ગુજરાત

gujarat

પિતાની પુણ્યતિથિ નિમિત્તે પુત્રીએ શેનું કર્યું દાન, આ દાનથી કોને થઈ શકે છે લાભ?

By

Published : Jun 23, 2022, 8:43 PM IST

પિતાની પુણ્યતિથિ નિમિત્તે પુત્રીએ શેનું કર્યું દાન, આ દાનથી કોને થઈ શકે છે લાભ?
પિતાની પુણ્યતિથિ નિમિત્તે પુત્રીએ શેનું કર્યું દાન, આ દાનથી કોને થઈ શકે છે લાભ? ()

અનાદિ કાળથી હિન્દુ ધર્મમાં સોળ સંસ્કારોનો(Sixteen sacraments in Hinduism) ક્રમ ચાલતો આવ્યો છે. જે ગર્ભધારણ વિધિથી શરૂ થાય છે અને અંતિમ સંસ્કાર સુધી ચાલે છે. આ કર્મમાં, જૂનાગઢના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં યુવતીએ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે કેશ દાન કર્યું છે. ચાલો જાણીએ કેમ આવ્યો આ યુવતીને મુંડન કરવાનો વિચાર.

જૂનાગઢ:જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામની(Bhanduri village in Malia Hati taluka) પ્રીતિ ચાવડા નામની યુવતીએ તેમના પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે તેના વાળનું કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે દાન(Donations for women with cancer) કરીને પિતાની પુણ્યતિથિને(Father Death Anniversary) અલગ રીતે ઉજવી હતી. મુંડન અથવા વાળ દાનનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ છે. આ ઉપરાંત, વાળ દાન વ્યક્તિ દ્વારા સમગ્ર જીવનકાળમાં કોઈપણ સમયે કરી શકાય છે. જ્યારે તે વ્યક્તિ તેની કોઈપણ ઇચ્છા પૂર્ણ કરવા પર દૈવી શક્તિનો આભાર માનીને તેને અર્પણ કરે છે.

વાળ દાન કરવાનો વિચાર સોશિયલ મીડિયા પરથી આવ્યો સામે

આ પણ વાંચો:65થી વધુ પરપ્રાંતીય શ્રમિકોએ એકબીજાનું મુંડન કરી અનોખી રીતે વિરોધ નોંધાવ્યો

મુંડન અથવા વાળ દાનનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહત્વ -વૈજ્ઞાનિક હકીકત(Scientific Fact behind Hair Donation) આ સિવાય કેટલાક લોકો કોઈપણ તીર્થસ્થળ પર વાળ દાનની પરંપરાને ખૂબ જ આદરપૂર્વક અનુસરે છે. તેની પાછળની વૈજ્ઞાનિક હકીકત એ છે કે ભગવાનના સ્થાનના વૈજ્ઞાનિક અને દૈવી તરંગો ફાયદાકારક છે. તિરુપતિ બાલા દેવ(Tirupati Balaji Dev) સ્થાન પર જ્યારે લોકો તેમના વાળ દાન કરે છે ત્યારે આવી જ માન્યતા ભજવવામાં આવે છે.

પુત્રીએ પિતાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ અનોખી રીતે ઉજવી - જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકાના ભંડુરી ગામમાં રહેતી પ્રીતિ ચાવડા નામની યુવતીએ તેમના પિતા હરસુખ ભાઇ ચાવડાની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે તેના વાળ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે દાન કરીને અનોખી રીતે પિતાની વાર્ષિક પુણ્યતિથી ઉજવી હતી પ્રીતિ ચાવડા માની રહી છે કે, માતા પિતાની પાછળ પુત્ર સંતાનો મુડન કરાવતા હોય છે. ત્યારે પુત્રીઓ શા માટે મુંડન ન કરાવી શકે? આવી ધાર્મિક માન્યતાને તોડવા માટે પણ તેમણે પોતાના વાળનું દાન કરાવ્યું છે. તેમના દ્વારા દાન કરવામાં આવેલા વાળ કેન્સરગ્રસ્ત મહિલા કે જે સ્વસ્થ થઈ ચૂકી છે તેને દાન કરીને પિતાની પુણ્યતિથિ અનોખી રીતે ઉજવીને મહિલાઓની સુંદરતામાં વધારો(Enhance the Beauty of Women) કરવાનો અનુકરણીય વિચાર અમલમાં મૂક્યો છે જે આવકારદાયક છે.

આ પણ વાંચો:મહેસાણાની 22 વર્ષીય યુવતીએ Cancer Patients ને મદદરૂપ થવા કરાવ્યું મુંડન

વાળ દાન કરવાનો વિચાર સોશિયલ મીડિયા પરથી આવ્યો સામે -પ્રીતિ ચાવડા વાળ દાન કરવાને લઈને વધુમાં જણાવી રહી છે કે પોતાના પિતાની પુણ્યતિથિ પોતે વાળ દાન કરીને ઉજવશે એવું નક્કી કર્યું હતું. પરંતુ આ વાળ દાન કરીને કઈ રીતે અન્ય લોકો સુધી પહોંચાડી શકાય તેને લઈને તે સોશીયલ મીડીયાના માધ્યમ થકી બાલ બ્યુટી સંસ્થાનો સંપર્ક કર્યો મુંબઈમાં રહીને વાળના દાન સ્વિકાર કરવાનું કાર્ય કરી રહી છે. પ્રીતિએ બાલ બ્યુટી સંસ્થાનો સંપર્ક કરીને પોતાના પિતાની પુણ્યતિથિ નિમિત્તે મુંબઈ પહોંચીને વાળનું દાન કરીને પિતા હરસુખ ભાઈ ચાવડા ને તેની ઈચ્છા અનુસાર શ્રદ્ધાંજલિ આપી હતી

ABOUT THE AUTHOR

...view details