ગુજરાત

gujarat

Astrologers of Jamnagar: જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ, યુક્રેન રશિયા વચ્ચે હજુ યુદ્ધ ચાલશે દોઢ મહિનો?

By

Published : Mar 12, 2022, 6:07 PM IST

યુક્રેન અને રશિયા વચ્ચે ખૂબ જ હિંસક યુદ્ધ(Ukraine Russia war) ચાલી રહ્યું છે. આ દરમિયાન સમગ્ર વિશ્વ અર્થતંત્ર અથવા વિશ્વ સ્તરની સમસ્યાઓથી પરેશાન છે. જામનગરના કેટલાક જ્યોતિષ નિષ્ણાતોના (Astrologers of Jamnagar)સમૂહે નિ:શુલ્ક જ્યોતિષ દરબારનું આયોજન કર્યું છે. તેઓએ યુક્રેન અને રશિયાના યુદ્ધ અને ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ની કેટલીક સમજ અને ભવિષ્ય વિશે માહિતી આપી હતી.

Astrologers of Jamnagar: જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ, યુક્રેન રશિયા વચ્ચે હજુ યુદ્ધ ચાલશે દોઢ મહિનો?
Astrologers of Jamnagar: જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ, યુક્રેન રશિયા વચ્ચે હજુ યુદ્ધ ચાલશે દોઢ મહિનો?

જામનગર:યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ કેટલો સમય ચાલશે અને યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તે જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો છે. ભારતીય ઈતિહાસમાં જ્યોતિષશાસ્ત્રનું આગવું સ્થાન છે. લોકો જ્યોતિષમાં મોટા સ્તરે વિશ્વાસ કરી રહયાં છે. જામનગરમાં યોજાયેલા નિ:શુલ્ક જ્યોતિષ દરબાર દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.

મુખ્ય જ્યોતિષ ત્રિકાળદર્શિ શાસ્ત્રીજી પ્રભુ ઉપસ્થતી રહ્યા હતા

આગામી વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં સરકાર કોની આવશે?

જામનગરમાં સાધના કોલોનીમાં આવેલ રાજય પુરોહિત સમાજવાડીમાં (Rajya purohit samajavadi) નિ:શુલ્ક જ્યોતિષ દરબારનું આયોજન કરવામાં (Planning of Free Jyotish Darbar)આવ્યું હતું જેમાં મુખ્ય જ્યોતિષ ત્રિકાળદર્શિ શાસ્ત્રીજી પ્રભુ ઉપસ્થતી રહ્યા હતા. હાલ યુક્રેન અને રશિયા વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે આ યુદ્ધ કેટલો સમય ચાલશે અને યુદ્ધ ક્યારે પૂર્ણ થશે તે જ્યોતિષના માધ્યમથી જાણવાનો પ્રયાસ કર્યો છે. ત્રિકાળદર્શી શાસ્ત્રીજી પ્રભુએ જણાવ્યું કે રશિયા વચ્ચે યુદ્ધ હજુ દોઢ મહિનો ચાલશે. આ દોઢ મહિના બાદ બંને દેશ વચ્ચે શાંતિ સ્થપાય તેવી શક્યતા છે. તેવીજ રીતે બીજું એક પ્રશ્ન શાસ્ત્રીને પૂછ્યું કે આગામી વિધાનસભાની ચૂંટણીમાં( next Gujarat assembly 2022 Election) ગુજરાતમાં કોની સરકાર આવશે ત્યારે શાસ્ત્રીજીએ જણાવ્યું કે ભાજપની સરકાર ગુજરાતમાં આવશે.

આ પણ વાંચો:વડોદરાના જ્યોતિષ આચાર્યએ ETV BHARAT સાથે કરી વાતચીત, જાણો નવરાત્રિમાં માતાજી પ્રસન્ન કરવા શું કરવું?

ભારતમાં જ્યોતિષશાસ્ત્રનું આગવું સ્થાન છે
ભારતમાં વર્ષોથી ઋષિ પરંપરા પ્રમાણે જ્યોતિષશાસ્ત્રનું (Science of Astrology)આગવું સ્થાન જોવા મળી રહ્યું છે. પહેલાના જમાનામાં ઋષિમુનિઓ લોકોના ઓરા પરથી તેનું ભવિષ્ય જણાવી દેતા હતા, ખાસ કરીને આજના યુગમાં પણ ગ્રહણ ક્યારે થશે અને કેટલા સમય બાદ થશે તે જ્યોતિષશાસ્ત્રથી જાણી શકાય છે. કારણ કે નાસા પણ હજુ સુધી ગ્રહણ વિશે જણાવી શક્યું નથી. ત્રિકાળદર્શી શાસ્ત્રીજી પ્રભુ ઋષિ પાસે પરંપરાનું જ્યોતિષ છે તે જ્યોતિષની આગળ ધપાવવા માટે હાલ વિવિધ જગ્યાએ જ્યોતિષ દરબાર યોજી રહ્યા છે. જોકે આજકાલ આ જ્યોતિષના નામે અનેક લોકો ફ્રોડ કરતા હોવાની ઘટનાઓ પણ બની રહી છે. તેમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો તો ફ્રોડનો (Astrology fraud )ભોગ બને છે. પણ શિક્ષિત લોકો પણ ફ્રોડનો ભોગ બનતા હોય તેવી ઘટનાઓ પણ બની રહી છે.

આ પણ વાંચો:એકમાત્ર ગુજરાતી જ્યોતિષ આચાર્યના રાશિફળને જાપાનમાં મળી રહ્યો છે સારો પ્રતિસાદ

ABOUT THE AUTHOR

...view details