ગુજરાત

gujarat

ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાનો ફરી ઉઠ્યો સુર

By

Published : Aug 15, 2022, 5:16 PM IST

સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં શ્રાવણ વદ ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ બોળ ચોથનો તહેવાર ધાર્મિક વિધિ વિધાન સાથે મનાવી રહી છે. આજના દિવસે ગાયની સાથે વાછરડાની પૂજા કરવાનું સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં વિશેષ મહત્વ આલેખવામાં આવ્યું છે. આજના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાય અને વાછરડાના પૂજનની સાથે ઉપવાસ કરીને બોળચોથના તહેવારની Festival of Bolchoth ઉજવણી કરે છે, ત્યારે સાધુ સમાજ દ્વારા પણ ગાયને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવામાં આવે તેવી બોળચોથના તહેવારે ફરી એક વખત માંગ કરાઈ છે.

બોળચોથના તહેવારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ફરી કરવામાં આવી માંગ
બોળચોથના તહેવારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ફરી કરવામાં આવી માંગ

ન્યુઝ ડેસ્ક સનાતન પ્રાચીન હિન્દુ સંસ્કૃતિમાં દેવી-દેવતાઓ સાથે વિવિધ પશુ પક્ષી અને પ્રાણીઓને પણ પૂજવાનું વિશેષ મહત્વ હિન્દુ ધર્મગ્રંથોમાં (Hindu scriptures) આલેખવવામાં આવ્યું છે, તે મુજબ શ્રાવણ વદ ચોથના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ બોળચોથનો તહેવાર ઉજવે છે. આજના દિવસે ગાય અને વાછરડાનું પૂજન કરીને સૌભાગ્યવતી સ્ત્રીઓ એક દિવસનો ઉપવાસ કરી બોળચોથના તહેવારની ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરે છે ગાયને સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિમાં માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે, ત્યારે આજે બોળચોથના પાવન પર્વે સૌભાગ્યવતી સ્ત્રીઓ ગાય અને વાછરડાની પૂજા કરીને બોળચોથના તહેવારની ઉજવણી કરી રહી છે.

બોળચોથના તહેવારે ગાયને રાષ્ટ્રમાતા જાહેર કરવાની ફરી કરવામાં આવી માંગ

આ પણ વાંચોપોલીસ ગ્રેડ પે ને લઇને રાજ્ય સરકારે કરી અગત્યની જાહેરાત

બોળચોથના તહેવાર સાથે ધાર્મિક વાર્તા પણ છે પ્રચલિત બોળચોથના તહેવારની સાથે ધાર્મિક માન્યતા (story of Bolchoth) પણ આદિ અનાદિકાળથી પ્રચલિત જોવા મળે છે, જેની સાથે સાસુ અને વહુની કથા જોડાયેલી છે. હિન્દુ ધર્મગ્રંથોમાં કરાયેલા ઉલ્લેખ મુજબ હજારો વર્ષ પૂર્વે સાસુના કહેવાથી વહુએ અજાણતા ઘઉલા નામના ગાયના વાછરડાને ખાંડીને તેની વાનગી બનાવવાના સાસુના વચનને માન આપીને વહુએ ગાયના વાછરડાની હત્યા કરી હતી અને તેની વાનગી પણ બનાવી નાખી ત્યારબાદ સાસુ અને વહુ કોઈ મોટી ભૂલ કરી બેઠા હોય તેવો અહેસાસ થતાં ગાયના વાછરડાને જમીનમાં દાટી દીધું હતું.

આ પણ વાંચોરાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો પણ જોખમ હજી પણ યથાવત્

ક્યારથી થઈ આ પુજાની શરુઆત વાછરડાને જમીનમાં દાટી દીધા પછી તેની માં ગાય સાંજે ઘરે પરત ફરતા પોતાના વાછરડા માટે ધમાલ મચાવી અને જ્યાં ઘઉંલાને જમીનમાં દાંટવામાં આવ્યો હતો, ત્યાં શીંગડા મારતા ફરી એક વખત ઘઉલા નામનો વાછરડો સજીવન થઈને જમીનમાંથી બહાર આવ્યો. ત્યારથી સાસુ વહુ દ્વારા ગાય અને વાછરડાના પૂજન ની શરૂઆત કરી હતી અને ત્યાંથી હિન્દુ સનાતન ધર્મ સંસ્કૃતિમાં શ્રવણ વદ ચોથના દિવસે બોળ ચોથનો તહેવાર ધાર્મિક આસ્થા અને પરંપરા સાથે ઉજવવાની (Festival of Bolchoth) શરૂઆત કરવામાં આવી. આ વર્ષો પૂર્વેની લોકમાન્યતા અને કથાને અનુસરીને આજે પણ સૌભાગ્યવતી સ્ત્રીઓ બોળચોથના દિવસે વાછરડા સાથે ગાયની પૂજા કરીને બોળ ચોથનો તહેવાર ઉજવે છે.

ABOUT THE AUTHOR

...view details