ગુજરાત

gujarat

રાજકોટમાં કોરોના કહેર: એક સાથે 25 પોઝિટિવ કેસ આવતા તંત્ર દોડતું થયું

By

Published : Mar 21, 2021, 7:07 AM IST

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ રાજકોટમાં કોરોનામાં નોંધપાત્ર વધારો થયો છે. ત્યારે, શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં આવેલા કોપરહાઇટ્સમાં એક સાથે 9 કેસ સામે આવ્યા છે. જ્યારે, ઍપાર્ટમેન્ટમાં એક સાથે 25 કેસ આવતા આરોગ્ય તંત્ર દોડધામમાં લાગી ગયું છે.

રાજકોટમાં કોરોના કહે
રાજકોટમાં કોરોના કહે

  • સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો
  • સાધુવાસવાણી રોડ પરના કોપરહાઇટ્સમાં એક સાથે 9 કેસ સામે આવ્યા
  • 5 વિંગમાં ટેસ્ટિંગ દરમિયાન 25 કેસ સામે આવતા તંત્રની દોડધામ

રાજકોટઃરાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ કોરોનાના પોઝિટિવ કેસોમાં અચાનકથી વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, રાજકોટમાં કોરોના વકરી રહ્યો છે. શહેરના હાઈપ્રોફાઈલ વિસ્તારમાં કોરોનાનો કહેર સામે આવ્યો છે. સાધુવાસવાણી રોડ પર આવેલા કોપરહાઇટ્સમાં એક સાથે 9 કેસ સામે આવ્યા છે. જ્યારે, 5 ઍપાર્ટમેન્ટમાં એક સાથે 25 કેસ આવતા આરોગ્ય તંત્ર દોડધામમાં લાગી ગયું છે.

આ પણ વાંચો:ભાવનગરમાં કોરોનાના કેસ વધતા 5 જાહેર સ્થળે રેપીડ ટેસ્ટની કામગીરી શરૂ કરાઇ

મોટાભાગના કેસો એક જ પરિવારના

રાજકોટ શહેરમાં પણ પોઝીટીવ કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે, તંત્ર દ્વારા ટેસ્ટિંગ બુથ વધારવામાં આવ્યા હતા. જેમાં, સાધુવાશવાણી રોડ પર આવેલા કોપરહાઇટ્સમા ટેસ્ટિંગ દરમિયાન મોટાભાગના કેસ એકજ પરિવારમાંથી સામે આવ્યા હતા. જ્યારે, કોપરહાઇટ્સમા 160 ફ્લેટ સાથે 5 વિંગમાં ટેસ્ટિંગ કરતા 25 કેસ સામે આવ્યા હતા. આથી તંત્રની દોડધામ વધી ગઈ હતી.

આ પણ વાંચો:કોરોના સંક્રમણ વધતા ટ્રાફિક બ્રિગેડની 30 તાલીમાર્થી કોરોનાના ચપેટમાં

ABOUT THE AUTHOR

...view details