ગુજરાત

gujarat

Uniform distribution : જામનગરમાં આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા ગણવેશ

By

Published : Jun 29, 2021, 9:35 PM IST

જામનગરમાં રાજ્યપ્રધાનનાં હસ્તે આંગણવાડીમાં અભ્યાસ કરતા ભુલકાંઓ માટે યુનિફોર્મ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર જિલ્લાના 3થી 6 વર્ષની ઉંમરના કુલ 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરવામાં આવ્યું હતું.

Jamnagar News
Jamnagar News

  • હવે આંગણવાડીના ભૂલકાઓ પણ યુનિફોર્મથી શોભશે
  • રાજ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને યુનિફોર્મ વિતરણ કાર્યક્રમ યોજાયો
  • કાર્યક્રમમાં મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી વર્ચ્યુઅલ ઉપસ્થિત રહ્યા
  • રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ બાળકોની સતત ચિંતા કરી રહી છે : ધર્મેન્દ્રસિંહ જાડેજા

જામનગર : શહેરની જિલ્લા પંચાયત કચેરી (District Panchayat Office) ખાતે અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યપ્રધાન (Minister of State) ધર્મેન્દ્રસિંહ જાડેજાના અધ્યક્ષ સ્થાને તેમજ મુખ્યપ્રધાન વિજયભાઇ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિ (Virtual presence)માં જિલ્લાની આંગણવાડીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ વિતરણ (Uniform distribution) નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જામનગર મહાનગરપાલિકા વિસ્તાર હેઠળની 309 આંગણવાડીઓના 5,041 તથા જિલ્લા પંચાયત હસ્તકની 888 આંગણવાડીઓના 19,848 બાળકો મળી સમગ્ર જિલ્લાના 3થી 6 વર્ષની ઉંમરના કુલ 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ (Uniform distribution) કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત કાર્યક્રમના સ્થળે પ્રતીકરૂપે 12 બાળકોને યુનિફોર્મ (Uniform) તથા હાઈજીન કીટ (Hygiene kit) નું વિતરણ કરવામાં આવ્યું હતું.

જામનગરમાં આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા યુનિફોર્મ

સમગ્ર જિલ્લામાં 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ કરાયા

આ પ્રસંગે રાજ્યપ્રધાન (Minister of State) ધર્મેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આંગણવાડીના 3થી 6 વર્ષના બાળકો માટે યુનિફોર્મ વિતરણ (Uniform distribution)નો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં જામનગર જિલ્લામાં પણ જિલ્લા પંચાયત (District Panchayat) હસ્તકની 888 તેમજ મહાનગરપાલિકા હસ્તકની 309 આંગણવાડીઓના 24,889 બાળકોને યુનિફોર્મ વિતરણ (Uniform distribution) કરવામાં આવનાર છે. રાજ્ય સરકારના આ ઉત્તમ અભિગમ થકી આંગણવાડીઓના ભૂલકાઓને એક આગવી ઓળખ પ્રાપ્ત થશે. આ સાથે જ ફરી એકવાર પુરવાર થયું છે કે, સગર્ભા બહેનો, ધાત્રી માતાઓ, કિશોરીઓ તેમજ નાના બાળકોની રાજ્ય સરકાર દરેક ક્ષેત્રે દરકાર લઈ તેમની સતત ચિંતા કરી રહી છે.

આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા યુનિફોર્મ

આ પણ વાંચો : આંગણવાડીના 14 લાખથી વધુ બાળકોને આપવામાં આવ્યા ગણવેશ

બાળકોને બે જોડી યુનિફોર્મ રાજ્યપ્રધાનના હસ્તે અપાયા

આંગણવાડીમાં ફરજ બજાવતા કાર્યકર બહેનોની ઉત્તમ કામગીરીને બિરદાવતા રાજ્યપ્રધાને જણાવ્યું હતું કે, આંગણવાડીમાં આવતા બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ બાળકનો સર્વાંગી વિકાસ થાય તે માટે કાર્યકર બહેનો સતત પ્રયત્નશીલ રહે છે. બાળકના આરોગ્યની દેખભાળ, રસીકરણ, રેફરલ સેવા, પોષણ, શિક્ષણ વગેરે બાબતે આ બહેનો બાળક માટે માતા યશોદાની ભૂમિકા ભજવે છે અને તેથી જ આંગણવાડી કાર્યકર અને હેલ્પર બહેનોને માતા યશોદાના ખિતાબથી નવાજવામાં આવે છે.

આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા યુનિફોર્મ

આ પણ વાંચો :Uniform distribution Anand: 52,894 આંગણવાડીના બાળકોને કરાયું ગણવેશ વિતરણ

કાર્યક્રમમાં કોણ કોણ રહ્યું ઉપસ્થિત ?

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ડૉ. સૌરભ પારધી, મનપા કમિશ્નર વિજય ખરાડી તથા જિલ્લા વિકાસ અધિકારી (DDO) મિહિર પટેલ દ્વારા પ્રાસંગિક ઉદ્બોધન કરાયું હતું. કાર્યક્રમના સ્થળે મહાનુભાવોના હસ્તે બાળકોને પ્રતીકરૂપે હાઈજીન કીટ (Hygiene kit) તથા ગણવેશ (Uniform) નું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોની સ્વાગત વિધિ પ્રોગ્રામ ઓફિસર ચંદ્રેશ ભાંભી દ્વારા કરાઈ હતી. જ્યારે આભારવિધિ ગીતા મારવાણીયા દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા પંચયત પ્રમુખ ધરમશી ચનિયારા, શહેર અધ્યક્ષ વિમલ કગથરા, સ્ટેન્ડિંગ કમટીના ચેરમેન મનીષ કટારીયા, ડેપ્યૂટી મેયર તપન પરમાર, દંડક કેતન ગોસરાણી, શાસકપક્ષના નેતા કુસુમ પંડ્યા, શિક્ષણ સમિતિના ચેરમેન લખધીરસિંહ જાડેજા, કલેક્ટર સૌરભ પારધી, મનપા કમિશ્નર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, ડેપ્યૂટી મ્યુનિસિપલ કમિશ્નર વસ્તાણી, પ્રોગ્રામ ઓફિસર ડૉ. ગૌરી તથા ડો. ચંદ્રેશ ભાંભી વગેરે ઉપસ્થિત રહ્યા હતાં.

આંગણવાડીના ભૂલકાઓને રાજ્ય પ્રધાનના હસ્તે અપાયા યુનિફોર્મ

ABOUT THE AUTHOR

...view details