે, પોલીસ ખેડૂત સંમેલનના નામે અમારા આગેવાનો પર નજર રાખીને બેઠી હતી. જેને લઈને ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિના આગેવાનો દ્વારા દિલ્હીમાં યોજાનારી ટ્રેકટર રેલીમાં ભાગ કેવા ખાતે B ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા સમગ્ર ગુજરાતમાંથી 600 જેટલા ખેડૂતોને 100 જેટલા ટ્રેકટર સાથે દિલ્હી ખાતે પહોંચાડવામાં આવ્યા છે. જ્યારે 1,200 જેટલા યુવાનો પણ આ આંદોલનના સમર્થનમાં બાઈક લઈને ગુજરાતમાંથી દિલ્હી પહોંચ્યા છે.

ખેડૂતોને દિલ્હી જવા માટેની રણનીતિમાં સફળતા

27 જાન્યુઆરીના રોજ રાજકોટમાં યોજવાનું હતું સંમેલન

કિસાન સંઘર્ષ સમિતિના અગાવેનો ગત કેટલાક દિવસોથી રાજકોટમાં છે. ત્યારે કિસાન સંઘર્ષ સમિતિ દ્વારા આગામી 27 તારીખના રોજ રાજકોટ ખાતે સંમેલન યોજવાની તૈયારીઓ શરૂ કરી હતી. જે દરમિયાન પોલીસની પણ મંજૂરી લેવામાં આવી હતી. જ્યારે આ સંમેલન માટે રાજકોટ પોલીસ દ્વારા પણ મૌખિક મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ દિલ્હી ખાતે પહોંચેલા ખેડૂત આગેવાનોને લઈને ધ્યાને આવ્યું છે કે, રાજકોટમાં કિસાન સંમેલન માત્ર પોલીસનું ધ્યાન ભટકાવવા માટેની એક રણનીતિ હતી.

ABOUT THE AUTHOR

...view details