ગુજરાત

gujarat

ભાજપ નેતાના આંગણે હાર્દિક પટેલ, જાણો શું છે હકીકત

By

Published : May 7, 2022, 2:24 PM IST

જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના શ્રીમદ ભાગવત કથા (Bhagwat Katha in Jamnagar) કોંગ્રેસ ભાજપના નેતા સાથે જોવા મળતા રાજકીય સમીકરણો બદલાયા છે. તો બીજી તરફ હાર્દિક પટેલની (Hardik Patel visiting Jamnagar) ક્યાંકને ક્યાંક કોંગ્રેસને લઈને નારાજગી પણ જોવા મળી હતી.

Bhagwat Katha in Jamnagar : ભાજપ નેતાના આંગણે હાર્દિક પટેલ જોવા મળતાં નવા સમીકરણો ગરમાયા
Bhagwat Katha in Jamnagar : ભાજપ નેતાના આંગણે હાર્દિક પટેલ જોવા મળતાં નવા સમીકરણો ગરમાયા

જામનગર :જામનગરમાં ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાના પરિવારની ત્યાં શ્રીમદ ભાગવત (Bhagwat Katha in Jamnagar) કથા ચાલી રહી છે. પરંતું તે કથા રાજકીય કથા તરફ વળે તો નવાઈની વાત નથી. આ કથામાં નરેશ પટેલ, પ્રદેશ ભાજપના અધ્યક્ષ પટેલ સહિતના દિગ્ગજ અગ્રણીઓની હાજર જોવા મળી હતા. આ ઉપરાંત પોથીયાત્રામાં અનેક નેતાઓની હાજરીથી રાજકીય ચર્ચાનું કેન્દ્ર બની ગઈ હતી. પરંતુ આ કથા અને નેતા બન્ને સાથે એક (Leaders in Bhagavat Katha) મંચ પર જોવા મળતા રાજયભરમાં ચર્ચાનો વિષય છાયો છે.

ભાજપ નેતાના આંગણે હાર્દિક પટેલ

આ પણ વાંચો :રાજ્યમાં વહેલી ચૂંટણી આવશે તો શું ખરેખર કોંગ્રેસ તૈયાર છે? હાર્દિક પટેલે આપ્યું મહત્વનું નિવેદન

રાત્રી કાર્યક્રમ કોંગ્રેસ-ભાજપ સાથે - ગઈકાલે પ્રદર્શન ગ્રાઉન્ડમાં આયોજીત રાત્રી કાર્યક્રમમાં (BJP Congress Leader in Jamnagar)પોરબંદરના NCPના ધારાસભ્ય કાંધલ જાડેજા, ગુજરાત પ્રદેશના યુવા નેતા હાર્દિક પટેલ (Hardik Patel visiting Jamnagar) અને ભાજપના અન્ય દિગ્ગજ નેતાઓની સાથે જોવા મળ્યા હતા. તો બીજી તરફ સૂત્રો અનુસાર હાર્દિક પટેલની કોંગ્રેસને લઈને નારાજગી પણ જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી હાર્દિક પટેલની કોંગ્રેસ તરફથી નારાજગી સામે આવી રહી છે.

આ પણ વાંચો :હાર્દિક પટેલનો વોટ્સએપ પર ભગવા ખેસ પહેરેલો ફોટો, સવાલ કર્યો તો કહ્યુ કે...

રાજકીય સમીકરણો લોકમુખે- જામનગરની ભાગવત સપ્તાહમાં અનેક રાજકીય સમીકરણો સર્જાઈ રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. ભાજપના નેતાઓની સાથે કોંગ્રેસ સહિતના અન્ય અગ્રણીઓ પણ એકી સાથે જોવા મળતા રાજકારણમાં (Hardik Patel Displeasure) મોટી ઉથલપાથલ થાય તેવા સંકેતો મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચુટંણી (Gujarat Assembly Election 2022) નજીક આવે એટલે રાજકીય જગતમાં પક્ષ પલટાની ઉથલપાથલ થતી હોય છે. ત્યારે આ મેળાવડો જોઈને પણ જામનગર નગરવાસીઓની ચર્ચા પણ ભારે જોર પકડ્યું છે.

ABOUT THE AUTHOR

...view details