ગુજરાત

gujarat

તૌકતે વાવઝોડું દીવ અને ઉના વચ્ચે ટકરાયું, રાત્રીના 1 વાગ્યા સુધી રહેશે ભારે અસર

By

Published : May 17, 2021, 11:16 PM IST

તૌકતે વાવઝોડાના સંદર્ભમાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ યોજી હતી. તેમણે જણાવ્યું હતુ કે તૌકતે વાવાઝોડું દીવ અને પૂનાની વચ્ચે લેન્ડ થયું છે, આગામી ચાર કલાક સુધી વાવાઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે.

તૌકતે વાવઝોડું દીવ અને ઉના વચ્ચે ટકરાયું, રાત્રીના 1 વાગ્યા સુધી રહેશે ભારે અસર
તૌકતે વાવઝોડું દીવ અને ઉના વચ્ચે ટકરાયું, રાત્રીના 1 વાગ્યા સુધી રહેશે ભારે અસર

  • રાજ્યના દરિયા કિનારે ત્રાટક્યું તૌકતે વાવાઝોડું
  • ઉના અને દીવની વચ્ચે વાવઝોડું ટકરાયું
  • અમરેલી, ગીર સોમનાથ અને ભાવનગરમાં વધુ અસર
  • ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં 150 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ

ગાંધીનગર: ગુજરાતમાં આઠ વાગ્યાથી 11 વાગ્યાની વચ્ચે વાવાઝોડું દરિયા કિનારે ટકરાવાનું હતું ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધીને સ્પષ્ટતા કરી હતી કે વાવાઝોડું હવે દીવ અને પૂનાની વચ્ચે લેન્ડ થયું છે. જ્યારે આગામી ચાર કલાક સુધી વાવઝોડાની અસર ગુજરાતમાં જોવા મળશે.

તૌકતે વાવઝોડું દીવ અને ઉના વચ્ચે ટકરાયું, રાત્રીના 1 વાગ્યા સુધી રહેશે ભારે અસર

આ પણ વાંચોઃ તૌકતે વાવાઝોડાને પગલે રાજ્યમાં 20 મે સુધી રહેશે રાત્રિ કરફ્યૂ, મુખ્યપ્રધાન રૂપાણીએ કરી જાહેરાત

દીવ અને ઉનાની વચ્ચે લેન્ડ ફોલ થયું તૌકતે વાવાઝોડું

રાજ્યાના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે વાવાઝોડું દીવ અને ઉનાની વચ્ચે લેન્ડ ફોલ થયું છે. જે આગામી ચાર કલાક સુધી એટલે કે એક વાગ્યાની આસપાસ તેની અસર ગુજરાતમાં જોવા મળશે. જેમાં ત્રણ મહત્વના જિલ્લા કે જે અમરેલી, ગીર-સોમનાથ અને ભાવનગરમાં વધુ પ્રમાણમાં અસર જોવા મળશે આ ત્રણ જિલ્લામાં 150 કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ પણ હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે.

આ પણ વાંચોઃ નવસારીમાં તૌકતે વાવાઝોડાને પગલે પ્રભારી પ્રધાન ઈશ્વર પરમારે બેઠક કરી સ્થિતિનું નિરીક્ષણ કર્યું

વાયુસેના એરલીફ્ટ માટે તૈયાર

રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી વધુમાં સ્પષ્ટતા કરી હતી કે આજે સોમવારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં જ દિલ્હી અને ગુજરાતના આર્મી ઓફિસર સાથે સંપર્ક કરીને એક ખાસ બેઠક યોજવામાં આવી હતી. જેમાં વાવાઝોડાની અસરના કારણે હોસ્પિટલમાં કોઈપણ દર્દીને એલિફન્ટ કરવા હોય તો તેને ગણતરીની મિનિટોમાં એર લિફ્ટ કરવામાં આવશે. જ્યારે તેમને અમદાવાદ ધનવંતરી હોસ્પિટલમાં એરલીફ્ટ માટેની વ્યવસ્થા અને આયોજન કરવામાં આવ્યું છે.

રાત્રી 1 વાગ્યા સુધી મુખ્યપ્રધાન રોકાણ કરશે ઇમરજન્સી સેન્ટરમાં

સાડા આઠથી નવ વાગ્યાની વચ્ચે વાવાઝોડું ઉના અને દીવની વચ્ચે ત્રાટક્યું હતું ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે આ વાવાઝોડું શાંત થતાં લગભગ ચાર કલાક જેટલો સમય લાગી શકે તેમ છે. એટલે કે જ્યાં સુધી વાવાઝોડું શાંત નહીં થાય ત્યાં સુધી સ્ટેટ લેવલે અને જિલ્લા લેવલે તમામ અધિકારીઓ કાર્યરત રહેશે. તેઓ પણ અંતિમ સમય સુધી ઇમરજન્સી સેન્ટરમાં અધિકારીઓ સાથે વર્તમાન પરિસ્થિતિ અંગે અહેવાલ પર ચર્ચા કરશે.

ABOUT THE AUTHOR

...view details