ગુજરાત

gujarat

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ચોમાસુ પાકોમાં આવતા રોગ અને તેના નિયંત્રણ અંગે ઓનલાઇન સેમિનાર યોજાયો

By

Published : Aug 21, 2020, 10:22 PM IST

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં ચોમાસુ પાકોમાં આવતા વિવિધ રોગ અને તેના નિવારણને લઈને શુક્રવારે ઓનલાઈન માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિષય નિષ્ણાંત અધ્યાપકોએ ખેડૂતોને માહિતી આપીને સંભવિત રોગ અને તેના નિયંત્રણ વિશે માર્ગદર્શન પુરું પાડ્યું હતું.

Junagadh Agriculture University
જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું

જૂનાગઢઃ એગ્રીકલ્ચર યુનિવર્સીટીમાં શુક્રવારે ચોમાસુ પાકોમાં અને મગફળી, કપાસ અને કેટલાક ધાન્ય તેમજ કઠોળ પાકોમાં આવતા રોગ અને તેના નિયંત્રણ માટે ઓનલાઇન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એગ્રીકલ્ચર યુનિવર્સિટીના વિષય નિષ્ણાંત અધિકારીઓએ હાજર રહીને ખેડૂતોને સંભવિત રોગ અને તેના નિયંત્રણ વિશે તલસ્પર્શી અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું

છેલ્લા પંદર દિવસથી સૌરાષ્ટ્ર અને ખાસ કરીને જૂનાગઢના ઘેડ વિસ્તારમાં સતત વરસાદ વરસી રહ્યો છે, જેને કારણે રોગ અને જીવાતના ઉપદ્રવની શક્યતાઓને નકારી શકાતી નથી. આવા સમયમાં આ સેમિનાર ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સીટી દ્વારા ઓનલાઇન સેમિનારનું આયોજન કરાયું

જિલ્લામાં મોસમનો સરેરાશ વરસાદ 40 થી 45 ઈંચ નોંધવામાં આવ્યો છે, ત્યારે આ વર્ષે જિલ્લાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 50 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે, આવી પરિસ્થિતિમાં કપાસ, મગફળી તેમજ ચોમાસુ ધાન્ય પાકો અને કેટલાક કઠોળ પાકોમાં વધુ વરસાદને કારણે કેટલીક જીવાતોનો ઉપદ્રવ આવી શકે છે, જેને ધ્યાને રાખીને ખેડૂતો સંભવિત જીવાતના ઉપદ્રવની સામે પોતાના ચોમાસુ પાકનું સંરક્ષણ કરી શકે તે માટે આ સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં ખેડૂતોને વિવિધ રોગ જીવાતના ઉપદ્રવ અને તેના નિરાકરણ માટે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા ચોમાસુ પાકોમાં આવતા રોગ અને તેના નિયંત્રણ અંગે ઓનલાઇન સેમિનાર યોજાયો

ABOUT THE AUTHOR

...view details