ગુજરાત

gujarat

University of Agriculture: PHDનો અભ્યાસ કરતા 41 વિદ્યાર્થીઓને સંશોધન માટે ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા

By

Published : Aug 3, 2021, 2:35 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં PHDનો અભ્યાસ કરતા વિવિધ અનુસ્નાતક અભ્યાસક્રમના 41 જેટલા વિદ્યાર્થીઓને ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા છે, જે અંતર્ગત પસંદ પામેલા 41 વિદ્યાર્થીઓને તેમના સંશોધન કાર્યમાં ઉપયોગી થઇ શકે તે માટે વાર્ષિક 20 હજાર જેટલુ અનુદાન આપવામાં આવશે. જેના થકી સંશોધન કરી રહેલા વિદ્યાર્થીઓ સંશોધન કાર્ય ખૂબ ઝડપથી અને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર પૂર્ણ થાય તે માટે વિદ્યાર્થીઓને આ પ્રકારની ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા છે.

University of Agriculture: PHDનો અભ્યાસ કરતા 41 વિદ્યાર્થીઓને સંશોધન માટે ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા
University of Agriculture: PHDનો અભ્યાસ કરતા 41 વિદ્યાર્થીઓને સંશોધન માટે ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા

  • જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના 41 વિદ્યાર્થીઓની સ્કોલરશીપ માટે પસંદગી
  • સંશોધન કરી રહેલા પ્રત્યેક વિદ્યાર્થીને વાર્ષિક 20 હજારનું અનુદાન અપાશે
  • વિદ્યાર્થીઓમાં સંશોધન કાર્યને વેગ મળે તે માટે 41 વિદ્યાર્થીઓને કરાયા પસંદ

જૂનાગઢ:એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિવિધ અનુસ્નાતક ભવનોમાં સંશોધન કાર્ય કરી રહેલા 41 જેટલા વિદ્યાર્થીઓને સંશોધન કાર્યમાં મદદરૂપ થવા માટે વિશેષ સ્કોલરશીપ માટે પસંદ કરવામાં આવ્યા છે. એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં ચાલતા વિવિધ અભ્યાસક્રમોમાં દેશ અને દુનિયામાંથી અનેક વિદ્યાર્થીઓ કૃષિ ક્ષેત્રમાં સંશોધનને લઈને અભ્યાસ માટે આવેદનપત્ર આપતા હોય છે. જે પૈકી વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમા સમાવી શકવાની ક્ષમતાને ધ્યાને રાખીને વિદ્યાર્થીઓને અનુસ્નાતક અભ્યાસક્રમમાં સંશોધન માટે પસંદ કરવામાં આવતા હોય છે. જે પૈકીના પસંદગી પામેલા 41 જેટલા વિદ્યાર્થીઓને ખાસ સંશોધન સ્કોલરશીપ આપવામાં આવી છે.

University of Agriculture: PHDનો અભ્યાસ કરતા 41 વિદ્યાર્થીઓને સંશોધન માટે ખાસ સ્કોલરશીપ માટે પસંદ કરાયા

વિદ્યાર્થીઓમાં સંશોધન કાર્ય પ્રત્યે રુચિ જાગે માટે સ્કોલરશીપની યોજના

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા (scheme of Developing high Quality Research) અંતર્ગત યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો છે. અહિ અભ્યાસ કરતા પ્રત્યેક વિદ્યાર્થીને સંશોધન માટે સ્કોલરશીપ આપવાની યોજના રાજ્ય સરકારે અમલમાં મુકી છે. જે અંતર્ગત પસંદ પામેલા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવી રહી છે. આ યોજના અંતર્ગત પસંદગી પામેલા પ્રત્યેક વિદ્યર્થીઓને રાજ્યની માનનીય યુનિવર્સિટીઓમાં ગુણવત્તાયુક્ત સંશોધન માટે પ્રતિ બે વર્ષ સુધી દર મહિને 15 હજાર સુધીનું સ્ટાઈપેન્ડ પણ આપવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details