ગુજરાત

gujarat

ગુજરાત બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે શું છે જોગવાઈ?

By

Published : Mar 3, 2021, 10:41 PM IST

ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે, ત્યારે જાણો ગુજરાત બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે શું છે જોગવાઈ?

ગુજરાત બજેટ
ગુજરાત બજેટ

  • નાણા પ્રધાન નીતિન પટેલે રજૂ કર્યું બજેટ
  • ગત્ત વર્ષ કરતા આ વર્ષે વધુ રૂપિયાની ફાળવણી
  • અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ

ગાંધીનગરઃ ગુજરાતના નાણા પ્રધાન નીતિન પટેલે નાણાકીય વર્ષ 2021-22 માટેનું અંદાજપત્ર આજે એટલે કે બુધવારે રજૂ કર્યું છે. જેમાં વિવિધ ક્ષેત્રો માટે જાહેરાત કરવામાં આવી છે. નાણા પ્રધાને રાજ્યના વિકાસની કવિતા સાથે બજેટ વાંચવાની શરૂઆત કરી હતી. આ વર્ષનું બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ છે. આ વર્ષે સરકારે બજેટ 2021-22માં કોઈપણ નવા વેરાનો વધારો કર્યો નથી.

રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબ જ સારો સુધારો હાંસલ કર્યો

રાજ્યમાં 9231 પેટા આરોગ્ય કેન્દ્રો, 1477 પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, 321 શહેરી આરોગ્ય કેન્દ્રો અને 348 સામુદાયિક આરોગ્ય કેન્દ્રો દ્વારા આરોગ્ય સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. આરોગ્યક્ષેત્રે વિકસાવવામાં આવેલી આ પાયાની સુવિધાઓના કારણે રાજય સરકારે આરોગ્ય સૂચકાંકમાં ખૂબજ સારો સુધારો હાંસલ કર્યો છે.

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે રૂપિયા 11323 કરોડની જોગવાઈ

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવી છે. પ્રધાનમંત્રી જન-આરોગ્ય યોજના અને રાજય સરકારની મુખ્યમંત્રી મા-વાત્સલ્ય યોજના. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો માટે ખૂબ જ આશીર્વાદરૂપ પૂરવાર થઇ છે. આ યોજના દ્વારા લાભાર્થીઓને વાર્ષિક રૂપિયા 5 લાખ સુધીની સારવાર વિના મૂલ્ય આપવામાં આવે છે. આ યોજના માટે રૂપિયા 1106 કરોડની જોગવાઈ
  • રાજ્યમાં ઓછા વજન સાથે જન્મતા બાળકોને વિના મુલ્ય સારવાર પૂરી પાડતી યોજના બાલસખા 3 માટે રૂપિયા 145 કરોડની જોગવાઈ
  • નવી સિવિલ હોસ્પિટલ, અમદાવાદની સુવિધાઓને અપગ્રેડ કરવા માટે રૂપિયા 87 કરોડની જોગવાઈ
  • પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અંતર્ગત સગર્ભા માતાઓને સહાય માટે રૂપિયા 66 કરોડની જોગવાઈ
  • ભારત સરકારના સહયોગથી ગોધરા અને મોરબી ખાતે બનાવવામાં આવનાર નવી મેડિકલ કોલેજના બાંધકામ અને હોસ્પિટલોને અપગ્રેડ કરવા માટે 50 કરોડની જોગવાઈ
  • ખૂબજ લોકપ્રિય અને ઉપયોગી બનેલ 108 એબ્યુલન્સ સર્વિસમાં હાલ 622 એબ્યુલન્સવાન કાર્યરત છે. નવી 150 એબ્યુલન્સ વાન સેવારત કરવા રૂપિયા 30 કરોડની જોગવાઈ
  • સુરત ખાતે કિડની હોસ્પિટલને અદ્યતન બનાવવા માટે સાધન સામગ્રી અને માનવ સંશાધન ઉપલબ્ધ કરાવવા માટે રૂપિયા 25 કરોડની જોગવાઈ
  • રસીકરણની કામગીરી સુચારુરૂપથી કરવા માટે રાજ્યકક્ષાએ ખાસ રસીકરણ સેલ ઉભો કરવામાં આવશે. વધુમાં 9 જિલ્લામાં મેડિકલ વેક્સીન સ્ટોરના બાંધકામ માટે રૂપિયા 2 કરોડની જોગવાઇ
  • 20 સિવિલ હોસ્પિટલ ખાતે આર્યુવેદિક પદ્ધતિથી પંચકર્મ સારવાર પૂરી પાડવા ડે-કેર પંચકર્મ સેન્ટર શરૂ કરવામાં આવશે

ABOUT THE AUTHOR

...view details