ગુજરાત

gujarat

Gujarat Gram Panchayat election Result 2021: લો! આ તો જોવા જેવી થઈ... ઉમેદવારને ન મળ્યો એક પણ વોટ

By

Published : Dec 21, 2021, 8:40 PM IST

ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી (Gujarat Gram Panchayat election Result 2021) આજે હાથ ધરાઈ. ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામો (gram panchayat poll results) કોઇ માટે ગર્વ થાય તેવા, તો કોઈ માટે શરમજનક રહ્યા. આવો જ એક કિસ્સો અમરેલીના ખજુરપીપળીયા ગામમાં બન્યો છે. અહીં વોર્ડ નંબર-2ના ઉમેદવાર કાંતિભાઈ નિરંજનીને એકપણ મત મળ્યો નહોતો.

Gujarat Gram Panchayat election Result 2021: લો! આ તો જોવા જેવી થઈ... ઉમેદવારને ન મળ્યો એક પણ વોટ
Gujarat Gram Panchayat election Result 2021: લો! આ તો જોવા જેવી થઈ... ઉમેદવારને ન મળ્યો એક પણ વોટ

અમરેલી: ગ્રામ પંચાયતની ચૂંટણી (Gujarat Gram Panchayat election Result 2021)ની આજે મતગણતરી હાથ ધરાઈ. ચૂંટણીના પરિણામો કેટલાક ઉમેદવારો માટે આશ્ચર્યજનક, હાસ્યાસ્પદ અને શરમજનક પણ આવી શકે છે તેનું ઉદાહરણ અમરેલી જિલ્લા (Gram Panchayat election amreli)ના ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતના ચૂંટણી પરિણામો (gram panchayat poll results) પરથી જોવા મળ્યું. વોર્ડ નંબર-2ના ઉમેદવાર કાંતિભાઈ નિરંજનીને મતગણતરીમાં એકપણ મત નહીં મળતા આ પરિણામ તેમના માટે ખુબ જ શરમજનક માનવામાં આવી રહ્યું છે.

કોઇ માટે ઉત્સાહ તો કોઈ માટે શરમજનક રહ્યા ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ

ગ્રામ પંચાયતની ચૂંટણીના આશ્ચર્યજનકની સાથે શરમજનક પરિણામો સામે આવ્યા છે. ગ્રામ પંચાયતની ચૂંટણીની મતગણતરી (gram panchayat election vote counting) આજે હાથ ધરવામાં આવી છે. મોટાભાગની પંચાયતોના પરિણામો આવી ચૂક્યા છે, ત્યારે આ પરિણામો ચૂંટણી લડતા ઉમેદવારો માટે આશ્ચર્યજનક, ઉત્સાહપ્રેરક અને કેટલાક કિસ્સામાં શરમજનક પણ સાબિત થઈ રહ્યા છે.

મતગણતરી પૂર્ણ થઈ ગઈ પણ એકપણ વોટ ન મળ્યો

આ કિસ્સો છે અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના ખજુરી પીપળીયા ગ્રામ પંચાયત (khajuri pipaliya gram panchayat)ના સભ્યની ચૂંટણી લડતા કાંતિભાઈ નિરંજનીનો. વોર્ડ નંબર-2 માંથી કાંતિભાઈ નિરંજનીએ સભ્ય પદ માટેના ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેની આજે મતગણતરી હાથ ધરવામાં આવી હતી. મતપેટીઓ ખુલતા ચૂંટણી લડતા ઉમેદવારોના ખાતામાં ધીમેધીમે મત પણ એકઠા થતા ગયા, પરંતુ મતગણતરી પૂર્ણ થઈ ગઈ અને ચૂંટણી પરિણામો જાહેર થઈ ગયા તેમ છતાં કાંતિભાઈ નિરંજનીને એકપણ મત નહીં મળતા ઉમેદવાર શરમજનક સ્થિતિમાં મુકાયેલા જોવા મળ્યા હતા.

કાંતિભાઈ નિરંજનીને પોતાનો મત પણ ન મળ્યો!

ચૂંટણી પરિણામો સ્પષ્ટ દર્શાવી આપે છે કે ઉમેદવારને તેમનો પોતાનો મત પણ ન મળ્યો હોય. ખજુરી પીપળીયા ગ્રામ પંચાયતના સભ્યોની ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. વોર્ડ નંબર-2 માંથી ચૂંટણી લડતા કાંતિભાઈ નિરંજનીને એક પણ મત મળ્યો નથી તે સ્પષ્ટ દર્શાવી આપે છે કે કાંતિભાઈ નિરંજનીને ગામના અન્ય કોઈ વ્યક્તિનો મત મળ્યો નથી તે વાત સમજમાં ઉતરે તેવી છે, પરંતુ ઉમેદવારને પોતાનો મત પણ ન મળ્યો. આવી ક્ષોભજનક અને શરમજનક પરિસ્થિતિનો સામનો કાંતિભાઈ નિરંજનીએ ચૂંટણી પરિણામો (gram panchayat election results) અને મત ગણતરી બાદ કરવો પડ્યો હતો.

કાંતિભાઈની હાર રાજ્યમાં ચર્ચાનો વિષય

સામાન્ય રીતે કોઈપણ ચૂંટણી લડતો ઉમેદવાર પોતાને મત ન આપે તેવી ઘટના ભાગ્યે જ જોવા મળતી હોય છે, ત્યારે કાંતિભાઈ નિરંજનીના કેસમાં આ પ્રકારની હકીકત સામે આવી છે. ચૂંટણી પરિણામોમાં ખજૂરીપીપળીયાના કાંતિભાઈ નીરંજની હાર છતાં સમગ્ર રાજ્યમાં ચર્ચામાં છે.

આ પણ વાંચો: Gujarat Gram Panchayat Election Result 2021:ગાંઘીનગરના વાંકાનેરડા ગામમાં રાહુલ ઠાકોર 489 મતથી વિજેતા બન્યા

આ પણ વાંચો: Gram Panchayat Election Result 2021:આણંદ તાલુકામાં વાસખેલીયા ગામે MLAનો પુત્ર બન્યો સરપંચ

ABOUT THE AUTHOR

...view details