ગુજરાત

gujarat

લોકડાઉનની અસરઃ જંગલમાં સંપૂર્ણ શાંતિના માહોલ વચ્ચે વનરાજા માણી રહ્યા છે પ્રકૃતિની મોજ...

By

Published : Apr 9, 2020, 7:20 PM IST

Updated : Apr 9, 2020, 8:57 PM IST

વડાપ્રધાન મોદીએ સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કર્યો છે. જેથી તેની ખાસ અસર ગીરના જંગલમાં જોવા મળી રહીં છે. લોકડાઉનને પગલે જંગલ વિસ્તરમાં લોકોની અવર-જવર બંધ થઇ છે. જેથી ગીરના સાવજ જંગલની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

ETV BHARAT
લોકડાઉનની અસરઃ જંગલમાં સંપૂર્ણ શાંતિના માહોલ વચ્ચે વનરાજા માણી રહ્યા છે પ્રકૃતિની મોજ...

જૂનાગઢ: વૈશ્વિક મહામારી બની ચૂકેલા કોરોના વાઇરસના ખતરાને લઈને સમગ્ર દેશને 21 દિવસ માટે લોકડાઉન કરવામાં આવ્યો છે. જેને કારણે લોકોની અવર-જ્વર મર્યાદિત બનાવવામાં આવી છે. તેની સાથે જ વાહનો પણ જૂજ પ્રમાણમાં જોવા મળી રહયા છે. જેની સકારાત્મક અસર હવે પર્યાવરણ પર પણ જોવા મળી રહી છે. લોકોની સાથે વાહનોની અવર-જ્વર પણ બંધ થતા વાતાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ ઘટી ગયું છે. જેને કારણે જંગલમાંથી વન્ય પ્રાણીઓના બહાર આવાના કિસ્સાઓમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે.

લોકડાઉનની અસરઃ જંગલમાં સંપૂર્ણ શાંતિના માહોલ વચ્ચે વનરાજા માણી રહ્યા છે પ્રકૃતિની મોજ...
15 દિવસના લોકડાઉનના સમયગાળા દરમિયાન સિંહ સહિતના વન્ય પ્રાણીઓ જંગલ વિસ્તારની બહાર આવ્યા હોય તેવો એક પણ કિસ્સો સામે આવ્યો નથી. જે પ્રકારે લોકોની વાહનો સાથે અવર-જવર બંધ થઇ છે, ત્યારથી પર્યાવરણમાં પ્રદૂષણનું પ્રમાણ પણ ઘટ્યું છે.

વન વિભાગના અધિકારીઓના મતે જંગલના પ્રાણીઓ માનવ હાજરી અને તેના દ્વારા કરવામાં આવતા બિન જરૂરી ઘોંઘાટોને કારણે માનસિક પરિતાપ ભોગવતા હોય છે, ત્યારે લોકડાઉનને કારણે શહેરની સાથે જંગલમાં પણ શાંતિનું વાતાવરણ સર્જાયું છે. જેને કારણે સિંહ સહિતના વન્ય પ્રાણીઓ જંગલની બહાર આવવાનો વિચાર સુદ્ધા કરતાં નથી.

Last Updated : Apr 9, 2020, 8:57 PM IST

ABOUT THE AUTHOR

...view details