ગુજરાત

gujarat

જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ

By

Published : Jun 28, 2021, 2:28 PM IST

જમ્મુ એરફોર્સ સ્ટેશન (Drone attack on Jammu Air Force Station) પર બે આંતકવાદી હુમલા કરવામાં આવ્યાં છે. જેમાં ડ્રોનના મારફતે આંતકવાદી હુમલા કરવામાં આવ્યું હોવાની વિગતો બહાર આવી હતી. જેને પગલે જામનગર એરફોર્સ સ્ટેશનની સુરક્ષા (Security beefed up at Jamnagar Air Force Station)વધારાઈ છે.

જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ
જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ

  • જમ્મુમાં એરફોર્સ પર હુમલા બાદJamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ
  • એરફોર્સ સ્ટેશન બહાર શંકાસ્પદ હિલચાલ ઉપર રાખવામાં આવેલી છે નજર
  • આવતાજતાં વાહનો અને લોકોનું કડક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે

    જામનગરઃ ઉલ્લેખનીય છે કે જમ્મૂ એરફોર્સ પર ડ્રોનથી (Drone attack on Jammu Air Force Station) હુમલા કરવામાં આવ્યો છે જેમાં બે જવાનો ઘવાયા છે. જમ્મુ એરફોર્સ સ્ટેશન પર આતંકવાદી હુમલો કરવામાં આવ્યો છે તેમાં પાકિસ્તાની ષડ્યંત્ર હોવાની શક્યતા દેખાઈ રહી છે. જેને પગલેે દેશના અન્ય એરફોર્સ સ્ટેશન (Jamnagar Air Force Station) પણ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેથી જામનગર એરફોર્સ સ્ટેશન પર કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે તેમજ લોકોનું પણ સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરફોર્સ સ્ટેશનની આજુબાજુમાંથી કોઈ અજાણ્યા વ્યક્તિઓ નીકળી રહ્યાં છે તેની પણ જડતી લેવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ Suspected Drone: જમ્મુમાં બ્રિગેડ મુખ્યમથક પાસે 2 જગ્યાએ દેખાયા શંકાસ્પદ ડ્રોન, જવાનોએ ડ્રોન પર કર્યું ફાયરિંગ



એરફોર્સ સ્ટેશન પર સઘન ચેકિંગ

ETV Bharat સાથેની ટેલિફોનિક વાતચીતમાં (Jamnagar Air Force Station) એરફોર્સ સ્ટેશનના પીઆરઓએ જણાવ્યું કે જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે હજુ સુધી કોઇ શંકાસ્પદ હલચલ જોવા મળી નથી, પણ એરફોર્સ સ્ટેશનની અંદર આવતાજતાં લોકોનુ ચેકિંગ સઘન કરવામાં આવ્યું છે



આ પણ વાંચોઃ Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી

ABOUT THE AUTHOR

...view details