ગુજરાત

gujarat

જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

By

Published : Apr 22, 2021, 10:43 PM IST

જામનગરના ખિજડીયા બાયપાસ પાસેથી એક કારમાંથી જામનગર પેરોલ ફર્લો સ્કવોડની ટીમે વિદેશી દારૂ ઝડપી પાડ્યો હતો. પેરોલ ફર્લો સ્કવોડની ટીમે  રૂપિયા 81,600ની 204 નંગ વિદેશી દારૂની બોટલ અને રૂપિયા 3,00,000ની કિંમતની કાર તથા 20,000ની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂપિયા 4,01,600ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે.

જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા
જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

  • ખિજડીયા બાયપાસ પાસેથી એક કારમાંથી પોલીસે દારૂ ઝડપ્યો
  • રૂપિયા 81,600ની 204 નંગ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સો ઝડપાયા
  • પોલીસે મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી

જામનગરઃ જિલ્લામાં ખિજડીયા બાયપાસ પાસેથી પોલીસે એક કારમાંથી દારૂ ઝડપી પાડ્યો છે. રાજકોટથી જામનગર આવતી મોટરકારમાં વિદેશી દારૂની બોટલ હોવાની પોલીસને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સુચના તેમજ LCB પીઆઇ કે.જી.ચૌધરીના માર્ગદર્શન મુજબ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે કારમાંથી રૂપિયા 72,000ની કિંમતની 180 નંગ વિસ્કીની બોટલ, રૂપિયા 9,600ની કિંમતની 24 નંગ વોટકાની બોટલ તથા રૂપિયા 3,00,000ની કિંમતની કાર તથા રૂપિયા 20,000ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂપિયા 4,01,600ના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપ્યાં છે.

જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

આ પણ વાંચોઃ જામનગરમાં લાલવાડીમાંથી 8.46 લાખના અંગ્રેજી દારૂ સાથે 2ની ધરપકડ

પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી

પોલીસે મયૂર રામજીભાઇ સોઢા અને સુરેશ ઉર્ફે સુર્યો કાનજીભાઇ ડાભીને મુદામાલ સાથે પકડી તેમજ ઇંગ્લીશ દારૂનો જથ્થો મગાવનારા જીતેન્દ્રસિંહ ઉર્ફે જીતુભા કલુભા જાડેજા, વિદેશી દારૂનો જથ્થો મોકલનારા કિશોરભાઇ કાઢીને ફરાર જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

જામનગરના ખીજડિયા બાયપાસ પાસેથી વિદેશી દારૂ સાથે બે ઝડપાયા

ABOUT THE AUTHOR

...view details