ગુજરાત

gujarat

Trichocard આપશે પાકમાં જીવાતો સામે રક્ષણ, જૂનાગઢ જૈવિક પ્રયોગશાળાની શોધ

By

Published : Oct 30, 2021, 7:55 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના ( Junagadh Agriculture University ) જૈવિક નિયંત્રણ પ્રયોગ શાળા દ્વારા કપાસ, મગફળી, શાકભાજી તેમજ અન્ય પાકોને નુકસાન કરતા ટ્રાઈકોકાર્ડની ( Trichocard ) શોધ કરી છે. આ ટ્રાઈકોકાર્ડની મદદથી ખેડૂત કૃષિ પાકોમાં આવતી જીવાતોનું નિયંત્રણ કરી શકે છે. સાથે સાથે કૃષિ પાકોને ઉપયોગી એવા પરજીવીઓને રક્ષણ અને પોષણ આપે છે જેને કારણે આ ટ્રાઈકોકાર્ડ ખેડૂતો માટે ખુબ જ ઉપયોગી બની રહ્યા છે.

Trichocard આપશે પાકમાં જીવાતો સામે રક્ષણ, જૂનાગઢ જૈવિક પ્રયોગશાળાની શોધ
Trichocard આપશે પાકમાં જીવાતો સામે રક્ષણ, જૂનાગઢ જૈવિક પ્રયોગશાળાની શોધ

  • એગ્રીકલ્ચર યુનિવર્સિટીની જૈવિક નિયંત્રણ પ્રયોગશાળાની શોધ
  • કૃષિ પાકોમાં ઉપયોગી એવા ટ્રાઈકોકાર્ડનું કર્યું સંશોધન
  • ટ્રાઈકોકાર્ડ થકી કૃષિ પાકોને નુકસાનકારક જીવાતોનું કરી શકાય છે નિયંત્રણ

જૂનાગઢઃ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીની ( Junagadh Agriculture University ) જૈવિક નિયંત્રણ પ્રયોગશાળા દ્વારા કૃષિ પાકોને અને ખાસ કરીને કપાસ, મગફળી, શાકભાજી સહિત અન્ય પાકો પર નુકસાન કરતી જીવાતોનું નિયંત્રણ કરતું ટ્રાઈકોકાર્ડનું ( Trichocard ) સંશોધન કર્યું છે. આ ટ્રાઇકોકાર્ડ થકી કપાસ, મગફળી સહિત અનેક પાકોમાં નુકસાનકારક ગુલાબી, લીલી અને કાબરી જીવાતો જોવા મળે છે તેના નિયંત્રણ માટે ખુબ જ ઉપયોગી છે. ટ્રાઇકોકાર્ડ કૃષિ પાકોને નુકસાનકારક જીવાતના ઈંડાનું પરજીવીકારણ કરીને કૃષિ પાકોને નુકસાનકારક ઈયળોનું નિયંત્રણ કરીને ખેડૂતોને કૃષિ પાકોના બચાવ માટે ઉપયોગી સાબિત થઇ રહી છે.

કૃષિ પાકોને ઉપયોગી એવા પરજીવીઓને રક્ષણ અને પોષણ આપે છે

ટ્રાઇકોકાર્ડ ટેક્નોલોજી ખેડૂતોને જીવાતોના નિયંત્રણ માટે બને છે ઉપયોગી

ટ્રાઇકોકાર્ડ ( Trichocard ) પર 15 થી 20 હજાર કરતાં વધારે ઈયળોના ઈંડાઓ જોવા મળે છે. આ ઈંડાઓમાંથી નીકળતી ઉપયોગી ઈયળ બહાર આવે છે ટ્રાઇકોકાર્ડમાંથી બહાર આવેલી ઈયળ ખેતી પાકોને નુકશાનકારક ઈયળનો નાશ કરે છે નુકસાનકારક ઈયળના નાશ થવાની સાથે પાકોને ઉપયોગી એવા કીટકોનું નિર્માણ થાય છે ટ્રાઇકોકાર્ડ થકી મકાઈ, જુવાર, કપાસ અને મગફળી જેવા પાકોમાં જોવા મળતા વેધકોના ઈંડાને પરજીવીકરણની પ્રક્રિયા દ્વારા નુકસાનકારક ઇયળોનો નાશ કરવામાં ટ્રાઇકોકાર્ડ ખેડૂતોને ખૂબ જ ઉપયોગી અને મહત્વનું બની રહ્યું છે.

કૃષિ પાકોમાં આવતી જીવાતોનું નિયંત્રણ કરી શકાય છે

આ પણ વાંચોઃ જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના યુવા વૈજ્ઞાનિકને મળ્યા 9 સન્માન પત્ર

આ પણ વાંચોઃ ખેડૂતો માટે સંશોધન અને વિસ્તરણ ક્ષેત્રમાં સતત કામ કરતી જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી

ABOUT THE AUTHOR

...view details