ગુજરાત

gujarat

કેશોદ નગરપાલિકામાં દુલ્હાને નિકાહ પહેલા કર્યું મતદાન

By

Published : Feb 28, 2021, 10:19 PM IST

જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા માટે આજે મતદાન યોજાયું હતું, ત્યારે વૉર્ડ નંબર 2માં બંધારણના અધિકારાને નિભાવવા દુલ્હન અસ્મા બહેને મતદાન કરવા પહોંચ્યા હતા.

જૂનાગઢ
જૂનાગઢ

  • દુલ્હને નિકાહ પહેલા બંધારણીય ફરજને આપ્યું મહત્વ
  • કેશોદ નગરપાલિકા માટે દુલ્હન અસ્મા બહેન ચાવડાએ મતાધિકારનો કર્યો ઉપયોગ
  • નિકાહના દિવસે મત આપીને મતદાન કરવા પ્રત્યે પ્રેરણા પૂરી પાડી

જૂનાગઢઃ જિલ્લાની કેશોદ નગરપાલિકા માટે આજે મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે વૉર્ડ નંબર 2માં ચાવડા પરિવારને ત્યાં નિકાહ જેવો શુભ પ્રસંગ પણ યોજાયો હતો પરંતુ બંધારણના અધિકારાને નિભાવવા પરિવારની દુલ્હન અસ્મા બહેને મતદાન કરવા પહોંચ્યા હતા. નિકાહની ફરજ પૂર્ણ કરવાની સાથે બંધારણે આપેલી ફરજ પણ પૂર્ણ કરીને નિકાહ જેવા અતિ શુભ પ્રસંગમાં પણ સમય કાઢીને અસ્મા બહેને મતદાન કર્યું હતું.

નિકાહના સમયમાંથી સમય કાઢીને કર્યું મતદાન

આજે જૂનાગઢ જિલ્લાની કેશોદ નગરપાલિકા માટે સામાન્ય ચૂંટણીઓ યોજવા જઇ રહી છે. કેશોદ નગરપાલિકાનાં વૉર્ડ નંબર 9 માંથી 2 બોર્ડમાં રહેતા ચાવડા પરિવારને ત્યાં નિકાહ જેવો શુભ અવસર પણ યોજાયો હતો. એક તરફ લોકશાહીનું મહાપર્વ ચાલી રહ્યું છે. તો બીજી તરફ ઘરને આંગણે નિકાહ જેવો અતિશુભ અવસર પણ યોજાઇ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં દુલ્હન અસ્મા ચાવડાએ નિકાહ રસમો પૂર્ણ કરવાના સમયની સાથે મતદાન પ્રત્યે પણ નિકાહ જેટલી જાગૃતતા દાખવીને નિકાહના સમયમાંથી થોડો સમય કાઢીને વૉર્ડ નંબર 2 ના મતદાન મથકમાં મતદાન કરવા માટે અસ્મા બહેન પહોંચ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જૂનાગઢ

ધાર્મિક અને સામાજિક પ્રસંગને ખૂબ જ આત્મીયતાથી નિભાવ્યો

કેશોદની અસ્મા ચાવડાએ આજે ધાર્મિક અને સામાજિક પ્રસંગને ખૂબ જ આત્મીયતાથી નિભાવ્યો હતો પરંતુ સાથે સાથે મતદાન કરીને લોકશાહીના આ મહાપર્વ અને વધુ ઊજળો બનાવ્યો છે. મતદાન કરવાને લઈને ખાસ કરીને શુભ પ્રસંગોમાં મતદારો આનાકાની કરતા હોય છે પરંતુ અસ્મા ચાવડાએ પોતાના નિકાહને જેટલું મહત્વ આપ્યું તેટલું જ મહત્વ દેશની લોકશાહી પરંપરાને પણ આપ્યું અને નિકાહના સમયમાંથી પણ મતદાન થઇ શકે તેટલો સમય કાઢીને મતદાન મથક સુધી પહોંચી અને પોતાનો મત EVMમાં રજિસ્ટર કરાવ્યો હતો. અસ્મા ચાવડાનું આ ઉદાહરણ લોકશાહીને જીવંત અને મજબૂત બનાવવા માગતા પ્રત્યેક મતદારો માટે પાયાના પથ્થર સમાન જોવા મળશે. જે લોકો લોકશાહીને મજબુત કરવા માગે છે. તેવા લોકોએ અચુક મતદાન કરવું જોઈએ તેનું આદર્શ અને ઉત્તમ ઉદાહરણ કેશોદની અસ્મા ચાવડાએ આજે મત આપીને લોકશાહીના પર્વને દીપાવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details