ગુજરાત

gujarat

જૂનાગઢની મહિલા અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળ્યું, મહિલાઓ માટે યોજના વધારવા કરી રજૂઆત

By

Published : Jul 5, 2021, 10:35 PM IST

જૂનાગઢની વિવિધ જ્ઞાતિના મહિલા અગ્રણીઓએ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની તેમના નિવાસ સ્થાને મુલાકાત લીધી હતી અને રાજ્ય સરકાર દ્વારા મહિલા ઉત્થાન અને મહિલા રોજગારીને લઈને કરી રહેલા કામો માટે અભિનંદન પાઠવ્યા હતા. આ સાથે રાજ્ય સરકાર હજુ પણ મહિલાઓના હિતમાં વધુ કેટલીક યોજનાઓ બનાવે જેના થકી મહિલાઓ અને ખાસ કરીને પછાત અને આર્થિક રીતે પગભર બનવા માંગતી મહિલાઓ માટે યોજનાઓ જાહેર કરીને મહિલાઓના હિતમાં વધુ કેટલાક અસરકારક યોજનાઓ બનાવે તેવી માગ પણ કરી હતી.

જૂનાગઢની મહિલા અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળ્યું
જૂનાગઢની મહિલા અગ્રણીઓનું પ્રતિનિધિમંડળ મુખ્યપ્રધાનને મળ્યું

  • જૂનાગઢના મહિલા અગ્રણીઓએ મુખ્યપ્રધાન રૂપાણીની લીધી મુલાકાત
  • વિવિધ જ્ઞાતિઓની મહિલાઓનું પ્રતિનિધિ મંડળ મુખ્યપ્રધાનને મળ્યું
  • વધુ મહિલાલક્ષી યોજનાઓ લાગુ કરવા માટે કરી માગ

જૂનાગઢ : શહેર જિલ્લાના મહિલા અગ્રણીઓ તેમજ જ્ઞાતિની મહિલા પાંખનું એક પ્રતિનિધિમંડળ આજે સોમવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીની મુલાકાતે ગાંધીનગર પહોંચ્યું હતું. ગાયત્રીબેન જાની અને મીનાબેન ગોહિલ ની આગેવાનીમાં મુખ્યપ્રધાન રૂપાણી સાથે રાજ્ય સરકાર દ્વારા મહિલાઓના ઉત્થાન અને મહિલાલક્ષી યોજનાઓ માટે અભિનંદન પાઠવીને જૂનાગઢ જિલ્લાની મહિલાઓનો સમર્થન રાજ્યની વર્તમાન સરકારને છે અને આગામી દિવસોમાં રાજ્ય સરકારને મળતું રહેશે, તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો.

વધુ યોજનાઓ બનાવવા કરી માગ

રાજ્ય સરકારની મહિલા સુરક્ષા અને સશક્તિકરણ તેમજ આર્થિક રીતે મહિલાઓ પગભર બને તે માટેની યોજનાઓ રાજ્ય સરકાર બનાવી રહી છે અને જે યોજનાઓ ચાલી રહી છે. તેને લઈને મહિલાના સામાજિક આર્થિક અને શૈક્ષણિક સ્તરમાં ખૂબ જ ફેરફાર જોવા મળી રહ્યો છે. જેને રાજ્ય સરકારની એક ઉપલબ્ધિ ગણાવીને જૂનાગઢની અગ્રણી મહિલાઓએ મુખ્યપ્રધાનને વધુ કેટલીક મહિલાલક્ષી યોજનાઓ બનાવવાની વિનંતી કરી છે. સામાજિક આર્થિક પછાત મહિલાઓ પણ સ્વરોજગારી મેળવી શકે તેને લઈને વધુ કેટલીક અસરકારક યોજનાઓ રાજ્ય સરકાર બનાવે તેવી માગ કરી છે.

ABOUT THE AUTHOR

...view details