ગુજરાત

gujarat

આજથી થશે સિંહ દર્શન, 4 મહિનાના વેકેશન બાદ સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યું

By

Published : Oct 16, 2022, 3:27 PM IST

આજથી સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું (Gir Sasan Safari Park opened for tourists from today) છે. સાસણ સફારી પાર્ક 4 મહિનાના સિંહોના વેકેશન બાદ ફરી એક વખત શરૂ થયું છે. વહેલી સવારે નાયક વન સંરક્ષણ મોહન રામે સફારી પાર્કમાં પ્રવાસીઓના પ્રથમ જથ્થાને રવાના કર્યો છે. આગામી દિવાળીના તહેવાર અને 3 મહિના સુધી સફારી પાર્કની ઓનલાઇન તમામ ટિકિટ અત્યારથી જ બુક થઈ ગયેલી છે. જે ગીરમા આવતા પ્રવાસીઓની સંખ્યા અને પ્રવાસીઓને ગીર પ્રત્યેનો જે લગાવ છે તેને ઉજાગર કરે છે.

આજથી થશે સિંહ દર્શન, 4 મહિનાના વેકેશન બાદ સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યું
આજથી થશે સિંહ દર્શન, 4 મહિનાના વેકેશન બાદ સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યું

જૂનાગઢ :સાસણ સફારી પાર્ક (Sasan Safari Park opened for tourists from today) આજે 4 મહિનાના વેકેશન બાદ ફરી એક વખત શરૂ થયું છે. વહેલી સવારે 6:30 વાગ્યે પ્રવાસીઓના પ્રથમ જથ્થાને સિંહ દર્શન માટે જંગલ વિસ્તારમાં મોકલવામાં આવ્યો હતો. પ્રથમ દિવસે જ એક આખા સિંહ પરિવારને નજર સમક્ષ નિહાળીને ગીરમાં વેકેશન માટે આવેલા પ્રવાસીઓએ વેકેશનની શરૂઆત સિંહ દર્શન સાથે કરી હતી. આ અનુભવને જીવનનો આહલાદક અને અસ્મરણીય અનુભવ સાથે સરખાવીને ગીરના જંગલને મન ભરીને માણ્યો હતો.

આજથી થશે સિંહ દર્શન, 4 મહિનાના વેકેશન બાદ સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યું

સિંહનું વેકેશન થયું પૂર્ણ પ્રવાસીઓએ કર્યા સિંહ દર્શન :4 મહિના પછી સાસણ સફારી પાર્ક (Sasan Safari Park) ફરી એક વખત સિંહ દર્શન માટે ખોલવામાં આવ્યું છે. આજે વહેલી સવારે 6:30 કલાકે સિંહદર્શન માટે આવેલા પ્રવાસીઓના પ્રથમ જથ્થાને વિધિવત રીતે રવાના કરીને સિંહ દર્શનની શરૂઆત થઈ હતી. આજે પ્રથમ દિવસે સાસણ સફારી પાર્કની મુલાકાતે આવેલા દેશભરના પ્રવાસીઓએ એક સાથે સમગ્ર સિંહ પરિવારના દર્શન કરીને વેકેશનની શરૂઆત કરી હતી. સાસણ સફારી પાર્ક સમગ્ર એશિયામાં એકમાત્ર જોવા મળતા ગીરના સિંહોને લઈને જગવિખ્યાત છે. આગામી દિવાળીના તહેવારો દરમિયાન પણ ખૂબ મોટી સંખ્યામાં પ્રવાસીઓ સિંહ દર્શન માટે સાસણ આવી પહોંચશે. આ 3 મહિના સુધીનું તમામ ઓનલાઈન બુકિંગ સિહ દર્શન માટેનું પૂર્ણ થઈ ગયેલું છે જે દર્શાવી આપે છે કે સમગ્ર દેશ અને દુનિયાના પ્રવાસીઓ માટે ગીરના સિંહો કેટલું મહત્વ ધરાવે છે.

આજથી થશે સિંહ દર્શન, 4 મહિનાના વેકેશન બાદ સાસણ સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્યું

પ્રવાસીઓએ સિંહ દર્શનને ગણાવ્યો જીવનનુ ભાથુ :આજે પ્રથમ દિવસે તમામ 150 ટ્રીપ અગાઉ ઓનલાઈન બુકિંગ થઈ ગયેલી હતી. ખૂબ મોટી સંખ્યામાં ગીરના સિંહોને જોવા માટે સાસણ આવેલા પ્રવાસીઓએ ETV Bharat સાથે સિંહ દર્શન બાદ પોતાના અનુભવો અને અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા. પ્રવાસીઓએ જણાવ્યું હતું કે, "પ્રથમ દિવસે જ સિંહના દર્શન થશે તેવી ઈચ્છા હતી, પરંતુ એક સાથે આખો સિંહ પરિવાર જોવા મળશે તેની કલ્પના કરી ન હતી. જે રીતે સિંહનો આખો પરિવાર બિલકુલ મુક્ત મને જંગલમાં વિહરતો જોવા મળ્યો આ અનુભવ જીવનનો આહલાદક અનુભવ બની રહ્યો છે. કેટલાક પ્રવાસીઓએ પોતાના જીવનમાં મુક્ત રીતે પ્રથમ વખત સિંહને નજર સમક્ષ નિહાળીને પોતાની જાતને ધન્ય કરી હતી. આગામી દિવસોમાં પણ હજુ તેઓ ફરીને સાસણ સિંહ દર્શન માટે આવશે તેવી ઈચ્છા પણ વ્યક્ત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details