ગુજરાત

gujarat

આજે છે પરિવર્તની એકાદશી, આજના દિવસે શ્રીહરિની પૂજા કરવાથી મળે છે સવિશેષ પુણ્ય

By

Published : Sep 17, 2021, 6:32 AM IST

આજે સર્વ પાપ હરનારી અને જેને અશ્વમેઘ યજ્ઞ સાથે સરખાવવામાં આવતી તેમજ સર્વોત્તમ ફળ પ્રદાન કરનારી પરિવર્તની એકાદશી મનાવવામાં આવી રહી છે. આ એકાદશીને વામન એકાદશી અને જળ જીલણી એકાદશી પણ તરીકે પણ ઉજવવામાં આવે છે. તો ચાલો જાણીએ પરિવર્તની એકાદશીનું શું છે હિન્દુ ધર્મમાં મહત્વ અને તેની પૂજા કરવાથી કેવા ફળો થાય છે.

Today is the Ekadashi of change
Today is the Ekadashi of change

  • આજે પરિવર્તની એકાદશીનું છે ધાર્મિક પર્વ આજના દિવસે પૂજા કરવાથી મળે છે વિશેષ લાભ
  • શ્રી હરિ વિષ્ણુ અને લક્ષ્મીનારાયણને કમળ પુષ્પ અર્પણ કરવાથી ત્રિલોકની પૂજાનું મળે છે પુણ્ય
  • પરિવર્તનની એકાદશીના દિવસે દહીં ચોખા અને ચાંદીનું દાન કરવાનું છે વિશેષ ધાર્મિક મહત્વ

જૂનાગઢ: ભાદરવા સુદ અગિયારસના દિવસે સર્વે પાપ હરનારી એકાદશીની ઉજવણી કરવામાં આવતી હોય છે. પરિવર્તની એકાદશીને વામન એકાદશી કે જળ જીલણી એકાદશી તરીકે પણ હિન્દુ ધર્મમાં ઉજવવામાં આવે છે. આજના દિવસ શ્રી હરિ વિષ્ણુ પૃથ્વી પર વામન અવતાર ધારણ કર્યો હતો. તેથી તેને વામન જયંતી કે વામન એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે અને વિષ્ણુ મંદિરમાં પરિવર્તની એકાદશીને જળઝીલણી એકાદશી તરીકે પણ ઉજવવામાં આવે છે. મહાભારત કાળમાં ભગવાન શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને પરિવર્તની એકાદશીના દિવસે કરવામાં આવતી પૂજા સાધના અને તપશ્ચર્યા તેમજ આજના દિવસે કરવામાં આવતાં વ્રત કેટલું ઉમદા ફળ પ્રાપ્ત થાય છે. તે અંગે ઉપદેશ આપેલો ભગવાન શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યું હતું કે, આજના દિવસે શ્રી હરિ નારાયણની ભક્તિમાં કોઈ પણ ભક્ત લીન થાય અને શ્રી હરિના વામન અવતારની પૂજા કરે તો ત્રણેય લોકની પૂજાનું ફળ પરિવર્તની એકાદશી આપતી હોય છે. આજના દિવસે એકાદશીની પૂજા તપશ્ચર્યા અને સાધના કરનાર પ્રત્યેક વ્યક્તિ શ્રી હરીના ચરણોમાં સ્થાન પામે છે. તેમજ વામન જયંતીના દીવસે શ્રી હરિને કમળ અર્પણ કરવાથી બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એમ ત્રણેય દેવોની કૃપા સવિશેષ પૂજા કરનાર વ્યક્તિને પ્રાપ્ત થતી હોય છે. જેથી પરિવર્તની એકાદશીનું પણ વિશેષ મહત્વ જોવા મળે છે.

આજે છે પરિવર્તની એકાદશી

આજના દિવસે શ્રી હરિ વિષ્ણુએ પડખું ફેરવતા આ એકાદશીને પરિવર્તની એકાદશી તરીકે ઉજવવામાં આવે છે

આજના દિવસે ક્ષીરસાગર મા શ્રીહરિ વિષ્ણુ યોગ નિદ્રામાં બિરાજી રહ્યા છે. ધાર્મિક ગ્રંથોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે શ્રી હરિ વિષ્ણુ તેમનું અંગ ફેરવ્યું હતું. તેથી ભાદરવા સુદ અગિયારસને પરિવર્તની અગિયારસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આજના દિવસે હિન્દુ શાસ્ત્રોમાં જણાવ્યા મુજબ પ્રત્યેક ઉપાસકે ઉપવાસ કરવાનું વિશેષ મહત્વ જોવા મળે છે. આ સમય દરમિયાન અન્ન અને ખાસ કરીને ચોખાનો ત્યાગ કરવાનું ધર્મગ્રંથોમાં જણાવવામાં આવ્યું છે. લક્ષ્મીનારાયણ અને શ્રી હરિ વિષ્ણુની પ્રતિમાનો પંચોપચાર પૂજા કરવાથી પણ પરિવર્તની એકાદશીનું વિશેષ ફળ પ્રાપ્ત થતુ હોય છે. પૂજા વિધિમાં કમળ ઋતુના ફળ અને પુષ્પાંજલિ અર્પણ કરવાનું પણ ધર્મ ગ્રંથોમાં સૂચવવામાં આપ્યું છે. પરિવર્તની એકાદશીના દિવસે રાત્રિનું જાગરણ કરવાની પણ ધાર્મિક પરંપરા સૂચવવામાં આવી છે. આજના દિવસે ચાંદી ચોખા અને દહીંનું દાન કરવાથી પરિવર્તન એકાદશીનું વિશેષ અને ઉત્કૃષ્ટ પુણ્ય પ્રાપ્ત થતું હોય છે. સ્કંધપુરાણ અનુસાર આજના દિવસે ઉપવાસ પૂજા આરાધના અને શ્રી હરિની સ્તુતિ કરવાથી પ્રત્યેક સાધકને ચંદ્ર સમાન તેજસ્વિતા પ્રાપ્ત થાય છે. જેથી હિન્દુ ધર્મમાં પરિવર્તની એકાદશીના ઉપવાસ અને તેની પૂજાનું વિશેષ મહત્વ જોવા મળે છે.

આજે છે પરિવર્તની એકાદશી આજના દિવસે શ્રીહરિની પૂજા કરવાથી મળે છે સવિશેષ પુણ્ય

ABOUT THE AUTHOR

...view details