ગુજરાત

gujarat

જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત

By

Published : Mar 26, 2021, 4:14 PM IST

Updated : Mar 26, 2021, 6:37 PM IST

હાલમાં ચાલી રહેલા વેક્સિનેશનના વધુ એક તબક્કામાં જામનગર જિલ્લામાં ચાલી રહેલી કામગીરીના નિરીક્ષણ માટે જામનગર જિલ્લા કલેક્ટર તેમજ મ્યુનિસિપલ કમિશનર દ્વારા રસીકરણ કેન્દ્રોની મુલાકાત લેવામાં આવી હતી.

જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત
જામનગર કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે રસીકરણ કેન્દ્રોની લીધી મુલાકાત

  • જામનગર સહિત સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે રસીકરણ
  • જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરે લીધી મુલાકાત
  • લોકોને રસી લેવા અને તકેદારી રાખવા માટે આપી સૂચના

જામનગર: જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ તેમજ આરોગ્ય અધિકારીઓએ નવાગામ ઘેડ આરોગ્ય કેન્દ્ર, કામદાર કોલોની આરોગ્ય કેન્દ્ર તથા ગોમતીપુર આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી અને ત્યાં ચાલી રહેલા રસીકરણ અંગેની વ્યવસ્થાઓ ચકાસીને જરૂરી સૂચનો કર્યા હતા.

જામનગરમાં વધતા કોરોનાના કેસ બન્યા ચિંતાનો વિષય

હોદ્દેદારોએ પોતાની મુલાકાત દરમિયાન વધુમાં વધુ લોકો રસીકરણ અભિયાનમાં સહભાગી થઇને સુરક્ષિત થાય, તેવો અનુરોધ વ્યક્ત કર્યો હતો. આ તકે મ્યુનિસિપલ કમિશનર સતીષ પટેલે જણાવ્યું હતું કે, જિલ્લામાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે લોકો માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ તથા કોવિડ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરે તેમજ ભીડ એકઠી ન થાય તેની કાળજી રાખે.

ઉનાળામાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં વધ્યા કેસ

આ મુલાકાત દરમિયાન કામદાર કોલોનીના આરોગ્ય અધિકારી કાજલ ચૌહાણે જામનગરની જનતાને વિનંતી સહ અનુરોધ કર્યો હતો કે, વધુમાં વધુ લોકો રસી લઈને પોતાને સુરક્ષિત કરે. રસીથી કોઈ આડઅસર થતી નથી અને સંપૂર્ણ સુરક્ષિત હોવાથી દરેક વયસ્કો અચૂક રસી લે. રસીકરણ જ દરેક પરિવારને અને જામનગરને સુરક્ષિત કરવાનું એકમાત્ર હથિયાર છે.

વેક્સિનથી કોરોના સામે જંગ જીતી શકાશે

મુલાકાત દરમિયાન કલેક્ટર રવિશંકરે તમામ કેન્દ્રો પર રસીકરણ માટે આવેલા લોકોને પોતાની આસપાસના અન્ય લોકોને પણ રસીકરણ માટે પ્રેરણા આપી રસી લેવા અંગે માર્ગદર્શન આપવા જણાવ્યું હતું.

Last Updated :Mar 26, 2021, 6:37 PM IST

ABOUT THE AUTHOR

...view details