ગુજરાત

gujarat

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરનાર 6 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા

By

Published : Jun 6, 2021, 6:35 PM IST

જૂનાગઢ પોલીસે ધર્મેશ પરમારની હત્યા અને તેનો કાવતરુ ઘડનારા 6 આરોપીને શુક્રવારે ઝડપી પાડ્યા છે. ધર્મેશ પરમારની 2 દિવસ અગાઉ હત્યા થઈ હતી, ત્યારે હત્યાને લઈને જૂનાગઢ શહેરમાં રાજકારણ પણ ગરમાયું હતું. આવી પરિસ્થિતિમાં પોલીસે હત્યા પાછળ કોઇ રાજકીય હેતુ હોવાનો વાતને નકારીને આ હત્યા જૂના મનદુઃખ થઈ હોવાનો ખુલાસો કર્યો હતો.

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરનાર 6 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા
જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરનાર 6 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા

  • જૂનાગઢ પોલીસે ધર્મેશ પરમારની હત્યાના આરોપીને ઝડપી પાડ્યા
  • હત્યા અને હત્યાનુ કાવતરું ઘડનારા 6 આરોપી જૂનાગઢ પોલીસના સકંજામાં
  • હત્યા પાછળ રાજકીય રાગ દ્વેષ નહીં પરંતુ મનદુઃખ હોવાનું પોલીસ તપાસમાં આવ્યું બહાર

જૂનાગઢઃ પોલીસે પૂર્વ મેયર લાખા પરમારના પુત્ર ધર્મેશ પરમારની હત્યા અને હત્યાનુ કાવતરું કરનારા 6 આરોપીને ઝડપી પાડ્યા છે. 2 દિવસ અગાઉ જૂનાગઢ શહેરમાં ધર્મેશ પરમારની જાહેર હત્યા થતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. ત્યારબાદ ધર્મેશ પરમારના પરિવારજનોએ હત્યા પાછળ રાજકીય દોરીસંચાર હોવાનો પણ આક્ષેપ કર્યો હતો, ત્યારે 2 દિવસ સુધી ચાલેલા ઘટનાક્રમ બાદ શુક્રવારે જૂનાગઢ પોલીસે હત્યા અને હત્યાનું કાવતરૂં રચનાર 6 જેટલા આરોપીઓને પકડી પાડીને તેમની સામે હત્યા અને હત્યા કરવાનુ કાવતરું ઘડવાના આરોપસર ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

જૂનાગઢના પૂર્વ મેયરના પુત્રની હત્યા કરનાર 6 આરોપીને જૂનાગઢ પોલીસે ઝડપી પાડ્યા

આ પણ વાંચોઃ જૂનાગઢ શહેરમાં ધોળા દિવસે પૂર્વ મેયરના પુત્રની હત્યા, હત્યારાઓ નહીં પકડાય તો મૃતદેહ નહી સ્વીકારે પરિવાર

જૂનાગઢ પોલીસે હત્યા મનદુઃખને કારણે થઈ હોવાનો આપ્યું સ્પષ્ટ કારણ

જૂનાગઢ પોલીસે હત્યા પાછળ કોઇ રાજકીય દોરી સંચાર હોવાનું અત્યાર સુધીની તપાસમાં બહાર આવ્યું નથી. તેમજ પીડિત પરિવાર અને આરોપી વચ્ચે પાછલા કેટલાક સમયથી કોઈ બાબતને લઈને મન દુઃખ ચાલતું હોવાની વિગતો પણ જૂનાગઢ પોલીસની તપાસમાં સામે આવી છે. જેને લઇને હત્યા કોઈ રાજકીય દોરી સંચારથી નહીં પરંતુ મન દુખને કારણે થઈ હોવાનું જૂનાગઢ પોલીસ માની રહી છે. ફરિયાદમાં આરોપી તરીકે ભાજપના એક મહિલા અને પુરુષ કોર્પોરેટરનું નામ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ હજી સુધી આ બન્ને કોર્પોરેટરનું હત્યાના કિસ્સામાં કોઈ સામેલગીરી કે કાવતરું ઘડવામાં આરોપીઓની કોઈ મદદ કરી હોય તેવું સામે આવ્યું નથી. ફરિયાદમાં જૂનાગઢ ભાજપના નેતા અશોક ભટ્ટનું નામ પણ જોવા મળી રહ્યું છે, પરંતુ પોલીસ તપાસમાં અશોક ભટ્ટની સામેલગીરી હજુ સુધી સામે આવી નથી. ફરિયાદમાં મુખ્ય ચાર આરોપીઓ દર્શાવવામાં આવ્યા છે તે મુજબ શકદાર તરીકે 11 અને ચાર અજાણ્યા શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેને લઇને પોલીસે 6 આરોપીની ધરપકડ કરીને સમગ્ર હત્યાકાંડમાં વધુ તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details