ગુજરાત

gujarat

જૂનાગઢના વાતાવરણમાં અચાનક પલટો 15 મિનિટ સુધી પડ્યો ધોધમાર વરસાદ

By

Published : May 25, 2021, 11:42 AM IST

જૂનાગઢ સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને 15 મિનિટમાં જ ધોધમાર વરસાદ કરતાં શહેરમાં ઠેર-ઠેર, પાણી-પાણી જોવા મળ્યો હતો. દિવસ દરમિયાન ખૂબ જ ઉકળાટ અને ગરમી જોવા મળતી હતી, ત્યારે અચાનક ધોધમાર વરસાદ પડી જતા વાતાવરણમાં પણ ઠંડક જોવા મળી હતી.

15 મિનિટ પડેલા વરસાદથી શહેરમાં ઠેર-ઠેર જોવા મળ્યું પાણી
15 મિનિટ પડેલા વરસાદથી શહેરમાં ઠેર-ઠેર જોવા મળ્યું પાણી

  • જૂનાગઢ શહેરમાં અચાનક ધોધમાર વરસાદનું આગમન
  • 15 મિનિટ પડેલા વરસાદથી શહેરમાં ઠેર-ઠેર જોવા મળ્યું પાણી
  • સખત ઉકળાટ અને ગરમી બાદ 15 મિનિટમાં વરસાદે શહેરમાં પહોંચાડી ઠંડક

જૂનાગઢ:શહેરમાં સાંજના 7:00 કલાકે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને 15 મિનિટ સુધી ધોધમાર વરસાદ વરસી ગયો છે. જે રીતે વરસાદ પડી રહ્યો હતો, તે જોતાં ચોક્કસ કહી શકીએ કે, આ વરસાદ ચોમાસાનો હશે. પરંતુ 15 મિનિટના સમયગાળામાં વાતાવરણમાં પલ્ટો આવવાથી લઈને ધોધમાર વરસાદ પડી જવાની ઘટના પૂર્ણ થઇ અને શહેરમાં ઠેર-ઠેર પાણી જોવા મળ્યું હતું અને ગરમીનું વાતાવરણ પણ જોવા મળતું હતું. ત્યારે માત્ર 15 મિનિટના વરસાદે શહેરમાં ઠંડક પ્રસરાવી દીધી છે.

જૂનાગઢ શહેરમાં અચાનક ધોધમાર વરસાદનું આગમન

આ પણ વાંચો: તૌકતે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે શેત્રુંજી ડેમની સપાટી 8.5 ફૂટ વધી

હવામાન વિભાગે પણ આજે વરસાદની કરી હતી આગાહી

હવામાન વિભાગે પણ આજે વરસાદ પડવાની આગાહી કરી હતી. ચોક્કસ કોઈ જિલ્લામાં વરસાદની આગાહીને લઈને હવામાન વિભાગે કોઈ નક્કર કારણ નહોતું આપ્યું, પરંતુ આગાહી કરી હતી કે આવનારા બે દિવસ સુધી ગુજરાતમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડી શકે છે. તે મુજબ આજે જૂનાગઢ શહેરમાં માત્ર પંદર મિનિટ પડેલો વરસાદ ચોમાસાને યાદ અપાવી ગયો હતો અને દસ કલાક સુધી સખત ગરમી અને ઉકળાટના વાતાવરણથી વચ્ચે 15 મિનિટનો વરસાદ જૂનાગઢવાસીઓને ઠંડક પહોંચાડી ગયો હતો.

આ પણ વાંચો: હવામાન વિભાગ દ્વારા વરસાદ અને કરાના વાતાવરણ માટે આપવામાં આવી ચેતવણી

ABOUT THE AUTHOR

...view details