ગુજરાત

gujarat

જામનગર એરફોર્સ સ્ટેશન પાસે બહુમાળી ઇમારતોનું નિર્માણ, સુરક્ષા અંગે સવાલ

By

Published : Jun 28, 2021, 9:51 PM IST

જામનગરમાં ડિફેન્સ કોલોની પાસે આવેલા એરફોર્સ સ્ટેશન પાસે ઉંચી ઇમારતો દેવામાં આવતા સુરક્ષા સામે અનેક સવાલો ઉભા થયા છે. સ્ટેશનની બાજુમાં અનેક ઊંચી બિલ્ડિંગ હોવાથી કોઈપણ વ્યક્તિ એરફોર્સ સ્ટેશનમાં થતી ગતિવિધિઓની ફોટોગ્રાફી કરી દેશ સામે જોખમ ભર્યું પગલું ભરી શકે છે.

Questions over security for Jamnagar Air Force Station
મલ્ટીસ્ટોરી બિલ્ડિંગનું નિર્માણ જામનગર એરફોર્સ સ્ટેશનની સુરક્ષા ઉપર પ્રશ્નો

  • જામનગરમાં એરફોર્સ સ્ટેશનની નજીક મોટી બિલ્ડીંગો ખડકાઇ
  • અન્ય રાજ્યોમાં ડિફેન્સ સ્ટેશનો શહેરથી રાખવામાં આવ્યા દૂર
  • જામનગર એરફોર્સ સ્ટેશનની સુરક્ષા જોખમાય તેવી શક્યતાઓ

જામનગર: જમ્મુમાં રવિવારે એરફોર્સ સ્ટેશન પર ડ્રોન વડે આતંકવાદીઓએ હુમલો કરી 2 જવાનો ઘાયલ કર્યા હતા. આ ઘટનાને અંજામ આપવા માટે પ્રથમ વખત ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ડ્રોન પર મિસાઈલ વડે હુમલા કરી શકાતો નથી. આ ઉપરાંત, નાના વેપનથી પણ ડ્રોન નિશાનમાં આવી શકતું નથી. હુમલો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો કે સરહદ પારથી થયો તે તપાસનો વિષય છે. જોકે, પાકિસ્તાને થોડા સમય પહેલા જ ચીન પાસેથી ડ્રોન વેચાતા લીધા છે. આ ડ્રોન ગ્રેર્નેડ ઉપાડી શકવાની સમતા ધરાવે છે.

મલ્ટીસ્ટોરી બિલ્ડિંગનું નિર્માણ જામનગર એરફોર્સ સ્ટેશનની સુરક્ષા ઉપર પ્રશ્નો

આ પણ વાંચો:જમ્મુ એરફોર્સ પર હુમલા બાદ Jamnagar Air Force Stationની સુરક્ષા વધારાઈ

બિલ્ડરોની લાલત સામે દેશની સુરક્ષાનો સવાલ

જામનગરમાં ડિફેન્સ કોલોની પાસે આવેલા એરફોર્સ સ્ટેશન પાસે એક સમયે કેન્દ્ર સરકારના નિયમ મુજબ કોઈ ઉંચી બિલ્ડિંગનું નિર્માણ કાર્ય કરવાની મનાઈ હતી. જોકે, થોડા સમય પહેલા જ નિયમમાં છૂટછાટ આપવામાં આવતા બિલ્ડરો દ્વારા મસમોટી ઇમારતો ઉભી કરી દેવામાં આવી છે. જેના કારણ એરફોર્સ સ્ટેશનમાં થતી ગતિવિધિઓ પર કોઇ પણ માણસ નજર રાખી શકે છે. જોકે, પજાંબ સહિતના રાજ્યમાં એરફોર્સ, નેવી અને આર્મીના સ્ટેશનો શહેરથી દૂર રાખવામાં આવ્યા છે. કારણ કે, સુરક્ષાની દ્રષ્ટિએ આ તમામ પગલા ભરવામાં આવતા હોય છે.

આ પણ વાંચો:Jammu air force station Blast: જમ્મુ એરપોર્ટના તકનીકી વિસ્તારમાં થયા 2 વિસ્ફોટ, NIAની ટીમ પહોંચી

ઊંચી બિલ્ડીંગ પરથી કોઈપણ એરફોર્સ સ્ટેશનની કરી શકે છે ફોટોગ્રાફી

જામનગરમાં એરફોર્સ સ્ટેશનની આજુબાજુમાં બિલ્ડરો દ્વારા નવી સોસાયટીઓ બનાવવામાં આવી છે. આ સોસાયટીઓમાં ઊંચું બાંધકામ કરવામાં આવ્યું છે. જેના કારણે જામનગર એરફોર્સ સ્ટેશનની સુરક્ષા જોખમાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. ઊંચી બિલ્ડિંગ પરથી કોઈપણ વ્યક્તિ એરફોર્સ સ્ટેશનમાં થતી ગતિવિધિઓની ફોટોગ્રાફી પણ કરી શકે છે. જેના કારણે સુરક્ષા સામે સવાલ ઊભા થઈ રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details