ગુજરાત

gujarat

Pushpa style protest of Jamnagar corporator : એક અધિકારીના ભ્રષ્ટાચારને લઇને જામનગરના કોર્પોરેટરે કર્યો પુષ્પા સ્ટાઇલથી વિરોધ

By

Published : Apr 20, 2022, 4:47 PM IST

Updated : Apr 21, 2022, 12:27 PM IST

ફિલ્મ પુષ્પાનો ફીવર રાજકારણીઓ સુધી વ્યાપેલો છે તેનો દાખલો જામનગરમાં સામે આવ્યો છે. કોર્પોરેટર રચના નદાણીયાએ એક અધિકારીના ભ્રષ્ટાચારના વિરોધમાં રજૂઆત (Pushpa style protest of Jamnagar corporator )આ રીતે કરી હતી.

Pushpa style protest of Jamnagar corporator : એક અધિકારીના ભ્રષ્ટાચારને લઇને જામનગરના કોર્પોરેટરે કર્યો પુષ્પા સ્ટાઇલનો વિરોધ
Pushpa style protest of Jamnagar corporator : એક અધિકારીના ભ્રષ્ટાચારને લઇને જામનગરના કોર્પોરેટરે કર્યો પુષ્પા સ્ટાઇલનો વિરોધ

જામનગર-જામનગર મહાનગરપાલિકામાં આજરોજ ટાઉનહોલ ખાતે જનરલ બોર્ડનું આયોજન (Jamnagar Municipal Corporation General Board Meeting)કરવામાં આવ્યું છે. જનરલ બોર્ડ યોજાય તે પહેલા જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયાએ (Jamnagar Corporator Rachna Nadaniya) અનોખો વિરોધ કર્યો છે. તેમણે એક ભ્રષ્ટાચારી અધિકારી બની પુષ્પા મુવીના (Pushpa fever )ડાયલોગ ઝૂકેગા નહીં સ્ટાઈલમાં વિરોધ (Pushpa style protest of Jamnagar corporator )કર્યો છે.

Pushpa style protest of Jamnagar corporator

જામનગર મહાનગરપાલિકાની icdc શાખામાં એક અધિકારી (Corruption of icdc officer in Jamnagar)ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરે છે. છતાં પણ તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે અને આ ભ્રષ્ટાચારી અધિકારીને બચાવવામાં આવી રહ્યાં છે, તેવા આક્ષેપ સાથે તેમણે અનોખો વિરોધ કર્યો છે.

આ પણ વાંચોઃ Jamnagar Congress Protest : મોંઘવારી વિરોધ કાર્યક્રમમાં મહિલા નગરસેવિકાએ ઘેનની ટીકડીઓ ખાઇ લીધી

ભ્રષ્ટાચાર મામલે હોબાળો- જામનગર મહાનગરપાલિકામાં કવર ભ્રષ્ટાચાર મામલે શાસક પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચે ભારે હોબાળો થતો જોવા મળી રહ્યો છે. જોકે આજે પણ જનરલ બોર્ડમાં ભારે હોબાળો થાય તેવી શક્યતા છે. કોંગ્રેસની કોર્પોરેટર રચના નદાણીયા અધિકારીના પોશાકમાં ટાઉન ખાતે પહોંચ્યા છે..ICDC વિભાગનો મુખ્ય અધિકારી ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરી રહ્યાં હોવાનો આક્ષેપ છે.

આ પણ વાંચોઃ જામનગર મનપા કમિશ્નર સામે મહિલા કોર્પોરેટર રડી પડી, જાણો કેમ?

કોણ છે આ અધિકારી- સમગ્ર દેશમાં હાલ પુષ્પા મુવીનો ક્રેઝ જોવા મળી રહ્યો છે ત્યારે રાજકારણમાં પણ લોકો પુષ્પા મુવીના ઝૂકેગા નહીં ડાયલોગથી(Pushpa style protest of Jamnagar corporator ) વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જામનગર મહાનગર પાલિકામાં ICDC વિભાગમાં ફરજ બજાવતા ભ્રષ્ટાચારી અધિકારી ખુલ્લેઆમ કોઈ પણ જાતના ડર વિના ભ્રષ્ટાચાર કરી રહ્યા છે. જો કે શાસક પક્ષના નેતાઓને ખ્યાલ હોવા છતાં પણ તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. કોર્પોરેટર રચના નદાણીયાને અધિકારી સામે ACB તપાસ કરવાની માગ પણ કરી હતી તેવો પ્રશ્ન કરતા એ કામ કમિશનર અને મેયરમાં આવે એમ જણાવ્યું હતું.

Last Updated : Apr 21, 2022, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details