ગુજરાત

gujarat

કરો એવા ગણપતિ મંદિરના દર્શન જ્યાં એક પણ દાનપેટી નથી

By

Published : Aug 31, 2022, 11:44 AM IST

કરો એવા ગણપતિ મંદિરના દર્શન જ્યાં એક પણ દાનપેટી નથી
કરો એવા ગણપતિ મંદિરના દર્શન જ્યાં એક પણ દાનપેટી નથી

જૂનાગઢમાં આવેલું ઈગલ ગણપતિ મંદિર એવું મંદિર છે જ્યાં એક પણ દાનપેટી રાખવામાં નથી આવી. છેલ્લા 60 વર્ષથી સ્વયંભૂ પ્રગટ થયેલા ઈગલ ગણપતિ જૂનાગઢવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર બની રહ્યા છે. Ganesh Chaturthi 2022, Eagle Ganpati Junagadh.

જૂનાગઢછેલ્લા 60 વર્ષથી સ્વયંભૂ પ્રગટેલા ઈગલ ગણપતિ જૂનાગઢવાસીઓની (Eagle Ganpati Junagadh) અનન્ય આસ્થા અને ધાર્મિક શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે. વર્ષ 1960થી ઈગલ ગણપતિ જૂનાગઢવાસીઓને દર્શન આપી રહ્યા (Eagle Ganpati Junagadh) છે. સમગ્ર ભારત વર્ષમાં વીરપૂર બાદ ઈગલ ગણપતિ મંદિર પણ દાનપેટી વગરના મંદિર તરીકે પ્રસિદ્ધ (no donation box in temple) છે. જેને લઈને પણ ઈગલ ગણપતિ ભક્તોમાં વિશેષ શ્રદ્ધાનું કેન્દ્ર બની રહ્યા છે. ત્યારે ગણેશ ચતુર્થીના (Ganesh Chaturthi 2022) પાવન પર્વે સૌ સાથે મળીને કરીએ સ્વયંભૂ પ્રગટેલા ઈગલ ગણપતિ મહારાજના દર્શન.

મંદિરમાં દાનપેટી જ નથી

સ્વયંભુ પ્રગટેલા ઈગલ ગણપતિના કરો દર્શનજૂનાગઢમાં સ્વયંભૂ પ્રગટેલા ગણપતિ મહારાજ વર્ષ 1960થી જૂનાગઢવાસીઓની આસ્થાનું કેન્દ્ર (Ganesh Chaturthi 2022) છે. વર્ષ 1960માં અહીં સિમેન્ટ ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો હતો. ત્યારે અવાવરું પાણીની વાવમાંથી ગણપતિની અખંડિત પ્રતિમા બહાર આવી હતી. ત્યારથી અહીં ગણપતિ દાદાનું મંદિર બનાવવામાં આવ્યું છે, જે ઇગલ ગણપતિના (Eagle Ganpati Junagadh) નામથી સમગ્ર જૂનાગઢ શહેર અને જિલ્લામાં સુપ્રસિદ્ધ છે.

60 વર્ષથી આસ્થાનું કેન્દ્ર

60 વર્ષથી આસ્થાનું કેન્દ્ર આ મંદિર જૂનાગઢવાસીઓની આસ્થા અને શ્રદ્ધાને પૂરી કરતા હોવાનું પણ મનાય છે. અહીં ગજાનંદ ગણપતિના ભક્તો પગપાળા દર્શન કરવા માટે સમગ્ર હર્ષભેર આવે છે અને ગણપતિ દાદા તેમની તમામ મનોકામના પૂર્ણ કરે છે તેવી શ્રદ્ધા અને ધાર્મિક વિશ્વાસ સાથે છેલ્લા 60 વર્ષ કરતાં વધુ સમયથી ગજાનનના ભક્તો ઈગલ ગણપતિના (Eagle Ganpati Junagadh) દર્શન કરીને પોતાની જાતને ધન્ય કરે છે.

આ પણ વાંચોરંગબેરંગી 51થી વધુ પ્રકારના મોદકની રેસીપી વિશે જાણો

વિરપુર બાદ ભારત વર્ષનું દાનપેટી વગરનું બીજું મંદિરજૂનાગઢના ઈગલ ગણપતિની (Eagle Ganpati Junagadh) બીજી વિશેષતા પણ ભક્તોને આકર્ષી રહી છે. અહીં દૂંદાળા દેવને ધરવામાં આવતો તમામ પ્રસાદ ગણપતિના ચરણોમાં અર્પણ કરીને ફરી ભક્તોને પરત કરવામાં આવે છે. વધુમાં આ મંદિરમાં એક પણ જગ્યાએ દાનપેટી રાખવામાં આવી નથી. આ મંદિરમાં દાન લેવું અને આપવું તેના પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચોપંચગવ્યમાંથી બનેલી ગણપતિની પ્રતિમા લોકોને કરી રહી છે આકર્ષિત

લાડુ સાથે થાય છે યજ્ઞસમગ્ર દેશમાં વીરપુર જલારામ (virpur jalaram mandir) પછી જૂનાગઢનું ઈગલ ગણપતિ એકમાત્ર દાનપેટી વગરના મંદિર તરીકે પણ ભક્તોમાં અનન્ય આસ્થા નું કેન્દ્ર બની રહે છે ગણેશ ચતુર્થીના દિવસે અહીં 1,111 મોદકના લાડુ સાથે યજ્ઞ કરવામાં આવે છે, જેમાં સમગ્ર દિવસ દરમિયાન આહૂતિઓ આપવામાં આવે છે અને ત્યારબાદ ગજાનંદ ગણપતિને ધરવામાં આવેલો મોદકનો પ્રસાદ તમામ ભક્તોમાં વિતરણ કરી દેવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details