ગુજરાત

gujarat

રાજ્ય સરકારે તૌકતે વાવાઝોડામાં થયેલા નુકસાન બાદ NDRF નોર્મસ પ્રમાણે 9,836 કરોડ, SDRF પ્રમાણે 500 કરોડ સહાયની માગ કરી

By

Published : Jun 8, 2021, 7:25 PM IST

ગુજરાત રાજ્યમાં 17 મે ના રોજ ત્રાટકેલા વિનાશક તૌકતે વાવાઝોડા ( tauktae cyclone update )થી સર્જાયેલી પરિસ્થિતી અને નુકસાનીમાંથી પૂર્વવત થવા પૂનર્વસન કામો, માળખાકીય સુવિધા કામો વગેરે માટે રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત કુલ રૂપિયા 9,836 કરોડની જરૂરિયાત અંગેનું મેમોરેન્ડમ-આવેદનપત્ર રજૂ કરવામાં આવ્યું છે.

tauktae cyclone update
tauktae cyclone update

  • તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી-નુકસાનથી પૂર્વવત કરવા રાજ્ય સરકારની કેન્દ્ર સરકાર પાસે માગ
  • કેન્દ્ર સરકાર સમક્ષ NDRF અંતર્ગત રૂપિયા 9,836 કરોડની સહાયની માગ કરાઈ
  • SDRF મુજબ 500 કરોડની પણ માગ કરાઈ

ગાંધીનગર : તૌકતે વાવાઝોડા ( tauktae cyclone update )ની ભારે વિનાશક અસરોથી રાજ્યમાં થયેલા કુલ નુકસાન સામે NDRFના ધોરણે સહાય કેન્દ્ર સરકાર કરે તેવી ભારપૂર્વક રજૂઆત કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આવેદનપત્ર-મેમોરેન્ડમમાં રાજ્યમાં તૌકતેે વાવાઝોડાથી વિવિધ ક્ષેત્રોમાં થયેલા વ્યાપક નુકસાન સામે ભારત સરકાર પાસે NDRFના ધોરણે રૂપિયા 9,836 કરોડની સહાયની અપેક્ષા વ્યકત કરવામાં આવી છે, જ્યારે SDRF પ્રમાણે 500 કરોડની માગ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ સંદર્ભમાં આવેદનપત્રમાં જણાવ્યું છે કે, રાજ્યના ઇતિહાસમાં અત્યાર સુધી આવેલા વાવાઝોડા કરતાં તૌકતે વાવાઝોડું ( tauktae cyclone update ) વિકરાળ અને વિનાશક વાવાઝોડું હતું.

ખેતીવાડી અને બાગાયતી પાકમાં ભારે નુકસાન

આ મેમોરેન્ડમમાં ખેતીવાડી-બાગાયતી ક્ષેત્રના નુકસાનમાંથી પૂર્વવત થવા કેન્દ્રીય સહાયની જરૂરિયાત રાજ્ય સરકારને રહેશે, તેવી રજૂઆત કરતાં જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં ત્રાટકેલા તૌકતે વાવાઝોડા ( tauktae cyclone update )ની તીવ્રતા એટલી હતી કે, વાવાઝોડા બાદ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં મકાનો, આવશ્યક ચીજવસ્તુઓ પાણી, વીજળી, રસ્તા, મોબાઇલ નેટવર્ક જેવી માળખાકીય સુવિધાઓને પણ વ્યાપક નુકસાન પહોચાડ્યું છે.

50 વર્ષમાં સૌથી ભયાનક વાવઝોડું

રાજ્ય સરકારે મેમોરેન્ડમાં ઉલ્લેખ કર્યો છે કે, આ તૌકતે વાવાઝોડું રાજ્યમાં ગત 50 વર્ષમાં આવેલા કોઇપણ વાવાઝોડાથી વધુ તિવ્ર અને માલ-મિલ્કતને વ્યાપક તારાજી સર્જનારૂં વાવાઝોડું બની ગયું છે. ગુજરાતમાં આ અગાઉ 1975, 1982 અને 1998માં જે વાવાઝોડા આવ્યા હતા, તે આ વખતના વિનાશકારી તૌકતે વાવાઝોડા ( tauktae cyclone update )ની તુલનામાં ઘણી ઓછી તીવ્રતા અને અસરવાળા હતા.

4 જિલ્લામાં વધુ નુકસાન

આ સંદર્ભમાં મેમોરેન્ડમમાં જણાવવામાં આવ્યું છે કે, તૌકતે વાવાઝોડા ( tauktae cyclone update )ને પરિણામે માનવ હાનિ-જાનહાનિ, પશુ મૃત્યુ, મિલ્કતોને નુકસાન અને અન્ય મહત્વના ક્ષેત્રોનો કેપિટલ લોસ સૌથી વધુ અસરગ્રસ્ત એવા અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર અને જૂનાગઢ જિલ્લામાં મોટા પ્રમાણમાં થયો છે. આ અસરગ્રસ્ત વિસ્તારોમાં મોટા-જાયન્ટ ક્રેઇન ટાવર્સ, વીજળીના થાંભલાઓ, પાકા મકાનો વગેરે મોટી સંખ્યામાં જમીનદોસ્ત થઇ ગયા છે. એટલું જ નહીં, ખેતીવાડી-બાગાયતી પાકોના વૃક્ષો ધરાશાયી થવા, મૂળમાંથી જ ઉખડી જવા જેવા વિનાશથી આ તૌકતે વાવાઝોડા ( tauktae cyclone update )ની વિકરાળતાનો ખ્યાલ આવી જાય છે, એમ પણ મેમોરેન્ડમમાં રાજ્ય સરકારે જણાવ્યું છે.

વિવિધ સેક્ટર પ્રમાણે કરાઈ રજૂવાત

કેન્દ્રીય સહાય માટે કેન્દ્ર સરકાર સમક્ષ રાજ્ય સરકારે રજૂ કરેલા આ મેમોરેન્ડમમાં વિવિધ સેક્ટરમાં જે નુકસાન થયું છે. તેની પણ વિસ્તૃત વિગતો આ અહેવાલમાં રજૂ કરવામાં આવી છે તે અનુસાર, કૃષિ અને બાગાયતી વિભાગ, ઉર્જા વિભાગ, ઉદ્યોગ વિભાગ, મેરિટાઇમ બોર્ડ, પંચાયત, પાણી પુરવઠો, માર્ગ-મકાન, મત્સ્યોદ્યોગ, વન, શહેરી વિકાસ, શિક્ષણ વગેરે વિભાગોના નુકસાન મળીને કુલ 9,836 કરોડ રૂપિયાની આ નુકસાનમાંથી પૂર્વવત થવા ગુજરાતને જરૂરિયાત હોવાના અંદાજો કેન્દ્ર સમક્ષના આવેદનપત્રમાં આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો -

ABOUT THE AUTHOR

...view details