ગુજરાત

gujarat

રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખે કોરોના કાળમાં 3000 મણ ઘઉંનું દાન કર્યું

By

Published : May 21, 2021, 2:27 PM IST

કોરોનાકાળમાં ગરીબ લોકો આર્થિક સંકડામણનો અનુભવ કરી રહયા છે ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા ગરીબોને દાન આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભીખુભા વાઢેર દ્વારા છેલ્લા દસ વર્ષથી જામનગરમાં ગરીબ લોકોની ઘઉંનું દાન કરવામાં આવી રહ્યું છે

રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખે કોરોના કાળમાં 3000 મણ ઘઉંનું દાન કર્યું
રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખે કોરોના કાળમાં 3000 મણ ઘઉંનું દાન કર્યું

  • રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખે ત્રણ હજાર મણ ઘઉંનું કોરોનાકાળમાં દાન કર્યું
  • જામનગરના રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખની દરિયાદિલી
  • રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઢેર છેલ્લા 10 વર્ષથી ઘઉં નું દાન કરે છે

જામનગર: કોરોના કાળ દરમિયાન વિવિધ સામાજિક સંસ્થાઓ લોકોની મદદે આવી છે. જોકે, જામનગરમાં ખોડિયાર કોલોની વિસ્તારમાં રહેતા રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ભીખુભા વાઢેર છેલ્લા 10 વર્ષથી ઘઉં નું દાન કરી રહ્યા છે. જોકે, આ વર્ષે પણ ભીખુભા જાડેજાએ ગરીબ લોકોમાં દાનનું દાન કર્યું છે. ભીખુભા વાઢેર દ્વારા આ વર્ષે 3000 મણ ઘઉં ગરીબ લોકોને દાનમાં આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો:સોનુ સૂદે તેના નામે બનાવટી દાન અંગે લોકોને ચેતવણી આપી

ગરીબ લોકોને ત્રણ હજાર મણ ઘઉં આપ્યા દાનમાં

કોરોનાકાળમાં ગરીબ લોકો આર્થિક સંકડામણનો અનુભવ કરી રહયા છે ત્યારે અનેક સામાજીક સંસ્થાઓ દ્વારા ગરીબોને દાન આપવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ભીખુભા વાઢેર દ્વારા છેલ્લા દસ વર્ષથી જામનગરમાં ગરીબ લોકોની ઘઉંનું દાન કરવામાં આવી રહ્યું છે. જોકે, ગત વર્ષ કરતાં આ વર્ષે 1000 મણ ઘઉંનું વધુ વિતરણ કરવામાં આવ્યું છે. કોરોનાકાળમાં સામાન્ય લોકો પાસે ધંધો-રોજગાર ન હોવાના કારણે આર્થિક સંકડામણનો અનુભવ કરી રહયા છે. ત્યારે પોતાના પરિવારનું ગુજરાન ચલાવું પણ અઘરુ થઈ રહ્યું છે તેવા સમયે રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ ભીખુભાઈ વાઢેરે દરિયાદિલી દાખવી છે.

આ પણ વાંચો:વડોદરાની એક સંસ્થાએ સયાજી હોસ્પિટલને 10 ઓક્સિજન કોન્સન્ટ્રેટર ભેટમાં આપ્યા

ABOUT THE AUTHOR

...view details