ગુજરાત

gujarat

કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટ જિલ્લાના 103 ગામમાં 100 ટકા વેક્સિનેશન

By

Published : Sep 11, 2021, 4:48 PM IST

દેશમાંથી હજુ કોરોનાની બીજી લગભગ સંપૂર્ણ રીતે ગઈ નથી. આગામી દિવસોમાં કોરોનાની ત્રીજી લહેર પણ ભારતમાં આવવાની વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ દ્વારા શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. ત્રીજી લહેરમાં સૌથી વધુ સંક્રમિત બાળકો થશે તેવી પણ સંભાવનાઓ જાહેર કરવામાં આવી છે. જેને લઇને ભારત સરકાર દ્વારા વધુમાં વધુ લોકો આ કોરોનાની વેક્સીન લે તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ગુજરાતમાં પણ મહાનગર પાલિકાઓમાં અને ગામડાઓમાં મોટા પ્રમાણમાં લોકો કોરોનાની વેક્સિન લે તે માટે વેક્સિનેશન માટેના મેગા કેમ્પ યોજાઇ રહ્યા છે. એવામાં રાજકોટ જિલ્લાના 103 જેટલા ગામોમાં 100 ટકા લોકોએ કોરોનાની વેક્સિન લીધી છે.

News of vaccinations
News of vaccinations

  • કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટ જિલ્લાના 103 ગામમાં 100 ટકા વેક્સિનેશન
  • 103 ગામોમાં થયું 100 ટકા વેક્સીનેશન
  • હાલ મોટા પ્રમાણમાં લોકો લઈ રહ્યા છે કોરોનાની વેક્સિન

રાજકોટ: શહેર તેમજ જિલ્લો વેક્સિનેશન મામલે અગ્રેસર રહ્યું હોવાનું સામે આવ્યું છે. જિલ્લામાં જુદા જુદા તાલુકામાં સમાવેશ થતા 103 જેટલા ગામોમાં 100 ટકા વેક્સિનેશન થયું છે. આ ઉપરાંત 100 ગામડા એવા પણ છે કે જ્યાં વેક્સિનેશન 90 ટકા જેટલું વેક્સિનેશન થયું છે. ત્યાં પણ આગામી એક અથવા બે અઠવાડિયામાં 100 ટકા વેક્સીનેશન થઈ જશે. રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના વેક્સિનેશનને લઈને કેટલીક અંધશ્રદ્ધાઓ હતી. જેને લઇને આરોગ્ય તંત્ર દ્વારા ઘરે-ઘરે જઈને લોકોને કોરોના વેક્સિનેશન માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા. હાલ મોટા પ્રમાણમાં લોકો કોરોનાની વેક્સિન લઈ રહ્યા છે.

કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટ જિલ્લાના 103 ગામમાં 100 ટકા વેક્સિનેશન

જેતપુર તાલુકાના 24 ગામોમાં 100 ટકા વેક્સિનેશન

રાજકોટ જિલ્લામાં વેક્સિનેશન પુર ઝડપી થઈ રહ્યું છે. જેમાં તાલુકા વાઈઝ જોઈએ તો ધોરાજીના 3, ગોંડલના 9, જામકંડોરણાના 15, જસદણના 8, જેતપુરના 24, કોટડા સાંગાણીના 2, લોધિકાના 5, પડધરીના 17, રાજકોટના 12, ઉપલેટાના 3 તેમજ વીંછિયાના 4 ગામોમાં રસીકરણ 100 ટકા પૂર્ણ થયાનું સામે આવ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં ડિસેમ્બર ૨ સુધીમાં બીજા ડોઝની કામગીરી પૂર્ણ કરવા લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે. હાલમાં વિછીંયા તાલુકામાં સૌથી ઓછુ વેક્સિનેશન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

કોરોનાની ત્રીજી લહેર પહેલા રાજકોટ જિલ્લાના 103 ગામમાં 100 ટકા વેક્સિનેશન

81 ટકા લોકોએ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો

ગ્રામ્ય વિસ્તારોમાં હાલ મોટાપ્રમાણમાં લોકોને કોરોનાની વેક્સિન આપવાનું કામ ચાલી રહ્યું છે. આ મામલે રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે, જિલ્લાના 103 ગામમાં 100 ટકા કોરોનાની વેક્સિનેશન થઇ ગયું છે. હજુ પણ 100 ગામો એવા છે જ્યાં 90 ટકા કોરોના વેક્સિનેશન થયું છે. રાજકોટ જિલ્લામાં 81 ટકા લોકોએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો છે. આગામી 1 અથવા દોઢ મહિનામાં કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ 100 ટકા લોકો લઈ તે તેવા પ્રયાસો આરોગ્યતંત્ર દ્વારા કરવામાં આવી રહ્યો છે.

લોધિકા તાલુકામાં 110 ટકા વેક્સિનેશન

રાજકોટ જિલ્લાના ગામોમાં સૌથી વધુ લોધીકા તાલુકામાં કોરોનાનું વેક્સિનેશન થયું છે. લોધીકા તાલુકામાં 110 ટકા જેટલું કોરોનાનું વેક્સિનેશન થયું છે. એવું માનવામાં આવી રહ્યું છે કે, લોધિકામાં ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર આવેલો હોવાથી અહીં ગ્રામજનો સહિત બહારના વિસ્તારના લોકો પણ આવીને વસ્યા છે. જેમણે પણ આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાની વેક્સિન આપવામાં આવી રહી છે. આ વિસ્તારમાં 110 ટકા જેટલું કોરોનાનું વેક્સિનેશન છે. જે જિલ્લામાં સૌથી મોખરે છે. આગામી દિવસોમાં પણ રાજકોટ જિલ્લામાં 100 ટકા કોરોના વેક્સિનેશન થાય તે દિશામાં આરોગ્ય તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details