ગુજરાત

gujarat

કોરોના મહામારીને કારણે JMCનો કડક નિર્ણય, ગણેશ વિસર્જન ઘરે જ કરવાનો નિર્ણય લેવાયો

By

Published : Aug 31, 2020, 6:24 PM IST

આ વર્ષે કોરોના મહામારીના કારણે સાર્વજનીક ગણેશ ઉત્સવની ઉજવણી પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. તેમજ ઉંચી મૂર્તિની સ્થાપનાની પણ મનાઈ ફરમાવવામાં આવી છે.

ganesh
જામનગર

જામનગર: મહાનગરપાલિકાએ આ વર્ષે ગણેશ વિસર્જન કરવા જતા લોકો માટે કડક વલણ અપનાવ્યું છે. જે કોઈ લોકો તળાવ અથવા નદીમાં ગણેશનું વિસર્જન કરશે તેની સામે ફોજદારી ગુનો નોંધવામાં આવશે. જામનગરની એસ્ટેટ શાખા દ્વારા શહેરમાં વિવિધ જગ્યાએ દરોડા પાડવામાં આવી રહ્યા છે. જે પણ લોકો POPની ગણપતિની મૂર્તિઓનું વેચાણ કરતા હોય તેની મૂર્તિઓ જપ્ત કરવામાં આવી રહી છે.

જામનગરમાં કોરોના મહામારીને લઈ મનપાએ કડક વલણ અપનાવ્યું ઘરે જ વિસર્જન કરવા લેવાયો નિર્ણય

હાલ એસ્ટેટ શાખામાં 250 જેટલી મૂર્તિઓ લાવવામાં આવી છે. જામનગર વહીવટીતંત્ર દ્વારા લોકોને સતત અપીલ કરવામાં આવી હતી કે, તેઓ ફરજિયાત પોતાના ઘરે માટીના ગણપતીની સ્થાપના કરી અને પોતાના ઘરે ડોલમાં જ ગણપતિનું વિસર્જન કરવું. તેમજ છતાં લોકો નદી-નાળામાં ગણપતિનું વિસર્જન કરવા જઈ રહ્યા છે. તેની સામે કાયદેસરના પગલાં લેવામાં આવી રહ્યા છે.

જામનગર શહેરમાં એક બાજુ સતત બે દિવસથી મૂશળધાર વરસાદ વરસી રહ્યો છે. બીજી બાજુ કોરોનાની મહામારી છે ત્યારે ગણેશ વિસર્જનો છેલ્લો દિવસ હોવાથી લોકો પોતાના ઘરે જ વિસર્જન કરી રહ્યા છે.

ભારે વરસાદ હોવાથી લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી. તો સોસાયટીઓમાં પણ હાલ પાણી ભરાયા છે. શહેરમાં લાખોટા તળાવ ઓવરફ્લો થતા સમગ્ર શહેરમાં પાણી ઘુસ્યા છે. જો કે લોકો આજે ઘરની બહાર પણ નીકળી રહ્યા નથી.

ABOUT THE AUTHOR

...view details