ગુજરાત

gujarat

શું ગીરના સિંહ નવું ઘર શોધી રહયા છે?

By

Published : Nov 24, 2019, 12:09 AM IST

જૂનાગઢ: અમરેલીના જસાધારની એક સિંહણ પોતાના બચ્ચાં સાથે 170 કિમી દૂર છેક ચોટીલા આવી છે. જેને લઇને વન વિભાગની 8 ટીમને ખડે પગે રાખવામાં આવી છે.

ગીરના સિંહ પહોંચ્યા ચોટીલા

માનવી રોજગારી મેળવવા જેવા કારણોને લઇને સ્થળાંતર કરતો હોય છે. પરંતુ જ્યારે ગીરના સાવજના સ્થળાંતરની વાત સાંભળવામાં આવે ત્યારે મનમાં ઘણા બધા પ્રશ્નો ઉદ્ભવતા હોય છે. જેમ કે, શું સિંહ નવા ઘરની શોધ કરી રહ્યા છે? જંગલના રાજાને ખોરાક મળતો નથી? કે પછી ગીરમાં સિંહની પજવણીમાં વધારો થયો છે? આ તમામ પ્રશ્નોની વચ્ચે અમરેલીના જસાધારની એક સિંહણ પોતાના બચ્ચાં સાથે 170 કિમી દૂર છેક ચોટીલા ચામુંડા માતાજીના દર્શન કરવા આવી છે.

ગીરના સિંહ પહોંચ્યા ચોટીલા

ભૂતકાળમાં સિંહ માત્ર ગીર અભયારણ્યમાં તથા તેના આસપાસના જંગલોમાં જોવા મળતા હતા. પરંતુ સમયની સાથે સાથે સિંહની મનોવૃતિમાં પણ પરિવર્તન જોવા મળ્યું અને તે જ કારણે સિંહે સ્થળાંતર કરવું શરૂં કર્યું. એક સમયે માત્ર ગીર અભયારણ્યમાં જોવા મળતા સિંહે ઘીમે ધીમે અમરેલી, ભાવનગર, બોટાદ, રાજુલા, અને લીલીયા પંથકમાં પોતાની જગ્યા બનાવતા ગયા હતા. અને હવે તો સિહે જાણે પોતાનું નવું ઘર શોધ્યું હોય તે રીતે મા ચામુંડાના શરણે ચોટીલામાં આવવા લાગ્યા છે.

હાલ સિંહ જાણે વેકેશનમાં ખોરાકની શોધમાં બહાર નિકળ્યા હોઇ તેવું લાગી રહ્યું છે. જ્યારે બીજી બાજૂ સિંહના સંવર્ધનમાં મળેલી સફળતાને લઇને વન વિભાગના અધિકારીઓમાં ખુશીને લહેર ફરી વળી છે. સિંહે જ્યારે પોતનું નવું ઘર શોધી લીધું છે. ત્યારે વન વિભાગ દ્વારા તેની દેખરેખ રાખવા માટે 8 ટીમને ખડે પગે રાખવામાં આવી છે.

Intro:શું ગીરના સિંહો શોધી રહયા છે તેનું નવું ઘર ગીરથી ચોટીલા સુધી પહોંચેલા સિંહો અનેક સવાલો ઉભા કરી રહયા છે
Body:શું ગીરના સિંહો શોધી રહ્યા છે તેનું નવું ઘર, અમરેલીના જસાધાર થી નીકળેલી સિંહણ 170 કિમીનું અંતર કાપીને તેના બચ્ચા સાથે છેક ચોટીલા સુધી પહોંચી જતા વન વિભાગ સિંહણ પર દેખરેખ રાખી રહ્યું છે વન વિભાગના અધિકારીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ પણ સિંહની આ વર્તણૂકને સામાન્ય માની રહયા છે

શું ગીરના સિંહો તેના નવા ઘરની શોધમાં છે આ સવાલ ઉભી કર્યો છે અમરેલી ના જસાધારથી નીકળીને રાજકોટ થઈને છેક સુરેન્દ્રનગરના ચોટીલા સુધી એક સિંહણ તેના બચ્ચા સાથે પહોંચી ગઈ હતી જેને લઈને વન વિભાગે 8 જેટલી ટિમો બનાવીને સિંહણ અને તેના બચ્ચા પર નજર રાખવાની ફરજ પડી રહી છે સિંહણ તેના બચ્ચા સાથે રામપરા ધારય ગામમાં મારણ કરીને ગીરમાંથી બહાર નીકળીને હાલ વેકેશન મનાવતી હોય તેવું લાગી રહ્યું છે છેલ્લા 5 દિવસથી સિંહણ તેના બચ્ચાં સાથે ચોટીલાના ગ્રામ્ય વિસ્તારોમાં ડણકો કરી રહયા છે.

