ગુજરાત

gujarat

પહેલા ભાજપ માટે કામ કર્યું હવે લોકો માટે કામ કરીશું : ચેતન ગજેરા

By

Published : Apr 3, 2021, 11:55 AM IST

બે દિવસ પહેલા જૂનાગઢ શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે રાજીનામું આપનારા ચેતન ગજેરાએ આજે શનિવારે ETV ભારત સમક્ષ ભાજપ છોડવાને લઇને વાતચીત કરી હતી. ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, અત્યાર સુધી ભાજપની સેવા કરી હવે લોકોની સેવા કરવા માટે આપમાં જોડાયો છું.

Junagadh news
Junagadh news

  • લોકોના કામ કરવા માટે આપમાં જોડાયાનો પુર્વ ભાજપ પ્રમુખનો મત
  • ભાજપ છોડીને આપમાં શામેલ થયેલા ચેતન ગજેરાએ ETV ભારત સાથે કરી વાતચીત
  • અત્યાર સુધી ભાજપની સેવા કરી હવે લોકોની સેવા કરીશું

જૂનાગઢ: શહેર યુવા ભાજપના પ્રમુખ તરીકે બે દિવસ પહેલા ચેતન ગજેરાએ રાજીનામું આપીને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા. જેને લઈને આજે શનિવારે જૂનાગઢ સ્થિત પક્ષના કાર્યાલય ખાતે ચેતન ગજેરાએ ભાજપ છોડવાને લઈને ખુલ્લા મને ETV ભારત સમક્ષ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે, અત્યાર સુધી સંગઠનમાં રહીને ભાજપની સેવા કરી છે. હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇને લોકોની સેવા કરવા માટે નવી રાજકીય સફરની શરૂઆત કરી છે.

પહેલા ભાજપ માટે કામ કર્યું હવે લોકો માટે કામ કરીશું : ચેતન ગજેરા

આ પણ વાંંચો :જૂનાગઢ શહેર યુવા ભાજપ પ્રમુખ અને SC મોરચાના સક્રિય કાર્યકરો AAPમાં જોડાયા

આગામી દિવસોમાં હજુ પણ અનેક કાર્યકરો આપમાં જોડાશે તેવો કર્યો દાવો

ચેતન ગજેરાએ વધુમાં જણાવ્યું હતું કે, ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો વિકલ્પ બની ચૂકેલું ભાજપ લોકસેવાના ઉદ્દેશ્યથી દૂર જઈ રહ્યું છે. આવી પરિસ્થિતિમાં પક્ષમાં રહેવું તેમના માટે યોગ્ય નહીં જણાતા તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો છે. વધુમાં ચેતન ગજેરાએ જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં હજુ પણ ભાજપના પાયાના અને ચુસ્ત કાર્યકરો જે પક્ષથી નારાજ ચાલી રહ્યા છે અથવા તો ભાજપે તેમને ઉપેક્ષિત રાખ્યા છે, તેવા તમામ કાર્યકરો તેમની આગેવાનીમાં આમ આદમી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છે.

આ પણ વાંંચો :જૂનાગઢમાં આમ આદમી પાર્ટીનું મહાસંમેલન યોજાયું

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને આપે ગુજરાત માટે ગણાવી હતી સેમિફાઇનલ

સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટીના મુખ્યપ્રધાન કેજરીવાલ સહિત તમામ ધારાસભ્યોએ ગુજરાતના અલગ- અલગ જિલ્લાની મુલાકાત લીધી હતી. આપે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને સેમિફાઇનલ ગણીને તેમાં ઝંપલાવ્યું હતું.

આપને જૂનાગઢ જિલ્લામાં સફળતા પણ મળી રહી છે

પક્ષનો સ્પષ્ટ સંદેશ હતો કે, વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓમાં આપ ત્રીજા વિકલ્પ તરીકે પ્રબળ બને તે માટે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દેવી જોઈએ. આ ઉદ્દેશ સાથે આમ આદમી પાર્ટીએ સક્રિય રાજકારણમાં ઝંપલાવીને ભાજપ અને કોંગ્રેસ સામે ત્રીજા વિકલ્પની શોધમાં ગુજરાતમાં રાજનીતિ કરી રહી છે. જેમાં તેમને જૂનાગઢ જિલ્લામાં સફળતા પણ મળી રહી છે. પાછલા ત્રણ દિવસમાં ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો અને પદાધિકારીઓને પક્ષમાં શામેલ કરવા સુધીની સફળતા પણ મેળવી છે.

ABOUT THE AUTHOR

...view details