ગુજરાત

gujarat

જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર, જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો...

By

Published : Jul 18, 2021, 4:11 PM IST

જામનગર સહિત સમગ્ર હાલાર પંથકમાં અસહ્ય બફારા અને ઉકળાટ બાદ વરસાદથી ગરમીમાં રાહત મળી હતી. જામનગર શહેરમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું હતું. જયારે લગભગ સમગ્ર શહેરમાં વિજળી પણ ડૂલ થઇ ગઇ હતી. છેલ્લાં 24 કલાકમાં જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મિલીમીટર વરસાદ નોંધાયો હતો.

જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર

  • જામનગર શહેર જિલ્લામાં મેઘરાજાની એન્ટ્રી
  • સતત 2 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસ્યા
  • શહેરમાં એક કલાકમાં અઢી ઇંચ વરસાદ ખાબક્યો

જામનગર : શહેર-જિલ્લામાં વાદળો છવાયા બાદ વરસાદના કારણે માર્ગો જળબંબાકાર થયા હતાં. ગ્રામ્ય પંથકોમાં નદીઓ બે કાઠેં વહેતી થઇ હતી. જામનગર શહેરમાં ભારે પવન સાથે વરસેલાં તોફાની વરસાદને કારણે માત્ર એક કલાકમાં જ અઢી ઇંચ પાણી વરસી ગયું હતું. જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય પંથકમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. જામનગર જિલ્લાના જામજોધપુરમાં 3 ઇંચ, જામનગરમાં અઢી ઇંચ, ધ્રોલમાં પોણા બે ઇંચ, લાલપુર તથા કાલાવડમાં સવા ઇંચ તથા જોડિયામાં આઠ મિલીમીટર વરસાદ વરસ્યો હતો.

જામનગરમાં સતત બીજા દિવસે મેઘમહેર
જિલ્લામાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો ?
સ્થળવરસાદ (મી.મી.માં)
લાખાબાવળ 28
મોટી બાણુગાર 35
ફલ્લા 35
જામવંથલી 48
ધૂતારપૂર 56
અલિયાબાડા 55
દરેડ 40
હડિયાણા 16
બાલંભા 20
પિઠડ 30
લતિપુર 07
જાલિયાદેવાણી 25
લૈયારા 05
નિકાવા 10
ભલસાણ બેરાજા 80
નવાગામ 30
મોટાં પાંચદેવડા 50
સમાણા 35
શેઠવડાળા 52
જામવાડી 53
વાસજાળીયા 53
ધૂનડા 30
ધ્રાફા 60
પરડવા 58
પિપરતોળા 74
પડાણા 17
ભણગોર 80
મોટા ખડબા 33
મોડપર 77
ડબાસંગ 57

વરસાદને પગલે ખેડૂતોમાં ખુશી, શહેરી વિસ્તારમાં જનજીવન ખોરવાયું

છેલ્લા ઘણા દિવસોના વિરામ બાદ વરસેલા વરસાદને પગલે જામનગર શહેર-જિલ્લામાં જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરી વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે સાથે જનજીવન ખોરવાયું હતું. જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો. જોકે, વિરામ બાદ વરસાદ વરસતા ઉકળાટના કારણે ત્રાસી ગયેલા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details