સિંહ જંગલમાં રહેતું પારિવારિક પ્રાણી છે જેને લઈને તેની વર્તણૂકને સામાય માનવામાં આવી રહી છે ભૂતકાળમાં સિંહો માત્ર ગીર અભિયારણમાં અને અને તેની આસપાસમાં આવેલા જંગલોમાં જોવા મળતા હતા સમય વીતતા સિંહોમાં સ્થળાંતર જોવા મળ્યું જેને કારણે સિંહો ગિરનાર જંગલ અમરેલી ભાવનગર બોટાદ ના કેટલાક વિસ્તારોમાં જોવા મળી રહયા છે અમરેલી જિલ્લાના રાજુલા અને લીલીયા પંથકમાં સિંહો સ્થળાંતર કરીને આવી રહયા છે જે આજે પીપાવાવ પોર્ટ સધી જોવા મળી રહયા છે આજથી 5 કે 7 વર્ષ પહેલા આ વિસ્તારમાં સિંહો ક્યારેય જોવા મળતા ન હતા ભૂતકાળમાં સિંહો દ્વારા કરવામાં આવતા સ્થળાંતરને કારણે સિંહ જાફરાબાદના દરિયા કિનારા સુધી જોવા મળ્યા હતા

સિંહોમાં જોવા મળતી સ્થળાંતરની વર્તણુક સામાન્ય બાબત છે તેમ છતાં છેલા કેટલાક વર્ષથી સિંહોના સંવર્ધને લઈને જે પ્રકારે સફળતા મળી રહી છે જેને કારણે ગીરના જંગલો અને અભ્યારણોમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે જેને કારણે સિંહોને તેના વિસ્તરમાં થોડી ઘટ આવતા આ પ્રકારે સ્થળાંતર કરી રહ્યા હોય તેવું માનવામાં આવી રહ્યું છે સામાન્ય સંજોગોમાં એક નર સિંહ 14 ચોરસ કિમીના વિસ્તારમાં તેનું અસ્તિત્વ સ્થાપતો હોય છે હવે જ્યારે ગીરમાં સિંહોની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે આ વિસ્તારમાં ઘાટ આવતી હશે માટે આવું સ્થળાંતર કરવામાં આવ્યું હોય તેવું સિંહોની વર્તણુક મુજબ બની શકે છે

તો બીજી તરફ છેલા કેટલાક સમયથી ગીરમાં આવેલા નેશ સુમસામ બની રહયા છે જેને કારણે સિંહોને મારની સાથે શિકારની સમસ્યા ઉભી થઇ હશે જેને કારણે ખોરાકની શોધમાં સિંહ પરિવારો ગીર જંગલ અને અભ્યારણો માંથી બહાર આવ્યા હશે તેવું માનવામાં આવી રહ્યું છે હાલ ગીર જંગલ અને અભ્યારણ સીવાય સિંહો અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ ભાવનગર અને બોટાદ જિલ્લામાં જોવા મળી રહયા છે જે ભૂતકાળમાં માત્ર ગીર જંગલ અને અભ્યારણોમાં જોવા મળતા હતા હવે જ્યારે સિંહો ચોટીલા સુધી પહોંચી ગયા છે ત્યારે વન વિભાગના અધિકારીઓ સિંહના સંવર્ધનમાં મળેલઈ સફળતાને ખુશી સાથે વ્યક્ત કરી રહયા છે

બાઈટ - 01 ડો ડી ટી વસાવડા મુખ વન સંરક્ષક જૂનાગઢ

બાઈટ - 02 જીતેન્દ્રભાઈ તળાવિયા પ્રકૃતિ પ્રેમી અમરેલી Conclusion:સિંહનું આ વલણ સામાન્ય છે પરંતુ 170 કિમિ જેટલું અંતર કાપીને ચોટીલા સુધી પહોંચવું નવા કોયડાને જન્મ આપી રહયા છે

ABOUT THE AUTHOR

...view details