ગુજરાત

gujarat

Delta Plus Variant in Gujarat: જામનગરમાં ડેલ્ટા પ્લસનો પગપેસારો, વૃદ્ધ મહિલાનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ

By

Published : Jun 29, 2021, 8:02 PM IST

કોરોના વાઈરસની બીજી લહેર બાદ ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat) ના 2 કેસ નોંધાઈ ચૂક્યાં છે. ત્યારે જામનગરમાંથી એક વદ્ધાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (delta plus variant) મળી આવ્યો હતો. જેથી આરોગ્ય ટીમમાં દોડધામ મચી છે. શહેરના ગાંધીનગર વિસ્તારમાં રહેતા એક વુદ્ધાના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યો છે. આ સાથે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના કુલ 3 કેસ થયા છે.

જામનગરમાં ડેલ્ટા પ્લસનો પગપેસારો
જામનગરમાં ડેલ્ટા પ્લસનો પગપેસારો

  • જામનગરમાં ડેલ્ટા પ્લસની એન્ટ્રી
  • ગાંધીનગર વિસ્તારમાં એક વુદ્ધાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યાં
  • રાજ્યમાં ડેલ્ટા પ્લસનો ત્રીજો કેસ

જામનગરઃ શહેરના ગાંધીનગર વિસ્તારમાં એક વુદ્ધાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (delta plus variant) મળી આવ્યાં હતો. જે બાદ આ વિસ્તારમાં સઘન આરોગ્ય સર્વે હાથ ધરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા આ વિસ્તારમાં જરૂરી આરોગ્ય તકેદારીના પગલાં લેવા માટે લોકોનો સંપર્ક કરી વિગતો મેળવવામાં આવી હતી. આ સાથે રાજ્યમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (Delta Plus Variant in Gujarat)નો ત્રીજો કેસ સામે આવ્યો છે.

આ પણ વાંચોઃ Delta Plus Variant in Gujarat - વડોદરા અને સુરતમાં નોંધાયા એક-એક કેસ, બન્ને દર્દીઓ સ્વસ્થ

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો સર્વે

જામનગર શહેરના ગાંધીનગર નજીક અન્નપુર્ણા માતાજીના મંદિર પાસે રહેતાં એક વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે બાદ જી.જી.હોસ્પિટલ (GG Hospital)માં સારવાર દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (delta plus variant)ની ચકાસણી માટે તેનો રિપોર્ટ પૂણેની લેબમાં મોકલવામાં આવ્યો હતો. જ્યા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો સર્વે

વૃદ્ધાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવ્યાં

આ વૃદ્ધાનો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ (delta plus variant)નો રિપોર્ટ પોઝિટીવ આવતાં આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઇ ગઇ હતી. વૃદ્ધાના કોરોના રિપોર્ટમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળી આવતાં મેડિકલ ઓફિસરની દેખરેખ હેઠળ આરોગ્ય કર્મચારીઓ દ્વારા આ વિસ્તારમાં સર્વે હાથ ધરાયો હતો અને તાવ, ખાસી, શરદી જેવા કેસો અંગે માહિતી મેળવી હતી. આરોગ્ય કર્મચારીની ટીમોએ આ વિસ્તારમાં ઘરે-ઘરે જઇ દરેક સભ્યોની તપાસ હાથધરી હતી.

આરોગ્ય વિભાગ દ્વારા હાથ ધરાયો સર્વે

આ પણ વાંચોઃ Variants of Corona : Delta + જેવા કોરોના વેરિયન્ટના આ રીતે થાય છે નામકરણ, વાંચો એક ક્લિકમાં...

ABOUT THE AUTHOR

...view details