ગુજરાત

gujarat

કોંગ્રેસના કોર્પોરેટર રિક્ષામાં સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિનેશન માટે લઈ જાય છે

By

Published : Mar 27, 2021, 10:46 AM IST

Updated : Mar 27, 2021, 3:02 PM IST

સામાન્ય રીતે નેતાઓ ચૂંટણી આવે ત્યારે સિનિયર સિટીઝન મતદાતાઓને મતદાન કરાવવા માટે તેમના ઘરેથી રિક્ષામાં મતદાનમથકો સુધી લઈ જતા હોય છે ત્યારે જામનગરના વોર્ડ નંબર 4ના કોંગ્રેસના કોર્પોરેટર રચના નંદાણિયાએ કોરોના કાળમાં એક અનોખી પહેલ કરી છે. આ કોર્પોરેટર સિનિયર સિટીઝનોને કોરોના વેક્સિનેશન માટે રિક્ષામાં કોવિડ સેન્ટર સુધી લઈ જવાનું કામ કરી રહ્યા છે.

  • કોંગ્રેસના વોર્ડ નંબર 4ના કોર્પોરેટરની અનોખી પહેલ
  • રચના નંદાણિયા તમામ સિનિયર સિટીઝનોને લઈ જાય છે વેક્સિનેશન માટે
  • અન્ય કોર્પોરેટરોએ આ કોર્પોરેટર પાસેથી શીખ લેવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા
રચના નંદાણિયા તમામ સિનિયર સિટીઝનોને લઈ જાય છે વેક્સિનેશન માટે

આ પણ વાંચોઃકોરોના વેક્સિન અંગે લધુમતી સમાજમાં ગેરસમજને દૂર કરવા આગેવાનો રોડ પર ઉતર્યા

જામનગરઃ જામનગરમાં વોર્ડ નંબર 4ના કોર્પોરેટર રચના નંદાણિયાએ તેમના વોર્ડ નંબર- 4માં 60 વર્ષ અને તેનાથી વધુની ઉંમરના સિનિયર સિટીઝનને કોરાનાની વેક્સીન માટે લઈ જવાનું આયોજન કર્યું અને તમામ લોકોને ઓટો રિક્ષામાં વેક્સિનેશન માટે લઈ ગયા હતા. રચના નંદાસણિયાએ કહ્યું કે, નગર સેવક તરીકે નાગરિકોના આરોગ્યની કાળજી રાખવી પણ ખૂબ મહત્વની છે.

અન્ય કોર્પોરેટરોએ આ કોર્પોરેટર પાસેથી શીખ લેવી જોઈએ તેવી લોકોમાં ચર્ચા

આ પણ વાંચોઃકોરોનાના બીજા તબક્કામાં રાજ્યના કેટલાક ચોંકાવનારા કિસ્સાઓ


નાગરિકોના આરોગ્યની કાળજી રાખવી આપણી ફરજ

જ્યારે સિનિયર સિટીઝનોને કોરોનાના સંક્રમણથી બચાવવા માટે આ પહેલ જરૂરી છે. આમ, એક મહિલા કોર્પોરેટરે નવો ચીલો ચાતર્યો છે.ઉલ્લેખનીય છે કે, રચના નંદાસણીયા હાલ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા છે અને તે પહેલા કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા હતા. જોકે, છેલ્લી ચૂંટણીમાં તેમણે ફરીથી કોંગ્રેસ પક્ષમાંથી ઉમેદવારી કરી હતી અને બહુમતીથી જીત્યા હતા. આમ, રાજકીય પક્ષ કરતા તેમની કામગીરીને પ્રાધાન્ય મળી રહ્યું છે.

Last Updated :Mar 27, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details