ગુજરાત

gujarat

CM ભુપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા, કહ્યું- અગાઉ કરતા પણ બહેતર જીવન મળે તે માટે સરકાર પ્રયત્નશીલ રહેશે

By

Published : Sep 14, 2021, 5:01 PM IST

Updated : Sep 14, 2021, 7:37 PM IST

સૌરાષ્ટ્રમાં વરસેલા અનરાધાર વરસાદને પગલે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ભારે તારાજી સર્જાઈ છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે મંગળવારે જામનગરની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં તેમણે અસરગ્રસ્તો સાથે વાત કરી હતી અને તેમને અગાઉ કરતા પણ વધુ સારૂ જીવન મળે તે માટે સરકારનો પ્રયત્ન રહેશે તેવી ખાતરી આપી હતી.

CM ભુપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા
CM ભુપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા

  • રાજ્યમાં છેલ્લા 30 કલાકથી ભારે વરસાદ
  • જામનગરમાં સૌથી વધુ પ્રભાવિત ધુંવાવ ગામ
  • મુખ્યપ્રધાન પોતે ગામ પહોંચ્યા, પીડિચોને મળ્યા

ન્યૂઝ ડેસ્ક: ગત રવિવારે રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રને જળબંબાકાર કરી દીધું છે. ત્યારે ગઈકાલે સોમવારે શપથ લીધા બાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે આજે મંગળવારે જામનગરના સૌથી વધુ અસરગ્રસ્ત ગામ ધુંવાવની મુલાકાત લીધી હતી. જ્યાં તેમને અસરગ્રસ્તોને તમામ રાહતની ખાતરી આપી હતી.

CM ભુપેન્દ્ર પટેલ જામનગર પહોંચ્યા
મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે જામનગરમાં સત્તાધીશો સાથે બેઠક યોજી હતી
જાણો શું કહ્યું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે?

વરસાદ અને દરિયામાં ભરતીના કારણે ચપેટમાં આવ્યું ગામ

ધુવાંવ ગામમાં માત્ર વરસાદના કારણે જ નહિં, પરંતુ દરિયો પણ નજીક હોવાથી અને દરિયામાં ભરતી આવવાને કારણે વધારે પડતું પાણી આવી ગયું હતું. ગામલોકોના જણાવ્યા પ્રમાણે અહીં, મોટાભાગના ઘરોમાં 5થી 6 ફૂટ જેટલું પાણી ભરાયું હતું. જ્યારે, મોટાભાગના લોકોનો ઘરવખરી તેમજ ખેતીને લગતો સામાન પાણીમાં તબાહ થઈ ગયો હતો.

Last Updated :Sep 14, 2021, 7:37 PM IST

ABOUT THE AUTHOR

...view details