ગુજરાત

gujarat

76માં સ્વતંત્ર પર્વને લઈને ભવનાથના સાધુ સંતોએ આપી રાષ્ટ્રધ્વજને સલામી

By

Published : Aug 15, 2022, 5:57 PM IST

જૂનાગઢમાં આજે સ્વતંત્રતાનું મહા પર્વ Independence Day ઉજવવામાં આવ્યું છે. જ્યાં ભવનાથ મંડળના ભગવા વસ્ત્રોમાં સન્યાસીઓ અને સાધુ સંતો સ્વાતંત્ર્યના દિવસે ધર્મની સાથે રાષ્ટ્ર ભાવનાને પ્રજ્વલિત કરતા હતા. આજે ભવનાથ તળેટી Bhavnath foothills of Junagadh રાષ્ટ્ર ભક્તિના રંગેથી પણ રંગાયેલી જોવા મળી હતી.

76માં સ્વતંત્ર પર્વને લઈને ભવનાથના સાધુ સંતોએ આપી રાષ્ટ્રધ્વજને સલામી
76માં સ્વતંત્ર પર્વને લઈને ભવનાથના સાધુ સંતોએ આપી રાષ્ટ્રધ્વજને સલામી

જૂનાગઢરાષ્ટ્ર આજે તેના સ્વતંત્રતાનું 75મું મહા પર્વ ઉજવી રહ્યું છે. આજે સમગ્ર રાષ્ટ્રમાં સ્વતંત્રતા પર્વને લઈને ભારે ધાર્મિક માહોલ જોવા મળી રહ્યો છે. રાષ્ટ્રપ્રેમના આ માહોલની વચ્ચે જૂનાગઢની ભવનાથ તળેટીમાં Bhavnath foothills of Junagadh રાષ્ટ્રપ્રેમ સાથે ધર્મનો સુમેળ યોજાયો છે. આજે સાધુ સંતોએ રાષ્ટ્રધ્વજને સલામી આપીને 75માં સ્વાતંત્ર્ય પર્વની ભારે ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. ભગવા વસ્ત્રોમાં સન્યાસીઓના હાથમાં રાષ્ટ્રધ્વજ Independence Day દીપી રહ્યો હતો. 75મું સ્વાતંત્ર્ય પર્વ જૂનાગઢના સાધુ સંતોએ અનોખી રીતે ઉજવ્યો હતો.

આ પણ વાંચોPM મોદી લાલ કિલ્લા પરથી વીર સાવરકર અને નેહરુ વિશે બોલ્યા કંઇક આવું

સાધુ સંતોએ આપી તિરંગાને સલામીસમગ્ર રાષ્ટ્ર આજે સ્વતંત્રતાનું 75મું મહા પર્વ ઉજવી રહ્યું છે. સમગ્ર દેશમાં ધ્વજ વંદના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભવનાથની ગીરી તળેટીમાં પણ રાષ્ટ્રના 75માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ભવનાથ મંડળના સાધુ સંતો પાછલા ઘણા વર્ષોથી ગણતંત્ર અને સ્વાતંત્ર્ય પર્વની Indian Independence Day ઉજવણી કરતા આવ્યા છે પરંતુ આ વર્ષે રાષ્ટ્ર તેની સ્વતંત્રતાનું 75મું વર્ષ મનાવી રહ્યું છે. ભવનાથના સાધુ સંતો પણ રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં ખભે ખભો મિલાવીને સામે આવ્યા છે. આજે ઇન્દ્રભારતી આશ્રમમાં Junagadh Indrabharti Ashram સાધુ સંતો અને સંન્યાસીઓની હાજરીની વચ્ચે રાષ્ટ્રધ્વજને સલામી આપીને આઝાદીનું મહાપર્વ એટલે કે 15મી ઓગસ્ટ 2022નો દિવસ ઉજવવામાં આવ્યું હતું.

આ પણ વાંચોચુંટણી પહેલા સરકાર પ્રજાને ખુશ કરવાના મૂડમાં

પ્રત્યેક સન્યાસી ધર્મની સાથે રાષ્ટ્રધર્મનો આપ્યો સંદેશરાષ્ટ્રના 75માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજે ભવનાથ તળેટી રાષ્ટ્ર ભક્તિના રંગેથી પણ રંગાયેલી જોવા મળી હતી ભગવા વસ્ત્રમાં સજ પ્રત્યેક સન્યાસીના હાથમાં તિરંગો Har Ghar Tiranga રાષ્ટ્રધ્વજ ધર્મની સાથે રાષ્ટ્રના પ્રતિનિધિત્વ કરતો હોય તેવો અહેસાસ અપાવી રહ્યો હતો. સાધુ સંન્યાસીઓએ પણ ખૂબ જ ગર્વ અને ખુમારી સાથે રાષ્ટ્રભાવના ઉજાગર થાય તે રીતે રાષ્ટ્રનું 75મો સ્વાતંત્ર પર્વ 76th Independence Day ઉજવ્યું હતું. આજના દ્રશ્યો ધર્મની સાથે રાષ્ટ્ર ભાવનાને પ્રજ્વલિત કરી મુકે તેવા હતા. આદિ અનાદિકાળથી સનાતન હિન્દુ ધર્મ સંસ્કૃતિનું પ્રતીક બનેલો ગિરનાર અને તેની તળેટી રાષ્ટ્રભક્તિ અનોખી રીતે રંગાયેલા જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details