ગુજરાત

gujarat

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરથી ઓક્સિજનના 3 ટેન્કર મહારાષ્ટ્ર મોકલ્યા

By

Published : Apr 26, 2021, 11:30 AM IST

Updated : Apr 26, 2021, 3:23 PM IST

દેશભરમાં કોરોનાના દર્દીઓ વધતા ઓક્સિજનના પૂરવઠામાં અછત સર્જાઈ રહી છે. ત્યારે દેશ અને વિદેશની મોટી મોટી કંપનીઓ ઓક્સિજન પૂરવઠો આપવા માટે આગળ આવી રહી છે. હવે જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે જામનગર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસેથી ઓક્સિજનનો જથ્થો માગતા ટ્રેન મારફતે ઓક્સિજન મોકલવામાં આવ્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરથી ઓક્સિજનના 3 ટેન્કર મહારાષ્ટ્ર મોકલ્યા
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરથી ઓક્સિજનના 3 ટેન્કર મહારાષ્ટ્ર મોકલ્યા

  • મહારાષ્ટ્ર સરકારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે માગ્યો હતો ઓક્સિજન
  • ઓક્સિજન એક્સપ્રેસથી 3 ઓક્સિજન ટેન્કર મહારાષ્ટ્ર જવા રવાના
  • જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઓક્સિજનનું ઉત્પાદન કરી રહી છે


જામનગરઃ સમગ્ર રાજ્યમાં કોરોનાની કપરી સ્થિતિ જોવા મળી રહી છે. આવા સમયે મહારાષ્ટ્ર સરકારે ઓક્સિજનની મદદ માટે ગુજરાત તરફ હાથ લંબાવ્યો છે. મહારાષ્ટ્ર સરકારે જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝને ઓક્સિજનનો પૂરવઠો પૂરો પાડવા કહ્યું હતું. આથી જામનગરથી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન મારફતે ત્રણ ટેન્કર ઓક્સિજન મહારાષ્ટ્ર મોકલવામાં આવ્યા છે. જામનગરના હાપા રેલવે સ્ટેશનથી રવિવારે ઓક્સિજનનો જથ્થો મહારાષ્ટ્રના કોલબાલી ખાતે મોકલવામાં આવ્યો છે. ત્રણ ટેન્કરમાં KLMG ઓક્સિજન મોકલવામાં આવ્યું છે.

આ પણ વાંચોઃસુરત જિલ્લાના ઓક્સિજન પ્લાન્ટ પર વહીવટી તંત્રની ચાંપતી નજર

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે જામનગરથી ઓક્સિજનના 3 ટેન્કર મહારાષ્ટ્ર મોકલ્યા

વિશેષ ટ્રેનમાં ત્રણ ટેન્કર ઓક્સિજન લઈ જવાયો

ઉલ્લેખનીય છે કે, ઓક્સિજન લઈને જતી સ્પેશિયલ ટ્રેનને ગ્રીન કોરિડોરમાં દોડાવવામાં આવશે. વર્તમાન પરિસ્થિતિને જોતા જામનગરની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં મોટા પ્રમાણમાં ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. આ ઓક્સિજન ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહિતના રાજ્યોને પૂરો પાડવામાં આવી રહ્યો છે. આ અગાઉ રાજસ્થાનમાં પણ વિમાન મારફતે ઓક્સિજન ટેન્કર મોકલવામાં આવ્યું હતું.

આ પણ વાંચોઃવલસાડની એક પણ હોસ્પિટલમાં બેડ નહીં, ઓક્સિજનની માગ સામે માત્ર 50 ટકા સપ્લાય

ઓક્સિજનનો પૂરતો જથ્થો હોસ્પિટલ્સમાં પહોંચાડવા રાજ્યોએ વ્યવસ્થા કરી

કોરોનાની વિકટ પરિસ્થિતિમાં કોરોનાના દર્દીઓને ઓક્સિજનની ખૂબ જ જરૂર પડતી હોય છે ત્યારે ઓક્સિજનનો પૂરતો જથ્થો ખાનગી તેમજ સરકારી હોસ્પિટલમાં ઉપલબ્ધ રહે અને દર્દીઓને તાત્કાલીક મળી રહે તે માટેની તમામ રાજ્યો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. મહત્વનું છે કે, મહારાષ્ટ્રમાં ઓક્સિજનની અછત થતા મહારાષ્ટ્ર સરકારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાસે ઓક્સિજનની માગ કરી હતી.

Last Updated :Apr 26, 2021, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details